________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૯ હોય, તો છોકરાં સારા રહે કે ના રહે ?
પ્રશ્નકર્તા : એકદમ.
દાદાશ્રી : પછી કહેનાર ભલે ને બે દા'ડા બહારગામ ગયા હોય પણ આવશે ત્યારે શું કહેશે ? તેના જેવી વાત છે ! એટલે હમણાં તમે તમારી મેળે જ જુઓ. તમારા વિચારો સારા છે, એટલે પછી વળી છૂટું કરાવીએ. તમારે પોતાને જ ભાવના નથી એવી, મોહરૂપી ભાવ નથી ને આ તો બીજું દબાણરૂપી ભાવ છે. મોહ છૂટી ગયેલો છે.
આવાં સજોડે બધાં બહુ આવેલા ઘણાં ! કારણ કે આ તો, ખાલી આપણું પુસ્તક જ વાંચે ને, એ વાંચીને જ પછી જે વૈરાગ છૂટે છે, તે ગમતું જ નથી. વિષય જ ગમતો નથી. પછી એ લોકો નાની ઉંમરમાં, બોલો, એ નિયમ લે છે. તો મેં કહ્યું, ‘તમે આ મુસીબતમાં મૂકાઈ જશો.’ ‘ના, ગમતું જ નથી હવે.’ બંને રાજીખુશીથી લે. છતાં ય ભૂલ બે-ત્રણ વખત થઈ જાય. કારણ દુષમકાળના જીવો છે ને ! ચોગરદમ બાઝેલાં જીવો. શી રીતે આખી રાત ઊંઘ આવે એ રીતે ? એવું છે આ ! આમાં સો ઘરોમાં બે ઘર પોતાને ઘેર કકળાટ ના થાય એવાં માણસો હશે. પણ તે ય એને ઉપાધિ તો હોય ને, પાડોશીવાળા લડતા હોય એટલે સાંભળ્યા જ કરવાનું ને ! એટલે એ તો નર્યો દુષમકાળ કહેવાય. આ તો જ્ઞાની પુરુષ પાસે આવ્યા એટલે ડાહ્યા થયા, નહીં તો ડાહ્યા ય શાનાં ? ગાંડામાં ય ગણતરી ના કરાય. ગાંડા ય કંઈક નિયમવાળા હોય. આમને તો નિયમ જ નહીં કોઈ જાતનો ?
અહીં જ “બીવેર'નાં મરાયા બોર્ડ !
૧૫૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જોઈએ ! કહેવું પડે આ તો, શૂરવીર છે આ તો બધા. મેં જાણ્યું કે નહીં ગમતું હોય. ગમ્યા વગર આંગળી ઊંચી કરે નહીં ને કોઈ ! મારી વાત ગમે છે એ વાત ચોક્કસ. એટલે પેલી ખુંચે છે એ વાતે ય ચોક્કસ ને ! હવે એનો કોઈ ઉપાય ધીમે ધીમે કરે. ચેતવણી આપું છું આ. બીવેર-બીવેર, બોર્ડ મારે છે ને ‘
બિર ઓફ થીસ’ એવું આ મેં બીવેર કહ્યું. ચેતો ચેતો. હજુ જીવતા છીએ ત્યાં સુધી થશે. છેલ્લાં દસ વર્ષ સારા જશે તો ય બહુ થઈ ગયું. વધારે ના જાય તો છેલ્લાં દસ-પંદર-વીસ વર્ષ સારા જાય તો ય બહુ થઈ ગયું. અત્યાર સુધી ગયા એ ગઈ ખોટ અને દાદાની આજ્ઞાથી શરૂ. વધારે ના થાય તો એક વર્ષ દહાડાનો અખતરો કરી જુઓ, ટ્રાયેલ.
ટ્રાયલ જ આપું છું. કારણ કે બિચારા એ થઈ જાય તો ! પછી પાછો ફરી એસ્ટેન્શન કર્યા કરે.
એકદમ ઉતાવળ નથી, હજુ વિચારીને આગળ વધજો. આ કૂવામાં પડવા જેવી ચીજ નથી. વિચારીને કરવાનું, આ લાંબો વિચાર કરવો. એ પણ આ તો વિચારજો કંઈ, વિચાર્યા વગર એમ ને એમ પાસે પડી રહે. એનો અર્થ શું છે ? દેવું ચઢ્યા જ કરે છે નિરંતર. વિચારો, મેં તમને છૂટ આપી છે એવું નથી. આ કંઈક રાગે પડે આ થોડું તો સારું ! આ જ્ઞાન ફરી મળતું નથી આવું ! આત્મા જુદો થઈ ગયો છે, હંડ્રેડ પરસેન્ટ ને રાતદહાડો મહીં સાક્ષી પૂરે છે અને ચેતવણી આપ્યા જ કરે છે ! એ ઓછી સાક્ષી કહેવાય ?! માટે ચેતો હવે, બહુ દહાડા થયા !!
પ્રશ્નકર્તા : બંનેનો ભાવ થોડો થોડો થઈ ગયો છે.
દાદાશ્રી : બહુ સારું. આ નર્યો ગંદવાડો છે. નર્યું દુઃખ. દેખતા ગંધ ને અડતા ગંધ. બધામાં ગંધ, ગંધ ને ગંધ. સંડાસ જ છે ને એ તો ! ગંદવાડો ગમે નહીં પણ છૂટકો જ નહીં ને ! ભાવ કરે તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : પણ એમની ઈચ્છા એમ છે કે, દાદા પાસે માંગ્યા વગર છૂટી જવું જોઈએ.
દાદાશ્રી : એ ઉત્તમ વસ્તુ. ખોટ ખાવાની ટેવ પડી હોય તો એ છૂટી જાય કે ના છૂટી જાય, મને પૂછ્યા વગર ? કે મને પૂછીને છૂટી જાય ?
આ જ્ઞાન મળ્યા પછી તો હવે ચોખ્ખું મન થઈ ગયું, નહીં ? માટે આજથી વિચાર કરજો ભઈઓ ! બહુ વિચારવા જેવું છે, અમે કહીએ નહીં, કોઈ દહાડો તમને ઠપકો જ નહીં આપ્યો અને ઠપકો આપવા માટે અમારે નવરાશ જ નથી. આ તો તમને સમજાવીએ છીએ. ભૂલ ક્યાં થઈ રહી છે તે. કેમ પ્રગતિ નથી થતી ? જબરજસ્ત પુરુષાર્થ થઈ શકે, જ્ઞાન આપ્યું છે માટે, નહીં તો વાત કરાય જ નહીં. નહીં તો બિચારા એની શક્તિ શું ધારણ કરવાની ? આ સાધારણ ગમ્યું હોય તો આંગળી ઊંચી કરો