________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૧
અવતાર મારે. આ તો અનંત અવતાર મારી નાખે. આ તો અનંત અવતારથી આ જ માર પડે છે ને, બળ્યો ! તમને નહીં લાગતું આ રોગ કહેવાય ? હૈં ! બધા ય સમજે છે અંદરખાને પણ શું થાય ? નીકળાતું ના હોય તો ? છતાં ય હું વિધિ કરી આપું તો છૂટી જાય.
બ્રહ્મચર્યને આપણે જાણીએ તો એ કંટ્રોલેબલ થાય. વિષયમાં જે દોષો રહેલા છે ને એ જાણીએ તો કંટ્રોલેબલ થાય.
એક ભઈ કહે છે, ‘દાદાજી, આનંદ આત્માનો છે કે આ વિષયનો આનંદ છે એ સમજણ નથી પડતી, એનું શું કરવું ? આ આનંદ તો મને વર્તે છે પણ આ વિષયનો છે કે આત્માનો છે, એ બેમાં સમજણ ફેર નથી પડતો મારાથી.’ ત્યારે મેં કહ્યું, ‘આપણે ચા ને ભૂસું સાથે ખઈએ, તે સ્વાદ ચામાંથી આવે છે કે ભૂસામાંથી આવે છે એ ખબર ના પડે. તે એક બંધ કરવું પડે બેમાંથી. અને આત્માનો આનંદ તમે બંધ કરી શકો નહીં. એટલે વિષયનો આનંદ તમે બંધ કરો, તો એ તમને આનંદની અનુભૂતિ થાય. આજથી ધારો કે બંધ ના થાય. સહુ સહુના ગજા પ્રમાણે. પણ એ બંધ કરો ત્યારે સમજણ પડે. નહીં તો ભૂસું ને ચા બે, જોડે જોડે ખાધા કરીએ, તો એમાં કોનો સ્વાદ આવે, એ શું ખબર પડે ? એટલે પછી એ માણસે મને શું કહ્યું ? કે મારે ક્યારે બંધ કરવું કહે ? મેં કહ્યું, ‘અમે અમેરિકા જઈએ, તે દા'ડે તારે બંધ કરવું અને અમેરિકાથી પાછા આવીએ, તે દા'ડાથી ચાલુ.' ચાર જ મહિના માટે વાંધો ખરો એમાં ? ખબર ના પડે ચાર મહિનામાં ?
તમને ખબર પડે કે આ ક્યાંથી આનંદ આવે છે ? હજુ લોકો ગોથા ખાય છે. હજુ આ જ્ઞાન પછી તો બધો આનંદ આવે જ છે, પણ એને એમ સમજાઈ જાય છે કે પહેલાં આવતો હતો, તેવો જ છે ને ! મેં કહ્યું, ‘ના. એ તું જ્યારે જુદો થઈશ ત્યારે. ભૂસું ને ચા બે જોડે નહીં ફાકું ત્યારે ખબર પડશે તને. કે કાં તો ચા પી લે, કાં તો ભૂસું ખાઈ લે. એટલે ચાનાં સ્પેસીફીકેશન ખબર પડશે !
વિષયમાં દુઃખ તો આમાં સમજતા જ નથી. નો ટેન્શન જેવી સ્થિતિ, એનો અર્થ એવો નહીં કે જબરજસ્તી કરવી, પણ કો'ક ફેરો પાંચ દહાડા
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ટ્રાયલ લેવામાં વાંધો શો ? બે દહાડા છે, પાંચ દહાડા ના લેવાય તો, જાનવરો તો નવ મહિના લે, પણ મનુષ્ય બે દહાડા-ચાર દહાડા તો લઈ શકે, તો ટ્રાયલ લે ને !
૧૪૨
એ તો અમે આ ઘણાં વખત કહેલું હોય પણ શું થાય એને ? અમે તમને ચેતવ ચેતવ કરીએ. પણ ચેતવું બહુ સહેલું નથી બા ! છતાં અમથા અખતરા કરતા હોય ને, કે આ મહિનામાં ત્રણ દહાડા કે પાંચ દહાડા અને જો અઠવાડિયું કરે તો તો બહુ સુંદર પોતાને ખબર પડે, અઠવાડિયાના વચલા દિવસે તો એટલો બધો આનંદ આવે ! આત્માનું સુખ ને સ્વાદ આવે, કેવું સુખ છે તે !
તિયમમાં આવે તો ય ઘણું !
જમવા બેસાડ્યા પછી જરા ભાત મોડું થાય તો શું થાય ? દાળમાં હાથ ના ઘાલે તો શાકમાં હાથ ઘાલે, ચટણીમાં હાથ ઘાલે. નિયમમાં ના રહી શકે અને જેને આ નિયમ રાખતા આવડ્યો, એનું કલ્યાણ થઈ જશે !
અમે ઉપવાસ નથી કરતા, પણ નિયમમાં રહી શકીએ કે ભઈ આટલું જ, પછી બંધ. હવે એ કરી લાવે છે પેલાં ઢોકળાં, તે અમે આથી ચાર ગણા ખવાય એમ છે, ભાવે છે ય એટલાં સરસ, પણ ‘ના’.
પ્રશ્નકર્તા ઃ તો એ નિયમ જાગૃતિના આધારે રહે ?
દાદાશ્રી : જાગૃતિ તો હોય જ બધાને, પણ પેલો જે સ્વાદથી જે રંગાઈ ગયેલો છે ને, ત્યાં કંટ્રોલ રહી શકે નહીં. મુશ્કેલ છે કંટ્રોલ રહેવાનું, એ જ્યારે ખુદ આત્મારૂપ જેટલો થાય, એટલામાં કંટ્રોલ આવતો જાય.
કેટલાંક માણસો કહે છે, વિષય આમ મને છૂટતો નથી. મેં કહ્યું, એમાં શું ગાંડા કરે છે, થોડો થોડો નિયમ લે ને ! એ નિયમમાં, પછી નિયમ છોડીશ નહીં. આ કાળમાં તો નિયમ ના કરે એ તો ચાલે જ નહીં ને ! થોડાંક હોલ તો રાખવાં જ પડે. ના રાખવા પડે ?
પ્રશ્નકર્તા : રાખવા પડે.
દાદાશ્રી : બ્લેક હોલ કહે છે ને, એને. એમ તો સાવ સચ્ચીઓ