________________
૧૪૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જાણવું એ યમ કહેવાય, સત્ય બોલવું એ જાણવું એ યમ કહેવાય, ચોરી નહીં કરવી એ જાણવું એ યમ કહેવાય, પરિગ્રહ નહીં રાખવો જોઈએ એ યમ કહેવાય. હિંસા નહીં કરવી જોઈએ એ યમ કહેવાય. આ જાણ્યું એટલે તમે યમમાં આવ્યા. જાણ્યા પછી નક્કી કર્યું કે આપણે કોઈ નિયમ આવવું, તે ઘડીએ નિયમમાં આવ્યો અને નિયમ રાખ્યા પછી તમે એઝેક્ટ પાળો ત્યારે સંયમમાં આવ્યા.
ગ્રહસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય !
ચાર આશ્રમો કયા કયા ગોઠવ્યા'તા ?
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. પાછાં દરેક પચ્ચીસ વર્ષના.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૩ (સાચો) થઈને બેસીશ, તો મૂઆ માર ખઈ ખઈને મરી જઈશ અને પછી જૂઠો થઈ જાય. એક ફેરો જૂઠો થયો, એટલે જૂઠો થઈ જવું ? ના, એ જ નિયમમાં રાખે. મેં તને બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું હોય અને બ્રહ્મચર્ય છૂટી ગયું એટલે હપુરું ખલાસ કરી નાખવાનું ? ના, પાછું એનું નિયમ પર આવ. છ મહિના સુધી નથી પળાતું તો આપણે મહિનામાં બે દિવસ રાખો, ચાલો. બાકી બધા દિવસ અમારું બ્રહ્મચર્ય છે. અમારી પાસે કાયદો કરાવી જવો પછી. આવો સરસ રસ્તો કાઢી આપ્યો છે મેં બધો !
પ્રશ્નકર્તા ઃ તમે દરેક વસ્તુની અંદર કે કોઈ પણ વ્યવહારિક કાર્યની અંદર પણ, એવો સચોટ ઉકેલ આપેલો છે.
દાદાશ્રી : ઉકેલ બધા સુંદર ! અત્યાર સુધી તો, આ બધે બ્રહ્મચારી કોઈને કહ્યાં જ નહીં, પણેલો છે ને ! અલ્યા મૂઆ, તેથી જ મેં પુસ્તકમાં લખ્યું કે અલ્યા, તમે પણેલા છો. તે હું તમને ભાવ બ્રહ્મચર્ય કહું છું, કુદરતને ના કહેવું હશે તો ના કહેશે, પણ હું તો કહું છું ને ! આમ મારી જવાબદારી પર ! ત્યારે કહે, ‘શી રીતે અમે બ્રહ્મચારી કહેવાઈએ ?” મેં કહ્યું, ‘બીજી સ્ત્રીને જોતો નથી ને બીજી સ્ત્રીનો વિચાર હપુચો નથી કરતો, એ બ્રહ્મચારી છે ! બીજી સ્ત્રીને જોતો નથી અને એ ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરે છે, એ બ્રહ્મચારી છે.” એક પત્નીવ્રત, એને અમે આ કાળમાં બ્રહ્મચર્ય કહીએ છીએ. બોલો, તીર્થકરોની જોખમદારી લઈને બોલીએ છીએ. મારા જેવું બોલાય નહીં, એક અક્ષરે ય બોલાય નહીં, નવો કાયદો સુધારા ય નહીં, પણ છતાં હું જવાબદારી લઉં છું. કારણ કે આ કાળમાં એક પત્નીવ્રત રહેવું અને દ્રષ્ટિ બગાડવી નહીં, એ તો બહુ મોટામાં મોટું કહેવાય. બાવાઓ પૈણ્યા નથી, બાવાઓએ તાળું મારી દીધેલું. એમાં તો શું નવી ધાડ મારી ? ધાડ તો આપણે ખુલ્લાં તાળાઓએ મારી કહેવાય. આ તમને સમજાય ? કોણે ધાડ મારી કહેવાય? ખુલ્લાં તાળાઓએ, એ પણ અમે જ્ઞાન આપીએ તો ! બીજા કોઈથી બને નહીં, ઈમ્પોસીબલ !
બધી જ જાતની છૂટ આપવા તૈયાર છું તમને તો, કોઈ પણ નિયમમાં આવવા માંગો તો બધી જાતની છૂટ આપવા તૈયાર છું. કારણ કે નિયમ જ મોમાં લઈ જાય. યમ એટલે શું ? બ્રહ્મચર્ય પાળવાનું જ્ઞાન
દાદાશ્રી : આ તો સો વર્ષ જીવતા હતા, ત્યારની વાત છે. બંધારણ કેવું સુંદર છે ! અને એ બંધારણ શબ્દ શું કરે છે ? એ મન ઉપર ઈફેક્ટ કરે એટલે મન એ બાજુ વળી જાય. અત્યારે ગવર્નમેન્ટ ઓર્ડર કરી નાખે, નવ વાગ્યા પછી બધાએ ઊંઘી જવું એવું સખ્ત ઓર્ડર થાય બે-ચાર વખત, તો પછી એ બાજુ મન વળી જાય. મનનો સ્વભાવ કે ઓર્ડર શું છે ? મન ડીસ્ઓર્ડરવાળું નથી, ઓર્ડર હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : સંસારી જીવનમાં બ્રહ્મચર્ય પળાય ખરું ?
દાદાશ્રી : હા, બહુ સુંદર પાળનારા હોય છે. પહેલાં ઋષિમુનિઓ બ્રહ્મચર્ય જ પાળતાં હતાં બધા. સ્ત્રી ને પુરુષ બેઉ. પૈણેલા હઉ પાળે છે. બે જોડી હોય છે, તે ય બધા પાળે છે. અમે વિધિને એ આવું બ્રહ્મચર્ય વ્રત હઉ આપેલું છે. કેટલાંકને !
પ્રશ્નકર્તા : હા. પણ બન્ને જણાં એક થઈને આવે ત્યારે થઈ શકે.
દાદાશ્રી : હા..
પ્રશ્નકર્તા : પણ પુરુષની ઇચ્છા બ્રહ્મચર્ય પાળવાની હોય અને સામે પક્ષે સ્ત્રીની ન હોય તો શું કરવાનું ?