________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૯
પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. પણ કોઈ સ્પષ્ટવેદન નથી, આત્માના સુખનું ?
દાદાશ્રી : હવે એ સ્પષ્ટવેદન ક્યાં સુધી ના થાય ? જ્યાં સુધી આ વિષય-વિકાર ના જાય, ત્યાં સુધી સ્પષ્ટવેદન ના થાય. એટલે આ આત્માનું સુખ છે કે આ કયું સુખ છે, તે ‘એક્ઝેક્ટ’ ના સમજાય. બ્રહ્મચર્ય હોય
તો ‘ઓન ધી મોમેન્ટ' સમજાઈ જાય.
સ્પષ્ટવેદન થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય ! જેને
સાંસારિક દુઃખનો અભાવ વર્તે, કપટ જતું રહે એટલે મહીં સ્પષ્ટ અનુભવ થવા માંડે ! કપટને લઈને અનુભવ અસ્પષ્ટ રહે છે ! જે જેટલાં પ્રમાણમાં અમારી પાસે ખુલ્લું કરે તે તેટલો અમારી સાથે અભેદ થયો, ને જેટલો અભેદ થયો એટલો સ્પષ્ટ અનુભવ થાય !
આપણને આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આપણે સત્સંગમાં પડી રહેવું જોઈએ. સત્સંગ એટલે આત્માનો સંગ ! અહીંથી જો પાછો કુસંગમાં પેઠો કે આ રંગ ઊતરી જાય. કુસંગનું એટલું બધું જોર છે કે કુસંગમાં સહેજ વાર જવું નહીં અને ઘર માટે તો કૃપાળુદેવે કેવો કુસંગ લખ્યો છે ? કે એ ‘કાજળ કોટડી’ કહી ! હવે ઘરમાં રહેવું અને અસંગ રહેવું, એ તો જાગૃતિ રાખવી પડે. અમારા શબ્દોની જાગૃતિ રાખવી પડે, અમારી આજ્ઞા પાળવી જોઈએ તો ઘરમાં રહી શકાય ! અથવા તો અસર ક્યારે ના થાય ? સ્પષ્ટવેદન થાય ત્યારે અસર ના થાય અને સ્પષ્ટવેદન ક્યારે થાય કે ‘સંસારી સંગ’ ‘પ્રસંગ’ ના થાય ત્યારે ! ‘સંસારી સંગ’નો વાંધો નથી, પણ ‘પ્રસંગ’નો વાંધો છે. ત્યાં સુધી ‘સ્પષ્ટવેદન’ ના થાય. સંગ તો આ શરીરનો છે, બળ્યો ! પણ પાછો પ્રસંગ તો એકલાં આમ નિરાંતે બેસી રહેવું હોય તો ય ના રહેવાય. અમને તો આ સંગ જ ભારે પડી ગયો છે. તે પાછાં પ્રસંગ કરવા ક્યાં જઈએ ? આ સંગ જ મહીંથી બૂમ પાડે, અઢી વાગી ગયા, હજી ચા નથી આવી ! છે પોતે અસંગ અને પડ્યો છે સંગપ્રસંગમાં !
܀܀܀܀܀
[૯]
લો વ્રતતો ટ્રાયલ !
બ્રહ્મચર્ય પછી જ આત્માતો સ્પષ્ટ અનુભવ !
પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે એવું કંઈક માનસિક રીલીઝ બતાવો
કે જેથી કરીને અવલંબન લોકોનાં તૂટી જાય. ત્યારે એમાં હલકા થઈને પણ રહી શકે.
દાદાશ્રી : હા. એવું જ અમે બધાને બતાવીએ છીએ. એ અનુભવ કોને થાય કે જેને સ્ત્રીનો સંજોગ નથી, તેને એનો અનુભવ રહ્યા કરે. બીજા બધાને અનુભવ થાય ખરો પણ સ્ત્રીના સંયોગને લીધે એને બાધા રહ્યા કરે. એક જ ફેરો સ્ત્રીનો સંજોગ હોય તો ત્રણ દહાડા સુધી તો મન એકાગ્ર ના થવા દે. એટલે એ બાધક છે. એટલે આ આપણા બ્રહ્મચારીઓ એમને આ જલ્દી અનુભવ થઈ જાય ને તેનાં આધારે જ એ બ્રહ્મચર્ય પાળી શકે છે.
વિષય એ તો એક પ્રકારનો રોગ છે.
પ્રશ્નકર્તા : મોટો રોગ, બહુ મોટો, કેન્સર જેવો.
દાદાશ્રી : બહુ મોટો, કેન્સર તો સારું, બળ્યું ! એ તો એક જ