________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૭
અંતે ય લેજો બ્રહ્મચર્ય વ્રત !
જવાનીમાં જ બ્રહ્મચર્ય જોઈએ એવો પાછો નિયમ નથી. જવાનીનું બ્રહ્મચર્ય એ તો બહુ ઊંચી વસ્તુ છે. પણ હું કહું છું કે ગમે ત્યારે લે. અરે, ચૈડપણ હોય ને મરવાના દસ દહાડા અગાઉ બ્રહ્મચર્ય વ્રત લે તો ય કલ્યાણ કાઢી નાખે અને તે ય જ્ઞાનીના હાથે બ્રહ્મચર્ય વ્રત હોવું જોઈએ. જે સર્વાંગ બ્રહ્મચારી છે એવા જ્ઞાનીના હાથે જ વ્રત અપાવવું જોઈએ. આમાં એવું નથી પાછું કે આ વ્રત લઈ જ લેવું જોઈએ, આમાં ફક્ત આપણી ભાવના જોઈએ. કરવું જોઈએ કહીએ પણ કર્યે થતું નથી. આપણે એમ કહીએ આજે કે મારે ય બ્રહ્મચર્યવ્રત લેવું છે, પણ તેવું થઈ શકે નહીં. ભાવના કર્યા કરવી જોઈએ તો ક્યારેક ઉદયમાં આવશે ને ઉદયમાં હોય ત્યારે બ્રહ્મચર્ય વ્રત લેવું. ભાવના કરી છે, તો ઉદય એની મેળે ટાઈમે આવીને ઊભો રહે જ !
એટલે અમે ચેતવણી આપીએ કે આ ઢાળ ઉપર ચઢવું હોય તો આ રસ્તો છે, નહીં તો પેલો ઢાળ તો છે જ, ભઈ ! અને આ ઢાળ ઉપર ચઢવું હોય તો લોકોનું કામે ય કાઢી નાખે એવું છે ! કારણ કે બ્રહ્મચર્ય વ્રત સિવાય તો કોઈ દહાડો કશું બની શકે એવું નથી. જગતનું કલ્યાણ થવામાં બ્રહ્મચર્ય વ્રત સિવાય કશું વળે નહીં, બાકી પોતાનું કલ્યાણ કરી શકે. એટલે આ બ્રહ્મચર્ય વ્રત તો મોટામાં મોટું વ્રત છે.
બ્રહ્મચર્ય વિતા તથી પૂર્ણાહૂતિ !
જેને સંપૂર્ણ થવું હોય, તેને તો વિષય હોવો જ ના જોઈએ અને તે ય એવો નિયમ નથી. એ તો છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ છૂટી ગયું હોય, તો બસ થઈ ગયું. આની કંઈ ભવોભવ કસરત કરવાની જરૂર નથી કે ત્યાગ લેવાની ય જરૂર નથી. ત્યાગ સહજ હોવો જોઈએ કે એની મેળે જ છૂટી જાય ! નિયાણું એવું રાખવું કે મોક્ષે જતાં સુધી જે બે-ચાર અવતાર થાય, તે પૈણ્યા વગરના જાય તો સારું. એનાં જેવું એકેય નહીં. નિયાણું જ એવું રાખવું તે ! પછી જે થાય તે દેખ લેંગે ! અને જો આ એક બોજો ગયોને તો બધા ય બોજા ગયા ! આ એક છે તો બધું ય છે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
આ જ્ઞાન લીધું એટલે દાદાના પ્રતાપે સ્વચ્છંદ રોકાયો ! એટલે આ મહાત્માઓને અવશ્ય મોક્ષનું સાધન થઈ ગયું. પણ પાછી આ એક ભાંજગડ કાચી રહે છે ! કેટલાક તો પૈણેલા ખરાને, એ આ બધી વાતચીત થાય તો આની જોખમદારી સમજી ગયા ! એટલે પછી વૃત્તિઓ વાળી લે. જ્ઞાની પુરુષની આપેલી આજ્ઞા પાળે તો જબરજસ્ત નૂર ઉત્પન્ન થાય. આજ્ઞા પાળવામાં જેટલું સાચું દિલ અને સાચો ઉલ્લાસ તેટલું ફળ આવે. વ્રતની આજ્ઞા પાળો ત્યારે અમારે જોડે હાજર થવું પડે. આ આજ્ઞામાં તો અમારું વચનબળ, ચારિત્રબળ વપરાય.
૧૩૮
પ્રશ્નકર્તા : ધરોવાળું ખેતર હોય ત્યાં બળદનું કામ નથી, એ તો ટ્રેકટરનું જ કામ છે. તમારા જેવું ટ્રેકટર જોઈએ, દાદા !!
દાદાશ્રી : હા, પણ ઉખેડી નાખવાનું છે. બ્રહ્મચર્ય તો ઊંચામાં ઊંચી વસ્તુ છે. લગ્ન કર્યા પછી બ્રહ્મચર્ય લે, તો એ બ્રહ્મચર્ય ઘણું સારું પળાય. સંસારનો સ્વાદ ચાખી લીધા પછી એને ઘણું ખરું ઉપશમ થઈ ગયેલું હોય. ત્યાર પછી બ્રહ્મચર્યવ્રત લે છે, જે અમે ઘણાંને આપીએ છીએ, તે બહુ સુંદર પાળે છે. આ સાધ્વીજીઓ જે થાય છે તે તો પૈણ્યા પછી ચાળીસ વર્ષનાં થાય, છોકરાં ત્રણ થયા પછી દીક્ષા લે છે, તો ય તે મહાસતી કહેવાય. કારણ કે બ્રહ્મચર્ય છેલ્લાં પંદર વર્ષ પાળે તો ય બહુ થઈ ગયું. ભગવાન મહાવીરે છેલ્લાં બેતાળીસ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હતું. ત્રીસ વર્ષે એમને છોડી(દિકરી) હતી. પણ એ બધા પુરુષો તો ઊર્ધ્વગામી, ઊર્ધ્વરેતા હોય. તેમનાં મગજ એવાં પાવરફુલ હોય, એટલી બધી જાગૃતિ હોય ! એમની વાણી તો ઓર જ જાતની હોય !!
જગતમાં કોઈ દિવસ નીકળ્યું જ નથી, એવું આ વિજ્ઞાન છે ! કાયમ સમાધિમાં રાખનારું છે ! આવું બ્રહ્મચર્ય પાળે તો ય સમાધિ અને બ્રહ્મચર્ય ના પાળે ને બૈરી પૈણે તો ય સમાધિ !! એટલે આનો લાભ ઉઠાવજો.
સ્પષ્ટ વેદત અટકયું વિષય બંધતથી !
આ જ્ઞાન ગમે તેવાં કર્મોને ધૂળધાણી કરી નાખે, મહીં જે છે એ બાળીને ભસ્મીભૂત કરી નાખે એવું છે.