________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૫
‘હું શુદ્ધાત્મા છું' એ શબ્દનું અવલંબન છે ! પણ એ લીલી ઝંડીનું પ્રવેશ છે ! અને છેલ્લામાં છેલ્લું નિરાલંબ આત્મા, એને શબ્દનું કે કોઈ અવલંબન નહીં, એવો નિરાલંબ આત્મા ! ત્યાં સુધી હવે ગાડી ચાલે ! પણ એક ફેરો શબ્દાવલંબનથી ગાડી ચાલવી જોઈએ અને એ શબ્દાવલંબનવાળો શુદ્ધાત્મા અનુભવ હઉ આપે ! એટલે પૂછવા જેવું કશું નથી. આત્મા એકલો જ જાણવા જેવો છે. જે લક્ષમાં આવ્યો, એ આત્મા જાણવા જેવો છે. આ માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે. પોતાની જાતને લક્ષમાં રાખી બધું પૂછવું, પુદ્ગલનું ધ્યાન રાખવાની જરૂર નથી. આત્મા તમારી પાસે રહ્યો, તેનું ધ્યાન રાખવાનું છે. આત્માનો સ્પષ્ટ અનુભવ કરવો હોય તો વિષય છેબાર મહિના બંધ કરવા. આ બધા અનુભવ તો થયા કરે છે, પણ બંને જોડે રહે તો ખબર ન પડે કે “સુગંધી” ક્યાંથી આવે છે ? અમારી આજ્ઞાનો અમલ કર્યા પછી પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરો. પછી જ એ વિષય છૂટશે. અમારું આ જ્ઞાન, આ જે જે વાત કરીએ છીએ ને, એ બધાનો અમલ કર્યા પછી મહિનો મહિનો દોષોનાં પ્રતિક્રમણ કરો. એટલે આપણને પોતાને ખાતરી થઈ જાય કે આ જ સાચું છે. આત્માની અનંત શક્તિ છે. કેટલાંકને બ્રહ્મચર્યવ્રત લીધા પછી ચમત્કાર થાય છે. પછી બહુ સુંદર પરિણતીઓ રહે છે અને પછી મનમાં વિષયના વિચારો જ બંધ થઈ જાય છે. પછી વિષય એને ગમે જ નહીં ! માણસને સુખ જ જોઈએ છે. તે સુખ મળતું હોય તો પછી કાદવમાં હાથ ઘાલવા કોઈ તૈયાર ના થાય. આ તો બહાર તાપ લાગે છે એટલે કાદવમાં હાથ ઘાલે છે, ઠંડક લાગે એટલા માટે, નહીં તો કાદવમાં કોઈ હાથ ઘાલતું હશે ?! પણ શું થાય ?
હવે તમને એક ફેરો અનુભવથી સમજાયું કે આ જ્ઞાનમાં વિષય સિવાય બહુ સુંદર સુખ રહે છે, એટલે પછી તમને વિષયો ગમતાં બંધ થઈ જાય. આ જ્ઞાન એવું છે કે વિષય સિવાય પણ બહુ સુંદર સુખ રહે છે. એટલે પછી બધા વિષયો એની મેળે આપોઆપ છૂટી જાય, બધા ખરી પડે, પણ એ બધો અનુભવ કરી કરીને ગેડ પડે ત્યારે !
સમજવી બ્રહ્મચર્યની અનિવાર્યતા !
૧૩૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે ને લોકો ?! કંઈ નથી પાળતા એવું નથી, પણ એ વૈજ્ઞાનિક ઢબથી નથી. અહંકારી ઢબથી છે. અહંકારથી થઈ શકે, પણ તે વૈજ્ઞાનિક ઢબ જેવું ના હોય. એ નિર્બળ હોય. જ્યારે નિર્અહંકારી ઢબથી તો ‘પોતે' જ્ઞાતાદ્રષ્ટા રહે, ‘ચંદુભાઈ’ બ્રહ્મચર્ય કેવું પાળે છે, એ ‘પોતે જાણે અને અહંકારી ઢબમાં તો પોતે જ બ્રહ્મચર્ય પાળનારો, એ વૈજ્ઞાનિક નથી. બ્રહ્મચર્ય તો જગતે ય પાળે છે, પણ તે વૈજ્ઞાનિક નથી. આપણી પાસે “અક્રમ માર્ગમાં વૈજ્ઞાનિક ઢબ છે, મન-વચન-કાયાથી છે. મન કૂદે તો જગતના લોકો પાસે તેની સામે કશી દવા નથી. જ્યારે આપણી પાસે દવા છે. આપણું બ્રહ્મચર્ય તો દેવલોકો ય જોવા આવે ! - અબ્રહ્મચર્ય અને દારૂ, એ તો જ્ઞાનને બહુ આવરણ લાવનારી વસ્તુ છે. માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, “ચંદુભાઈ છું' એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને ! આથી ભગવાને ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય, એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનને ય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !
એકાદ જો પાળવા જેવો કાયદો હોય તો હું કહું કે બ્રહ્મચર્ય પાળજે ! ઇચ્છાઓ વિરમી જાય તો અંતરનો વૈભવ પ્રગટ થાય. આત્મા તો બ્રહ્મચારી જ છે. મેં આપેલો આત્મા બ્રહ્મચારી જ છે. હવે ‘તમારે’ ચંદુભાઈને કહેવાનું કે, “ભઈ, તબિયત સારી રાખવી હોય, સંસાર ધીમે રહીને પૂરો કરવો હોય તો છ-બાર મહિનાના બ્રહ્મચર્યવ્રત બને ત્યાં સુધી લેવાય તો સારી વાત છે. એનાથી શરીરનું બંધારણ સારું રહે.” આ તો બંધારણ ‘લુઝ” થઈ ગયું છે.
બ્રહ્મચર્ય વ્રત લઈને તોડવું એ ગુનો છે. એના કરતાં લેવું નહીં અને આપણી મેળે મહીં ઉપશમ કર્યા કરીએ તો ઊલટું સારું. પોતે ઘેર ને ઘેર બધા પ્રયોગ કરી શકાય છે. જેને મોક્ષે જ જવું હોય તે પોતાનો રસ્તો ચૂકે નહીં, તેનું નામ જ જ્ઞાની કહેવાય ! ગમે તેટલી બહારથી લાલચો આવે તો પણ પોતાનો રસ્તો ચૂકે નહીં !!!
બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય ! હિન્દુસ્તાનમાં બ્રહ્મચર્ય પાળે