________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૩
સળગાવીને ચાંપવી. એ પછી ઓલવાય નહીં, ત્યાં સુધી બળતરા રહ્યા કરે. કડક ઇચ્છા કે નરમ ઇચ્છા હોય તેના પર બળતરાનો આધાર રહે છે.
બહુ કડક ઇચ્છા હોય તો બહુ બળતરા ઊભી થાય. આ વિષયની ઇચ્છા તો બહુ બળતરા આપે, જબરજસ્ત બળતરા આપે. તેથી એમ કહ્યું છે ને, કે વિષયમાં પડશો જ નહીં, બહુ બળતરા આપે છે.
પ્રશ્નકર્તા : આવું તો કોઈએ કીધેલું જ નહીં ને !
દાદાશ્રી : લોકોને પોલું બધું જોઈએ છે. એટલે કોઈ કહે જ નહીં ને ! લોક પોતે ગુનેગાર છે, એટલે એ બોલે નહીં ને ! બિનગુનેગાર હોય તે બોલે. કારણ કે એક જ ફેરાનો વિષય, તે કેટલા દહાડા સુધી માણસને ભ્રાંતિ છૂટવા ના દે ! ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ આત્માનું સુખ કે આ પેલું સુખ, એવું ભાન થવા ના દે ! આ જ્ઞાન સાથે જો બ્રહ્મચર્યવ્રત લીધું પછી માથાકૂટ જ નહીં ને ! ઉપાધિમાં ય સુખ વર્ષા કરે ! આ લોકો માંસની પૂતળી છે, એવું શાથી ભૂલી જતાં હશે ? એવું છે ને, મૂર્છાથી એ એમાંથી જેમ જેમ સુખ લે, તેમ તેમ એની પર મૂર્છા આવે છે અને જો છ-બાર મહિના એમાંથી સુખ લે નહીં તો પછી એની મૂર્છા જાય. એટલે પાછું એને રેશમી ચાદરે વીંટેલું માંસ જ દેખાય !
તો જ મળે આત્માતું સુખ !
ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા હોય પણ ટેસ્ટ ના આવે તો એનું શું કારણ ? કે એક બાજુ ચા પીતો હોય, બીજી બાજુ દાડમ ખાતો હોય, જામફળ ખાતો હોય તે પછી ચાનો ટેસ્ટ માલૂમ પડે ? તો ચાનો ટેસ્ટ ક્યારે માલૂમ પડે કે બીજું બધું ખાવાનું બંધ કરી દઈએ ને મોઢુંબોઢું સાફ કરીને પછી ચા પીએ તો સમજણ પડે કે આ ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા બહુ સરસ છે ! ત્યારે ચાનો અનુભવ થાય ! એવું આત્માનો અનુભવ આ બધી વસ્તુઓમાં શી રીતે માલૂમ પડે ? ભાન રહે નહીં ને ? એટલી જાગૃતિ માણસને હોય નહીં ને ! એટલે આવો પ્રયોગ કરીએ, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તો પછી આ અનુભવ સમજાય ! ચાનો અનુભવ લાવવા બીજું બંધ કરવું પડે કે ના કરવું પડે ? એવું આત્માનો અનુભવ એવી વસ્તુ છે કે બીજા ટેસ્ટ બધા આઘાંપાછાં
૧૩૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
થાય ત્યારે આ ટેસ્ટ સમજાય. ત્યાં સુધી સમજાય નહીં ને ! એટલે અહીં રોજ દોડધામ કરીને શાથી આવે છે ? કારણ કે એને ટેસ્ટ તો રોજ આવે
છે, પણ એને ભાન થતું નથી કે ક્યાંથી આવે છે ? એ અદબદ રહે છે. એટલે જ્યારે બ્રહ્મચર્ય એકલું જ હોય, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યવ્રત આપ્યું હોય તો એને ખબર પડી જાય કે ખરો આનંદ તો આ છે. પેલો વિષય નથી તો ય આટલો બધો આનંદ રહે છે ! ઊલટો, આ આનંદ તો વધે છે ! પછી એને જ ઓળખાય કે આત્માનો આનંદ કેવો હોય ! નહીં તો ત્યાં સુધી સમજાતું જ નથી કે આ કયો આનંદ ? આનંદ આવે છે એ નક્કી છે, પણ આ પુદ્ગલનો આનંદ કે આત્માનો આનંદ એ એક્ઝેક્ટ સમજાય નહીં ને ! હવે આ કાળમાં મન તો સારું ના રહે, તેથી મનનું પ્રત્યાખ્યાન કરવું અને વાણીથી ય બોલાવું ન જોઈએ અને કાયાથી તો રહેવું જ જોઈએ. આમ મન-વચન-કાયાથી છ-બાર મહિના બ્રહ્મચર્ય રહે તો ‘એક્ઝેક્ટ’ અનુભવ થઈ જાય. આ જ્ઞાન આપેલું છે, એટલે અનુભવ તો થાય છે. પણ જ્ઞાનનો જેવો જોઈએ તેવો સર્વાશ અનુભવ થતો નથી. અનુભવની તીવ્ર જિજ્ઞાસા હોય તે આ રીતે કરે તો કામ થાય, નહીં તો ય વીર્યની ઇકોનોમી તો કરવી જ જોઈએ.
તિરાલંબ આનંદ ઓર !
મોટામાં મોટી હરકત તો બહાર બધે દ્રષ્ટિ ખરાબ રાખવી તે છે.
બીજું, એથી આગળ આમાં શું કરવું પડે કે આ જેમ વરસમાં સ્કૂલમાં દોઢ મહિનો રજા પડે છે એવું આ વિષયમાં જો એવી છ મહિના રજા લઈ લે તો એને ખબર પડી જાય કે આ સુખ ક્યાંથી આવે છે ? એટલે આ તો તેને સુખ આવે છે એ ચોક્કસ, પણ પરીક્ષા થતી નથી કે સાચું સુખ આમાં ક્યું ? અમને જુઓને, ચોવીસે ય કલાક એકલા રૂમમાં બેસાડી રાખેને, તો ય એ જ આનંદ હોય, જોડે કોઈ એકાદ માણસ હોય તો ય એ જ આનંદ હોય અને લાખો માણસ હોય તો ય એ જ આનંદ હોય. એનું કારણ શું ? અમારે નિરાલંબ સુખ ઉત્પન્ન થાય, અવલંબન જોઈએ નહીં. જગત આખું ય, જીવમાત્ર પરસ્પર છે, એટલે એકબીજાનું અવલંબન જોઈએ. તેથી તો આ લોકોએ લગ્નની શોધખોળ કરેલી કે લગ્ન કરો પછી સામસામી અવલંબન મળી રહે !