________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૨૩
ના હોય તો ય તે અબ્રહ્મચર્યના સાગરમાં પોતે બ્રહ્મચર્ય રાખી શકે. એ જાગૃતિ કહેવાય. દેવતામાં હાથ ઘાલવો ને દઝાવું નહીં, એના જેવું જ્ઞાની પુરુષનું બ્રહ્મચર્ય કહેવાય. આ ત્યાગીઓનું બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. ખરી રીતે તો ભગવાને એ જ કહ્યું છે કે બધું ભાવનાનું જ ફળ છે. પણ છેવટે જાગૃતિ તો જોઈશે જ ! જાગૃત થયા વગર ચાલે નહીં.
પોતે ભોગવે કે ભોકતા !
જયાં કોઈ પણ ઊપરી નથી, જયાં કોઈ પણ અંડરહેન્ડ નથી, એનું નામ મોક્ષ. જયાં કોઈ પણ જાતની ખરાબ ઇફેક્ટ નથી, પરમાનંદ, નિરંતર પરમાનંદ, સનાતન સુખમાં રહેવું, એનું નામ મોક્ષ. આને તો સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે હું આખા હિન્દુસ્તાનનો રાજા છું, તો આપણે ના સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે ? એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે ? સુખ તો મહીં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ હાડકાંને ચૂસે છે, તે તમે જોયેલું ? હાડકાં ઉપર થોડુંઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસચૂસ કરે છે ? પછી ખૂબ દબાવેને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય. તે શું થાય કે એના પિઢિયાં દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે હાડકાંમાંથી નીકળ્યું. એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકાં જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે.
બોલો, હવે કેટલી બધી મુશ્કેલી છે !! એવી રીતે જગત આખું વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. કૂતરાની પેઠ વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. તે કેમ કરીને એ સુખ જડે ? સાચી વસ્તુ હોય તેમાંથી સુખ જડે. આ તો બધુ કલ્પિત સુખ છે, આરોપિત સુખ છે. તાપમાં બહુ થાકેલા માણસને બાવળિયા નીચે છાયડામાં બેસેને, તો કહેશે, મને બહુ જ આનંદ આવ્યો’તો. એટલે વિષય સુખ એ બધો એવો આનંદ છે. આનંદ નિરુપાધિ
૧૨૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પદનો જોઈએ. આ બધા આનંદ અપેક્ષાએ છે. માણસ થાકેલો હોય, તાપમાં બહુ તપેલો હોય, તે પછી એને કહીએ બાવળિયા નીચે ફાવશે ? તો કહેશે બહુ સરસ ફાવશે. હવે આ આનંદને આનંદ કહેવાય જ કેમ ?
લોકોએ વિષયમાં સુખ માન્યું છે. એવું પોતે ય આમાં સુખ માન્યું છે. એમાં બિલકુલે ય સુખ માનવા જેવું નથી. જ્ઞાનીની સંજ્ઞાથી જુએ તો એમાં તદન દુઃખ છે. એટલે એની તો વાત જ નથી કરવા જેવી, એની વાત કરે તો ય માણસ વૈરાગ લઈ લે. ‘જ્ઞાની પુરુષ’ની પાસે જો કદી આ બ્રહ્મચર્ય સંબંધી વાત સાંભળે તો વૈરાગ લઈ લે. વિષયનું સંપૂર્ણ પ્રમાણે વર્ણન કરવામાં આવે તો માણસ સાંભળતા ગાંડો થઈ જાય, એટલું બધું એ જોખમ છે. જેને આંતરિક સુખ હોય તે અબ્રહ્મચર્ય કરે જ નહીં. આ તો આંતરિક દુ:ખને લઈને અબ્રહ્મચર્ય કરે છે.
જગતના લોકોએ કહ્યું, ‘પરસ્પર દેવો ભવઃ’ અલ્યા, પણ કયાં સુધી પરસ્પર ? એટલે નિરાલંબ જે સુખ છે, તે ય વાત જ જુદી ને !! અરે, શુદ્ધાત્માનું સુખ છે, તે ય વાત જ જુદી ને !! ‘હું શુદ્ધાત્મા છું’ કહ્યું કે બહારનો વિચાર બધો ખરી પડે. જેને ‘શુદ્ધાત્મામાં જ સુખ છે' એવું યથાર્થપણે સમજાઈ જાય, તેને વિષયમાં સુખ ના રહે.
પુણ્યથી ઇન્દ્રિયોનાં સુખ બધાં ભેગાં થાય. એમાં પછી કપટ ઊભું થાય, ભોગવવાની લાલસા માટે કપટ ઊભું થાય ને કપટથી સંસાર ઊભો રહ્યો છે. જયાં સુધી વિષય છે, ત્યાં સુધી આ આત્મસુખ અને આ પૌદ્ગલિક સુખ એ ભેદ સમજવા નહીં દે.
વિષય-રસ ગારવતા !
જગત આખું ગારવતામાં રે, પ્રભુ રહ્યું છે ફસી ?' હવે આપણા લોકો ગારવતા શેને કહે છે ? પ્રશ્નકર્તા : અહંકારરૂપી ગારવતા ?
દાદાશ્રી : એ ગારવતા ના કહેવાય. અહંકારવાળો તો, હિટલર જેવાં ય કર્મ કરે અને ધર્માદાનાં બધાં ઊંચાં કામ ય કરે. પણ આ ગારવતા