________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૨૫ એટલે શું કે જયાં આખા મનુષ્યપણાનો બધો ટાઈમ જ નિરર્થક ખોઈ નાખવો. એ ગારવતા તમે નહીં જોયેલી ?
ગારવતા એટલે શું કે કોઈ મિલ આગળ રસ્તા પાસે તળાવ જેવું ખાબડું પડયું હોય ને, તેમાં પાણી ભરાઈ રહેવાનું. એ ગંદવાડાવાળું પાણી પછી નર્યું ગંધાયા કરે. આ પાણી આમ કાયમ ભરાઈ રહેવાનું, એટલે પાણીની મહીં આટલો આટલો બબ્બે, ત્રણ ત્રણ ફૂટનો કાદવ હોય. તો ઉનાળાને દહાડે ભેંસ શું કરે ? ભેંસનો સ્વભાવ બહુ ગરમ, તે એનાથી આ બપોરની ગરમી સહન થાય નહીં. એટલે પછી આ ખાબડું જુએ એટલે ત્યાં મહીં પેસી અને ધબ્ધ કરીને બેસે. બેસે તેની સાથે બધો કાદવ એના આખા શરીરે ફરી વળે. પછી એ ભેંસ શું કરે કે એનું મોટું એકલું પાણીની બહાર રાખે અને આ કાદવથી ભરેલું એમાં આખું શરીર ગરકી જાય એવું રાખે. તે આ કાદવની મહીં એને ફ્રીઝ જેવું લાગ્યા કરે. હવે એમાં, ગંધની તો એને સમજણ જ નથી. આમ સારી-ખોટી એને સમજણ તો ખરી જ, પણ એને ગંધની કંઈ પડેલી નથી. એ તો બસ, કાદવની ઠંડકની મહીંથી ખસે જ નહીં. હવે ધણીને બપોરે ત્રણ વાગે જરૂર હોય, એટલે ધણી છે તે આવીને કહે કે, “લે, લે, આવ.’ પણ તે ના આવે. પછી ઘાસનો પૂળો લાવ્યો. એ ધરે તો ય ભેંસ આમ કાન હલાવીને જુએ ખરી, પણ પાછું કશું ય નહીં. આવું ફ્રીઝ મૂકીને એ કંઈ બહાર આવતી હશે ? પછી પેલો ધણી સમજી જાય કે આને લાલચ કંઈ મૂકો તો આવશે. નહીં તો નહીં આવે, એને ઠંડક થઈ ગઈ છે એટલે હવે એ ઊઠે નહીં. એટલે પેલો કપાસિયાનો ટોપલો લઈ આવે, બીજું બધું નાખેલું હોય ને ભેંસને દેખાડીને કહેશે કે, ‘લે, લે, લે.' પેલી આમ જુએ તો ય એને ટોપલાની કશી પડેલી જ નથી. આવી ફ્રીઝની ઠંડક એને કયાં મળે ?!
એવું આ, જગતના લોકો વિષયોની ફ્રીઝ જેવી ઠંડકમાં પડી રહ્યા છે. વિષયરૂપી ગારવતા છે, તેમાં પડી રહ્યા છે. એ કાદવ નર્યો ગંધાય છે, પેલો સારું ખાવાનું ટોપલામાં ધરે છે તો ય એને ત્યાં આગળ આ ખાવાનું નથી ગમતું. આ ગારવામાં આખું જગત ફસાયું છે. ભલે ફસાયા હોય, ફસાયા તેનો સવાલ નથી. કેટલી મુદત માટે ફસાયા તેનો ય સવાલ નથી, પણ આજથી નક્કી તો કરવું જોઈએ ને ? કે હવે આ ના જોઈએ
૧૨૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કયારે ય પણ. એના વિરોધી તો કાયમ રહેવું જોઈએ ને ? નહીં તો જો, બે એકમત થઈ ગયું. અંદર-બહાર એકમત થઈ ગયું કે ખલાસ થઈ ગયું. તમારે કેટલું એકમત થાય છે ? કે જુદું રહે છે ?
પ્રશ્નકર્તા : જુદું રહે છે.
દાદાશ્રી : કાયમ ? મને નથી લાગતું કે આ શુરવીરો (!) જુદા રહે એવા છે ! આ શુરવીરોનાં તે ગજા શાં ?! જેને જાગૃતિ મંદ થયેલી છે !! નહીં તો વિષય તો ઊભો જ ના થાય ને ! અને થાય તો વખતે પૂર્વ પ્રયોગ હોય તો. પણ ત્યારે પોતાની દ્રષ્ટિ મીઠાશવાળી ના હોય, નરી કંટાળેલી દ્રષ્ટિ હોય ! જેમ ના ભાવતું ખાય છે ને, ત્યારે એનું મોટું કેવું હોય ? ખુશમાં હોય ? મોટું પણ ઊતરી ગયેલું હોય ને ! પણ ખાધા વગર છૂટકો નથી, ભૂખના માર્યા ખાવું પડે છે. એટલે ના ભાવતું છે એને !
જગત એવી ગારવતામાં પડી રહેલું છે. છતાં ય પૂર્વ પ્રયોગી હોય, તો બંધાયેલા છે, ત્યાં છૂટકો જ નથી. પણ તો ય એના તરફ નિરંતર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ અને મનમાં એમ થયા કરે કે આ મને કયાં ભેગું થયું પાછું ? એવી જાગૃતિ જ કયાં છે તે ? બધી ડલનેસ છે !
ગારવતામાં ફસી રહ્યું છે, તે શી રીતે નીકળે ? પરાણે ખાવું પડે તે મોટું ખુશમાં હોય કે ? પણ આ તો ઊતરી ગયેલાં મોઢાં જ નથી હોતા. જાણે બધા બગીચામાં ફરવા નીકળ્યા હોય એવાં તો મોઢાં દેખાય છે ! નહીં તો અમારા શબ્દો નોંધીને જો એ પ્રમાણે ચાલે ને, તો પાછલા દોષ બધા નીકળી જાય. બાકી પુર્વ પ્રયોગ તો છે જ, એમાં અમારાથી ના કહેવાય નહીં ને ! આ ખાવું પડે એ પૂર્વ પ્રયોગના આધારે. પણ આપણે મોટું ઊતરી ગયેલું હોવું જોઈએ. પેલો કહે કે “જમવા બેસો. ત્યારે પોતે પરાણે, ખેંચાતા મને જમવા બેસે. એવું ખેંચાતા મને કોઈ દહાડો ય ખાધેલું ખરું ? એમાં બહુ મજા આવે ? એટલે આનો કાયદો જો સમજે કે આની ઉપર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ. પણ આ તો તલાવડી દીઠી કે ભેંસ ખુશ ! ફ્રીઝ આવ્યું ! હવે શું થાય અને તે ?!
એટલે આ બધું ગારવતામાં ફસાઈ ગયેલું છે, તેથી પ્રભુને વિનંતી કરે