________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૨૧ બગડે, બીજું કશું નહીં, પણ આરોગ્ય બધું ખલાસ થઈ જાય !
પ્રશ્નકર્તા : સેક્સ ન દબાવવો જોઈએ નહીં તો રોગ થાય છે.
દાદાશ્રી : રોગ થાય છે, વાત સાચી છે. એ દબાવવાનું એવું નહીં. ઉપવાસ રાજીખુશીથી કરવા માટે વાંધો નથી, ભૂખને દબાવવાનો વાંધો છે. હઠાગ્રહ કરવાનો વાંધો છે.
પ્રશ્નકર્તા : તો અબ્રહ્મચર્ય એ ય નેચરના કાયદાની વિરુદ્ધ છે ને ?
દાદાશ્રી : અબ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ નથી. અબ્રહ્મચર્યની નોર્માલિટી જોઈએ પાછી. અબ્રહ્મચર્યની નોર્માલિટી ચૂકે પછી નેચરની વિરુદ્ધ કહેવાય. અબ્રહ્મચર્યની નોર્માલિટી કોને કહેવાય ? એક પત્નીવ્રત હોવું જોઈએ. વળી એનું પ્રમાણ પાછું કેવું હોવું જોઈએ કે મહિનામાં આઠ દહાડા કે ચાર દહાડા, એ એનું પ્રમાણ. પછી તમને ફળ તરત મળે. નેચર તમારી સામી ના થાય.
પ્રશ્નકર્તા: નેચરની વિરુદ્ધ ગયાનો દાખલો આપો ને ?
દાદાશ્રી : આ રસની કેરી આપણે ખાઈએ છીએ, તે નેચરલ છે. પણ જો પ્રમાણમાં વધારે ખવાઈ જાય તો તે અન્નેચરલ છે. ના ખાવ તો તે ય અન્નેચરલ છે !!! પ્રમાણથી વધારે ખાવ તો એ બધું પોઈઝન છે. એનું પ્રમાણ સચવાવું જોઈએ. નેચર પ્રમાણને સાચવવા માગે છે.
પ્રશ્નકર્તા : પશુઓને તો કુદરતી હેલ્પ છે ને ?
દાદાશ્રી : ના, એમનું ચલણ જ કુદરતી છે. એમનું પોતાનું ચલણ જ નથી. આ તો આપણા લોકોને આ કશું ભાન નથી. આ કળિયુગના માણસો કરતાં જાનવરો ય સારાં હોય કે નિયમમાં રહે છે. કળિયુગના માણસોને નિયમ જ નહીં ને !
પ્રશ્નકર્તા : એવું કેમ થયું કે જાનવરો નિયમમાં અને મનુષ્યો નિયમમાં નહીં ?
દાદાશ્રી : જાનવરોને તો કુદરતી ખરું ને ! એટલે નિયમમાં જ
૧૨૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હોય. આ મનુષ્યો એકલાં જ બુદ્ધિશાળી. એટલે એમણે જ બધી આ શોધખોળ કરેલી. પછી અત્તરો ચોપડે, સુગંધી લઈને દુગંધીને ટાળે. પણ દુગંધ તે એમ કંઈ જતી હશે ? આ જાનવરો ય દુષ્યારિત્રવાળા નથી હોતાં. જાનવરો ય ચારિત્રવાળા હોય છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : જાનવરોને તો અમુક જ સીઝનમાં વિષય હોય અને આ મનુષ્યોને તો સીઝન-બીઝનનું ઠેકાણું જ નહીં. જાનવરો કરતાં ય મનુષ્યો ભૂંડા છે, જાનવરોમાં તો કશો અવગુણ છે જ નહીં. બધા અવગુણોનું ખોળિયું હોય તો આ મનુષ્યો. ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્રના આધારે તો મનુષ્ય પણ દેવ કહેવાય છે. લોક કહે છે ને, કે આ દેવ જેવા માણસ છે ?!
જ્ઞાતીઓ'તું બ્રહ્મચર્ય ! પ્રશ્નકર્તા ઃ તો બ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ થયું ને ? દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય તો નેચરની વિરુદ્ધ જ છે ને !
પ્રશ્નકર્તા : તો પછી જગતમાં બ્રહ્મચર્ય લે છે, અપાય છે, તે શા માટે ?
દાદાશ્રી : એ તો પૂર્વ ભવે ભાવ કરેલા, તેનું ફળ છે. પ્રશ્નકર્તા : એ શી રીતે ખબર પડે કે આપણે પૂર્વે ભાવ કરેલા છે ?
દાદાશ્રી : એ તો કો'ક જ માણસ હોય, કરોડોમાં એકાદ જણ હોય, બહુ હોય નહીં ને ! આ સાધુ-મહારાજોને શાથી વૈરાગ આવતો હશે ?
પ્રશ્નકર્તા : પૂર્વે ભાવેલું હોય ત્યારે.
દાદાશ્રી : એટલે અમે શું કહેવા માંગીએ છીએ કે કરાંજીને બ્રહ્મચર્ય ના પાળીશ. બ્રહ્મચર્યની ભાવના ભાવો, બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. બાકી આ સાધુ બ્રહ્મચર્ય પાળે છે, એ ભાવનાનાં ફળરૂપે છે. એમાં એની જાગૃતિ ના ગણાય. જાગૃતિ તો, જ્ઞાની પુરુષોએ પૂર્વે ભાવના ભાવી