________________
૧૨૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય ચાલુ હોય અને બીજી બાજુ જ્ઞાની પુરુષને ગમે તેટલો દેહ અર્પણ કર્યો હોય, પણ સ્ત્રીના દેહ પર રાગ છે એટલે પોતાના દેહ પર પણ એટલો જ રાગ છે, એટલે એટલી અર્પણતા કાચી જ રહે. મધર, ફાધર, ભાઈ, બહેન પરના રાગને અમે રાગ નથી કહેતા. કારણ કે રાગમાં એવો તન્મયાકાર થતો નથી. જ્યારે સ્ત્રી વિષયમાં તો એટલો બધો તન્મયાકાર થઈ જાય છે. એટલે મહીંથી એટલો બધો ખોવાઈ ગયેલો હોય કે હલાવો તો ય ખબર ના પડે.
બાકી સાચું બ્રહ્મચર્ય એટલે આત્મચર્યામાં જ આપણો ઉપયોગ અને પગલ-વિષયચર્યામાં ઉપયોગ નહીં. એટલે કેવળ આત્મરમણતા, પુદ્ગલ રમણતા નહીં. બીજી પુદ્ગલરમણતા એટલી બાધક નથી પણ વિષય પુદ્ગલરમણતા તો ઠેઠ આત્માનો અનુભવ પણ કરવા દેતું નથી.
પ્રશ્નકર્તા : ફિલોસોફરો એમ કહે છે કે સેક્સને દબાવવાથી વિકૃત બને છે. સેક્સ આરોગ્ય માટે જરૂરી છે.
[૮] બ્રહ્મચર્યની કિંમત સ્પષ્ટ વેદત આત્મસુખ
અક્રમમાર્ગમાં બ્રહ્મચર્યનું સ્થાન કેટલું? પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્યની આવશ્યકતા ખરી કે નહીં ?
દાદાશ્રી : બ્રહ્મચર્યની આવશ્યકતા તો જે પાળી શકે, તેને માટે ખરી ને ના પાળી શકે, તેને માટે નહીં. જો આવશ્યકતા જ હોય તો તો બ્રહ્મચર્ય ના પાળનારા માણસોને આખી રાત ઊંઘ જ ના આવે, કે આ તો હવે આપણો મોક્ષ જતો રહેશે. અબ્રહ્મચર્યને ખોટું છે, એવું જાણે તો ય બહુ થઈ ગયું.
એવું છે ને, આ વાતનો ખુલાસો આજે કહી દીધો. બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્યમાં આવશ્યક શું છે ? એનું રૂટ કૉઝ શું છે ? એ કોઈને જડે નહીં એવી વસ્તુ છે. તે આ રૂટ કૉઝ મેં તમને કહી દીધું. આ રૂટ કૉઝ જે છે, એ મૌલિક કહેવાય.
પ્રશ્નકર્તા : બૌદ્ધિક વિષયોની રમણતા તો રહે જ ને ? દાદાશ્રી : અમે સ્ત્રીસંબંધી રમણતાનો વાંધો ઉઠાવીએ છીએ.
દાદાશ્રી : એની વાત સાચી છે, પણ અજ્ઞાનીને સેક્સની જરૂર છે. નહીં તો શરીર ઉપર આઘાત પડશે. જે બ્રહ્મચર્યની વાતને સમજે છે, તેને સેક્સની જરૂર નથી અને અજ્ઞાની માણસને જો કદી આ બાંધીએ તો શરીર તૂટી જાય, ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ જેને સમકિત નથી, એને પણ બ્રહ્મચર્યનું જો મહત્વ સમજતો હોય તો વાંધો નહીં ને ?
દાદાશ્રી : એ બ્રહ્મચર્યનું મહત્વ જ્ઞાની સિવાય કે શાસ્ત્રના કોઈ આધાર સિવાય સમજી શકે જ નહીં.
પ્રશ્નકર્તા: તો આ બધા સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે એ ?
દાદાશ્રી : ત્યાં એને શાસ્ત્રનો આધાર છે. એ કોઈ પણ આધાર હોવો જોઈએ. એટલે આ બહારના લોકોને જો કદી એવું કરવા જાય, દબાવવાથી તો વિકૃત થાય. એ બ્રહ્મચર્ય હિતકારી છે - કેવી રીતે, કઈ દ્રષ્ટિએ, એ પૂરું સંપૂર્ણ સમજી લેવું પડે. નહીં કે એનો અર્થ દબાવવાનો. નહીં તો આરોગ્ય