________________
૧૧૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ત્યાં સુધી વિચાર આવે. પશુપણું ગયું કે વિચાર જતો રહ્યો. બ્રહ્મચર્ય તો, જ્યાં જુઓ ત્યાં એને બ્રહ્મચર્ય હોય. વિષય સંબંધી વિચાર જ ના આવે.
બ્રહ્મચર્યમાં આવ્યો એટલે દેવસ્થિતિમાં આવ્યો. મનુષ્યમાં દેવ ! કારણ કે પાશવતા ગઈ. એ પછી પાશવતા જાય એટલે દેવ જેવી સ્થિતિ ઊભી થાય. જ્યાં સુધી બ્રહ્મચર્ય આવ્યું નથી ત્યાં સુધી પાશવતા છે. નાના પ્રકારની, મનુષ્યમાં જ પાશવતા. વિષય ગયો તો શીલવાન કહેવાય.
એટલે આ વ્યવસ્થા કરેલી, પણ તેનો આ અર્થ બધો બગડી ગયો. જો એક જ પુત્રદાન આપ્યું હોય, એનો જે પ્રેમ છે, તે આખી જીંદગી સુધી ટકે. અપડાઉન થયા સિવાયનો !
અને આ ય લોકોને એક બાબો ને બેબી, બે જ હોય છે. પણ આ લોકો તો ઓપરેશન નામનું એક થીયેટર ખોલી કાઢ્યું છે. તે થીયેટરમાં જ રમ્યા કરે છે એટલે ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં. મિત્રાચારી. બાબા-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ કાયમનું. હવે કાયમનામાં શું થાય ભાંજગડ ? કે એકને ભૂખ લાગી છે ને એકને નથી લાગી. હવે નથી લાગી કહે છે કે મારે નહીં ફાવે. પેલો કહે, મારે ભૂખ લાગી છે. માર ઠોકાઠોક, એની આ લઢવાડો છે બધી. નહીં તો આખી જિંદગી મિત્રાચારીમાં એવું સુંદર રહે. એકબીજાને સિન્સીયર રહે. આખો દહાડો કકળાટ નહીં, કચકચ નહીં. આ કચકચ વિષયને લીધે છે.