________________
૧૧૭
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એટલે બીચારાં એનો કાળ આવે છે એટલા પૂરતો જ છે તે ઉશ્કેરાટ અનુભવે, એને તે ય કુદરતની પ્રેરણાથી પાછું, એ પોતાની પ્રેરણા હોય જ નહીં !
૧૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પાશવતાની જ. પશુમાં નથી હોતું, તે માણસની લીલા જોઈને અજાયબી જ થાય ને !
દક્ષિણમાં આંબા છે બારમાસી કેરીઓના, કેરાલામાં. તે બાર મહિના, એક આ ડાળ છે તે આ મહિનામાં, આ ડાળ આ મહિનામાં, આ ડાળ આ મહિનામાં કેરી આપ્યા કરે. એવું આ લોકોએ બારમાસી છે ને અબ્રહ્મચર્યમાં ! પશુઓ જેવો મહિના પૂરતા છે કે પંદર દહાડા પૂરતા !?
પ્રશ્નકર્તા : આનો વિચાર જ કોઈએ કર્યો નથી.
દાદાશ્રી : ભાન જ નથી એ વસ્તુનો. છતાં પ્રકૃતિ બંધાયેલી હોય તો લગ્ન કરવું અને લગ્ન પછી ય મહિનામાં બે-ત્રણ વખત હોય.
આટલો જ ટાઈમ, ઋષિમુનિઓ જેવું હોવું જોઈએ. પછી આખી જિંદગી મિત્રાચારીથી રહે. એક પહેલાં શરૂઆતમાં લગ્ન થતાંની સાથે બેત્રણ વર્ષમાં જરા પરિચય રહે, તે ય પરિચય કેટલું ? મન્થલી કોર્સ પછી પાંચ જ દિવસ આખો મહિનામાં, તે પછી નહીં. દરેક મન્થલી કોર્સને, તેમાં એક-બે પુત્ર કે પુત્રી થઈ ગયાં. પછી કાયમ માટે બંધ. પછી એ દ્રષ્ટિ જ નહીં.
કેવાં હતા ઋષિમુનિઓ !!! પુત્રદાન તો આ અવશ્ય જરૂરિયાત છે, જેને મોહ હોય તેને. ખોટું નથી, ચીઢ રાખવા જેવી વસ્તુ નથી. પણ જે આમાં સુખ માની બેઠાં છે, એ એક પાશવતા છે. પશુ કોઈ દહાડો આમાં સુખ માનતા નથી. નહીં તો એમને ત્યાં ક્યાં પોલીસવાળા છે કે કોઈ બાધક છે ?! કોઈ ના પાડે છે? પણ છે કંઈ એને કશું ભાંજગડ ? જોડે હરે-ફરે, પણ ભાંજગડ નથી ને ? આ તો મનુષ્યમાં આવ્યા ને જંગલી રહ્યા. હિન્દુસ્તાનમાં તે આવાં પાશવી કર્મ હોતા હશે ? કેવા ઋષિમુનીઓનો દેશ ! આખી જિંન્દગીમાં એક પ્રજા આપે, તે ય ભીક્ષા આપે, પત્ની ભીક્ષા માંગે ને એ આપે બસ. એટલી એક જ પ્રજા ! જુવો, એમની દશા તો જુઓ ! રાત-દા'ડો એ જ વિચાર આવ્યા કરે ! ઋષિમુનીઓ કેવાં હશે ? ડાહ્યાં નહીં હોય ? એમને વિષય ગમતો નહીં હોય ? વિષય તો જાનવરોને ગમતો નથી.
વિષય-વિકાર તો જાનવરોમાં ખરો. એ પછી ભ્રાંતિ નથી, એ કાયદેસરનો. એનો ટાઈમ થાય ત્યારે જ. બાકી આ મનુષ્ય તો જાનવર કરતાં ભૂંડા. એ રોજનું એને ધમાલ જ આ. દાનત જ આની આ. હવે વિષયવિકાર એટલે શું છે ? કે જે વિષયથી છોકરાં ઉત્પન્ન ના થાય. એ વિષય સંડાસ કહેવાય છે.
બ્રહ્મચારી એટલે મનુષ્યમાં દેવ જ ! પ્રશ્નકર્તા : તે એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી ?
દાદાશ્રી : તમારે મુક્તિ કરવી હોય તો હું કરી આપીશ. પણ બીજા લોકોને માટે તો કુદરત તૈયારી કરી રહી છે. એ વાળ્યા ન વળે ને, એ શેનાથી વળે ? તે હાર્યા વળશે. એ સાંધા તોડી નાખશે. કુદરત તો થોડો વખતમાં એવા સાંધા તોડી નાખશે, અહીં જો મારા વાળ્યા વળ્યા તો ઠીક છે, નહીં તો સાંધા તોડનારા તો છે જ તૈયાર પાછળ.
આ બ્રહ્મચર્યની કિંમત હશે ખરી ? અબ્રહ્મચર્ય એ શું ગુનો છે, એ લોકોના ખ્યાલમાં જ નથી. અને હું કંઈ બાવા થવાનું નથી કહેતો. સંસારી થઈને બ્રહ્મચર્ય પાળો. અને સંસારી થઈને જે બ્રહ્મચર્ય નથી પાળતા એ પાશવતા જ છે, ઉઘાડી ખુલ્લી પાશવતા છે, ઓપન પાશવતા !
આ તો ખાલી રોંગ માન્યતાથી જ આ બધું પેસી ગયું છે. બાકી, એક-બે બાળકની જ આશાઓ રાખે એટલાં જ પૂરતું જ છે આ. નહીં તો વિષય મનુષ્યમાં ના હોય તે ય ઊંચી નાતોમાં. હલકી નાતમાં હોય, જ્યાં મહેનત-મજૂરી કરવાની છે, જ્યાં ત્રાસ છે, ત્યાં હોય. ઊંચી નાતમાં તો સંયમ હોવો જોઈએ.
વિષયનો વિચાર જ ના આવવો જોઈએ. જ્યાં સુધી પાશવતા છે ત્યાં સુધી વિષયના વિચાર આવ્યા વગર રહે નહીં. મનુષ્યમાં પશુપણું છે,