________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૫ ને ?! બીજા કશામાં જાનવર નથી થતો, દારૂમાં ય એ જાનવર નથી થતો.
છતાં સ્ત્રી ઉપર તિરસ્કાર કરવાનો નથી, સ્ત્રીનો દોષ નથી, આ તો તમારી વાસનાઓનો દોષ છે. સ્ત્રી ઉપર તિરસ્કાર કરાય નહીં. સ્ત્રી તો દેવીઓ છે. વિષય ઉપર તિરસ્કાર નથી, વાસના ઉપર તિરસ્કાર છે અને આ વાસના દેખાદેખીથી છે પાછી !
પ્રશ્નકર્તા : પશ તો ભોગ પ્રધાન છે એટલે કરે છે, પણ માણસ તો વિચાર કરનારો છે, તો પણ આ સ્થિતિ છે !
૧૧૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સરકાર શું કહે છે, ખસી કરો ?
પ્રશ્નકર્તા : હા, કરો અને જાતે જઈને લોકો કરાવે છે.
દાદાશ્રી : સરકાર કહે છે એક, દો ને ત્રણ, એક-બે અમે, બીજું બધું ખસી ! આપણે શું કહીએ છીએ, ભઈ ચાર છોકરા થાય તો ય પણ ફરી આ બ્રહ્મચર્ય પાળને અને સંસારમાં સ્ત્રી સાથે રહું તો ય બ્રહ્મચર્ય. એટલે શું ? કે મહિનામાં ચાર દહાડા કે પાંચ દહાડા ઠીક છે, તે બાર મહિને બાર પચા સાંઠ દિવસ થાય. પણ આ તો સવાર થઈ, સાંજ થઈ, ધંધો જ આ. તે બીબી ચઢી વાગે પછી. બીબી બા કહેવડાવે કેટલાંક લોકોને. પેલા માંગણી કરે, વિષયની ભીખ માંગે છે આ હિન્દુસ્તાનના લોકો, ઋષિમુનિઓના પુત્રો, શરમ આવે એવી ચીજ છે. વિષયની ભીખ માંગે છે, તમને નથી લાગતું ? આ શરમ ભર્યું લાગતું નથી ?! પ્રશ્નકર્તા શરમ ભર્યું છે જ.
બુદ્ધિશાળી પણ બૈરી આગળ બધું ! દાદાશ્રી : અને આ તો રોજ ઝઘડે મૂઆ. રોજ વિષયમાં, જાણે કૂતરું થઈ ગયું અને કેટલાંક તો માંગણી કરે છે, બીબી તમે મને આપો આ. અલ્યા મૂઆ, બીબી પાસે માંગણી કરી ?! તે આ કેવી શોધખોળ કરી ? જુઓને, આ જાનવરપણા થઈ ગયા છે. બિલકુલ મોટા મોટા ઓફિસરો. તે બધું જાનવરપણું થઈ ગયું છે. આવું શોભે આપણને અને વિષય કરતી વખતે કોઈ માણસ, હમણે મોટો સાહેબ વિષય કરતા હોય, તે ઘડીએ ફોટો લે તો, ફોટો કેવો દેખાય ? મોટા સાહેબને દેખાડીએ તો ?
પ્રશ્નકર્તા : ધૃણા આવે એવો.
દાદાશ્રી : તો પછી આવી શરમ નથી આવતી. પોતાનો ફોટો ના દેખાય આપણને કે મારું સાલું આ. હું કૂતરા જેવો છું કે ગધેડા જેવો છું ?! એવી શરમ ના આવે પોતાને ?
આમ પર્સનાલિટીવાળો ઓફિસર હોય, બહાર બધા થા, થા, થે, થે કરતા હોય, પણ વિષય ભોગવતી વખતે તો એ જાનવર જ થઈ જાય
દાદાશ્રી : પણ પશુના જેવાં ય ગુણ નથી રહ્યા, પશુ તો નિયમમાં હોય. કુદરતના જ્યારે સંજોગ બાઝે છે, ત્યારે પશુમાં પાશવતા ઉત્પન્ન થાય છે. પણ આ મનુષ્યને તો રોજની પાશવતા છે. મનુષ્યને મનુષ્યપણું જ ક્યાં રહ્યું છે ? અને પશુમાં તો દગો-ફટકો કશું નહીં ને, આ તો નિરંતર દગા-ફટકામાં જ સપડાવાનું, નિરંતર દગો-ફટકો.
એ સ્ત્રી-પુરુષના ભોગ હતા, એ અમુક છે તે સત્યુગ-દ્વાપર, થોડો કાળ ત્રેતાનો ય ખરો, પછી ખલાસ થઈ ગયા છે, સિયારિટી ગોન.
પ્રશ્નકર્તા : એટલે એ કાળનો પ્રભાવ ? દાદાશ્રી : કાળનો પ્રભાવ. પ્રશ્નકર્તા : તો માણસ એમાં શું કરે પછી તો ? દાદાશ્રી : માણસ શું કરે, એટલે ?! એટલે માણસે સમજવું જોઈએ. પ્રશ્નકર્તા: એ સમજણની દ્રષ્ટિ ઉઘાડી આપનાર કો'ક જોઈએને ? દાદાશ્રી : જોઈએ.
વિષય સંબંધમાં કોઈએ વિચાર જ કર્યો નથી, લોક સંજ્ઞાથી. એ પછી એમાં શું શું દોષ છે, તે જોયા જ નથી કોઈ જગ્યાએ. દુનિયામાં કોઈ ચીજમાં દોષ ના હોય એટલો દોષ અબ્રહ્મચર્યમાં છે. પણ જો કે જાણતાં નથી એટલે શું થાય ? લોકસંજ્ઞા આની આ જ ચાલી છે,