________________
૧૦૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ચાલીએ એ ગુનો છે. કુદરતી પ્રવાહ છે. આ તો મહાત્માઓ પૂરતી વાત છે. આ સાપેક્ષ વાત છે. આ કંઈ નિરપેક્ષ વાત નથી. એ ડાહ્યા થઈ શકે એવા છે તેના પુરતી, બહાર તો વાત કહેવાય જ નહીંને ! આ તો દુનિયા કંઈ ફરવાની છે? દુનિયા તો એના રંગેરાગે જ ચાલ્યા કરવાની છે. ડબલ બેડ જ વેચાતું લાવે. હું બૂમ પાડું ને બહાર તો ગાંડા કહે, હું પાડું જ નહીં ને મને ગાંડા કહે એવું કહ્યું કે નહીં. ઊલ્ટો એ પૂછવા આવે કે આ ડબલ બેડ લાવીએ છીએ, એમાં આપને વાંધો ? તો કહું ના બા, મને કોઈ વાંધો નથી. શ્રી બેડ રાખો ને સાથે. વાંધો શો છે ?! એ તો જેને આ પ્રાપ્તિ થઈ છે, તેના માટે વાત છે.
આ બાબતમાં વિચાર્યું જ નથી ને ! આ કોઈએ કહ્યું નથી, આમાં તો ઠપકોએ નહીં આપ્યો કોઈએ, સમજણ જ પાડી નથી. ઊલ્ટી આને ઉત્તેજના આપ્યા કરી કે ડબલ બેડ જોઈએ. આમ જોઈએ, તેમ જોઈએ.
ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્ય ય નહીં. બ્રાહ્મણો ય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો? આપણે ત્યાં તો ઘરમાં જુદી રૂમ નહોતા આપતાં પહેલાં.
પહેલા તો કો'ક દહાડો વહુ ભેગી થઈ તે થઈ. નહીં તો રામ તારી માયા ! કુટુંબ મોટાં હોય એટલે સંયુક્ત કુટુંબ તે. અને અત્યારે તો રૂમ જુદી તે જુદી પણ બેડ પણ સ્વતંત્ર, ડબલ બેડ. આ તો બહુ ઝીણી વાત નીકળે છે.
સુવે ડેલામાં પતિ તે ઓરડામાં પત્ની ! પ્રશ્નકર્તા : આપનું વાક્ય નીકળેલુંને કે પુરુષ બૈરા જોડે સૂઈ ને આટલાં મોટા મરદ માણસ બૈરા જેવા થઈ જાય.
દાદાશ્રી : થઈ જાયને ! અલ્યા મૂઆ, એક પથારીમાં સૂવાતું હશે ! અલ્યા, કઈ જાતનું માણસ છે તે ?! એ સ્ત્રીની ય શક્તિ ઉડી જાય અને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૯ બીજી એની શક્તિ, બન્નેની શક્તિ ડિફોર્મ થઈ જાય છે. અમેરિકાવાળાને માટે બરોબર છે, પણ એમનું જોઈને આપણે ય લાવ્યા ડબલ બેડ, કિંગ બેડ !
ખરા પુરુષો કેવા હોય ! અમારા ગામની વાત કરું. બ્રહ્મચર્યની વાત નીકળી ત્યારે મને સારા-સારા માણસો ભેગા થયેલા, નાનપણથી જ એવા સંયોગો લઈને આવેલો. તે એક પુરુષ સિત્તેર વર્ષના દેખાવડા હતા. એમની યાદશક્તિ સુંદર, મોઢાં ઉપર નૂર કેટલું બધું. મેં કહ્યું, આ દેખાવડા શી રીતે હશે ? આમાં કંઈ જ્ઞાન-બાન હશે ? જ્ઞાની દેખાવડો હોય કે કાં તો બ્રહ્મચારી દેખાવડો થોડો હોય ! એટલે મેં કહ્યું, આ પાટીદારમાં કંઈ જ્ઞાન હોય નહીં, માટે આપણી બધી તપાસ કરો. કે શું કારણ છે આની પાછળ ? તે અમારા સગા થતા હતા. ને મારી સત્તર વર્ષની ઉંમર ! આ પટેલ આવા દેખાય છે. બીજા પટેલ બધા આવા દેખાય છે. આ પહેલમાં કંઈ અજાયબી છે. એનાં છોકરાં કંઈ રૂપાળા !
એક દા'ડો હું એમના ત્યાં ગયો. ત્યારે મેં કહ્યું, ‘કાકા, હું ઘેર જઈ આવું ?” એ ડેલામાં બેસી રહે. ઘરે ય ખરું ને, ડેલું ય ખરું બેસવાનું. બેઠકનો રૂમ, નવું જુદું. ત્યાં બસો-ત્રણસો ફૂટ છેટે ઘરથી. પછી, ‘બેસને, હવે અહીં ચા મંગાવું છું. તું બેસ અહીં, ચા મારી આવશે. તું ચા થોડી પીજે.' ત્યારે મને ગમ્યું. મારે એમની જોડે વાત કોઈ પણ રસ્તે કરવી'તી. એટલે પછી મેં કહ્યું, ‘કાકા ક્યાં સૂઈ જાવ છો તમે ?” ત્યારે કહે, “મારે અહીં સુઈ જવાનું.” મેં કહ્યું, ‘કેટલા વર્ષથી ?” ત્યારે, “જયારથી પૈણ્યો ત્યારથી અહીં.’ ‘હૈ', હું તો ચમક્યો. મેં કહ્યું, ‘આ શું !” ત્યારે હું વધારે ઊંડો ઉતર્યો. ‘કાકા, મને આમાં ઈન્ટરેસ્ટ છે. થોડી વાત કરોને. આ કાકી કોઈ દા'ડો અહીં આવે છે ?” ત્યારે કહે, “મહિનામાં બે દા'ડા બોલાવવાના, બસ.” મેં કહ્યું, આ હારો ચળકાટ ! આ અજવાળું શેનું ? ક્યાંથી લાયા ? તમે પાટીદાર જુઓ !” ત્યારે મેં કહ્યું, “શું કરો છો ?' ત્યારે કહે છે, “કોઈ દા'ડો એક પથારીમાં સૂઈ ગયો નથી અને પાંત્રીસ વર્ષથી વાનપ્રસ્થાશ્રમમાં જ છું. એક પથારીમાં જો બે જણ સૂએ તો બેઉ સ્ત્રીઓ થઈ ગઈ. એનો સંગ લાગ્યો અને સંગ મને લાગ્યો નથી ?” ધન્ય છે કાકા, આ ઉંમરમાં ! હું તો સજ્જડ થઈ ગયો. ત્યારથી મને એ ચેપ લાગી ગયો બધો. પછી પથારી જુદી સમજતો થયો. અને અત્યારે તો બાપ