________________
૧૦૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય લાવે છે. પેલો એમ જ જાણે કે મારે વારસામાં આટલું જ કરવા જેવું છે. મા-બાપને જ ભાન નથી બિચારાને. મા-બાપને જ કશું ભાન નથી, કેવી રીતે ચાલવું તે. એટલે છોકરો આનો કાયદો જ જાણતો નથી ને ! એ તો એમ જ જાણે, છોકરો નાનો હોય ત્યારથી જ એમ જાણે, ‘તારા પપ્પા
ક્યાં સુઈ જાય છે ?” ત્યારે કહે, ‘આ ડબલબેડવાળી રૂમમાં અને હું તો પેલી રૂમમાં સૂઈ જઉં છું.’ એ સમજે કે ડબલબેડ ચાલુ પહેલેથી છે !
પ્રશ્નકર્તા: આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૭ સાયન્સ હશે ? સાયન્ટિફિક કારણ છે આની પાછળ. વરસ દહાડો છૂટા રહીને પછી તમે એક પથારીમાં સુઈ જાવને, તો જે દહાડે એ બહારથી બહુ જ આખો દહાડો તપીને આવ્યો હોય ને, તે પસીનો સોઢશે તમને. અને આ બઈને ય પસીનો સોઢશે. ગંધ ઉત્પન્ન થશે. પેલી ગંધ ના ખબર પડે. નાક, આ ઇન્દ્રિય ખોવાઈ જાય. ડુંગરી રોજ ખાનારાને ડુંગરી છે, તે આખા ઘરમાં ભરેલી હોય તો ય એને ગંધ ના આવે. અને ડુંગરી ના ખાતો હોય, તેને અહીંથી બસો ફૂટ છે તે ડુંગરી હોય તો એને ગંધ આવે. એટલે આ સુઈ જાય એટલે નાકની ઇન્દ્રિય બધી ખલાસ થઈ જાય. નહીં તો જોડે સૂવાતું હશે ! આ ડુંગરીની વાત સમજણ પડી તમને ?
પ્રશ્નકર્તા : પડી ગઈ, બરાબર.
દાદાશ્રી : આવું જ્ઞાને ય મારે આપવાનું ?! તમારે બધાએ જાણવું જોઈએ આવું જ્ઞાન તો ! આ તો મારે કંઈ જણાવી આપવું પડે ?!
પ્રશ્નકર્તા : જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી એ આવરણ ખસે નહીં. ગમે એટલું જાણે તો ય. વચનબળથી જ ખસે બધાને.
ડબલ બેડે બેવડો વિષય !
દાદાશ્રી : એ બધી પ્રથાઓ ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહીં ને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરા-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે. તે ય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ?
દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો બીજો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. એ મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે.
સ્ત્રીસંગ છૂટે તે થાય ભગવાન ! એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા મનુષ્ય છોડેને, મનુષ્ય પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.
પ્રશ્નકર્તા: પંદર દહાડા બૈરાથી દૂર જતાં રહીએ તો બૈરાઓ પછી વહેમ ખાય અમારા ઉપર.
દાદાશ્રી : એ ગમે તે કહો, એ બધી વકીલાત કહેવાય. એ ગમે એટલી વકીલાત કરો તો ચાલે વકીલાતમાં, જીતો ખરા, પણ એક્કેક્ટ પુરાવા નથી એ.
અમે કહીએ છીએ, એકલાં જુદા રૂમમાં સૂઈ જવાનું, એમાં શું
દાદાશ્રી : અને એક પથારી તો કોઈ દહાડો ય અમે જોયેલી નહીં. અને અત્યારે તો આજના જમાનાના બધા ભણેલા લોકોએ, ડબલ બેડ લાવી આલો બાબાને. મેચક્કર, અત્યારથી આવું શીખવાડું છું ?! ડબલ બેડ હોતો હશે મૂઆ ?! એ તો વાઈલ્ડનેસ પેસી ગઈ. જે બ્રહ્મચારીઓનો દેશ, વાનપ્રસ્થાશ્રમને પૂજનારો દેશ ! ડબલ બેડનો અર્થ સમજી ગયાને તમે?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : પૈણાવતાં પહેલા ડબલ બેડ વેચાતું મંગાવે. બાપો મંગાવે એટલે પેલા છોકરા એમ જાણે કે આપણા બાપ-દાદા એમને લઈ આપતા હશે. એવું આપણને લઈ આપે. વારસાગતથી રિવાજ છે આ શું ? આ કેટલી બધી હિંસા ?! આ તો આપણા મહાત્માઓને કહેવાય, બહાર તો બોલાય નહીં. બહાર તો જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહના અવળા