________________
[9]
વિષય એ પાશવતા જ !
દસ વર્ષ સુધી તો દિગંબર !
પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહીં. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહીં. હોય, સેકડે પાંચસાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહીં. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં. રાંડેલી એટલે વર વગરનું ઘર એમ કહેવાય. અમે ચૌદ-પંદર વર્ષનાં થયાં, ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે દસ-અગિયાર વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા ! દસ વર્ષનાં હોય તો ય દિગંબર ફરતો હોય. દિગંબર એટલે સમજ્યા ?
પ્રશ્નકર્તા : હા, હા. ખ્યાલ આવી ગયો.
દાદાશ્રી : અને એ ઘડીએ મા કહે પણ ખરી, ‘રડ્યા, દિગંબર, લૂગડું પહેર, પયગંબર જેવો.’ દિગંબર એટલે દિશાઓ રૂપી લૂગડાં. એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહીં. તે વિષયની જાગૃતિ જ નહીં.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૫
પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ?
દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહીં. મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. પાછાં ડબલબેડ હોય છે ને ?
અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સ્ત્રી જોડે સૂવે નહીં. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો’ક અક્કલવાળાએ શોધખોળ કરી. તે ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા જતા રહ્યા. હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહીં લાગે.
મા બાપ જ કુસંસ્કારે વિષયમાં
અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતાં જ નહી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા ! તેને બદલે આ જો તો ખરાં !! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલબેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. એ બધું મેં જોયેલું આ.
એકંદર સારું છે, આ છોકરા બધા યુઝલેસ નીકળ્યાં છે ને ! સાવ જૂઠો માલ, તદ્દન જૂઠો માલ. પણ એમને કહ્યું હોય કે આ હોલમાં પચ્ચીસ જણ સૂઈ જાવ, તો તરત બધા સૂઈ જવાના. અને એને બાપ શીખવાડે કે જાવ, ડબલબેડ લઈ આવ. એટલે પાછું એવું ય શીખી જાય બિચારા. એમને એવું કંઈ નથી. આજ ડબલબેડ હોય તો તેવું, અહીં આગળ બીજે દહાડે આમે ય હોય. એવું કશું નથી. આ તો બાપ વાંકા છે, બરકત નથી. એવો ઊંધે રસ્તે ચઢાવે છે. કે મા-બાપો જ અત્યારે વ્યવસ્થા કરે છે. અઢાર વર્ષનો થાય એટલે કહેશે, એની રૂમ બાંધ્યા પછી છે તે પૈણાવીએ એને આપણે. અલ્યા, રૂમ બાંધીને જોગવાઈ કરી આપે છે. પાછો ડબલ પલંગ