________________
૧૦૩
૧૦૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : એટલે લાલચમાં સારા-નરસાનો વિવેક નહીં રહેતો હોય.
દાદાશ્રી : લાલચ તો, જાનવર જ કહી દો ને એને ! મનુષ્યરૂપે જાનવર જ ફર્યા કરે છે. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. પણ લાલચુ જ જેને કહેવામાં આવે છે, એને તો કંઈ જાનવર જ જોઈ લો ને, મનુષ્યરૂપે !
એક માણસને, કોઈ ખાવાની સરસ ઊંચી વસ્તુ લાવ્યા. હવે પેલા માણસને એ વસ્તુ બહુ જ ભાવે છે, તો એ લાલચ સારું બેસી રહે. બેત્રણ-ચાર કલાક બેસી રહે. થોડુંક એને આપીએ ત્યાર પછી જ એ જશે. પણ એ લાલચ હારું બેસી રહે છે અને જે અહંકારી છે એ તો કહે, ‘મેલ પૈડ તારી, એના કરતાં આપણાં ઘેર જવા દો ને !' એ લાલચુ ના હોય.
એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરા-ગધેડાને લાલચ હોય. પણ આપણને લાલચ કેમ હોય ? લાલચ તે હોતી હશે ?!
આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે ? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પીધેલું ના હોય ?!
પ્રશ્નકર્તા : એ તો કંપારી છૂટે કે આટલા બધા દુઃખો આ લોકો સહન કરે છે, આટલાં સુખને માટે !
દાદાશ્રી : એ જ લાલચ છે ને, આ વિષય ભોગવવાની ! પછી એ તો નર્કગતિનું દુઃખ ત્યાં ભોગવે છે, ત્યારે ખબર પડે કે શું સ્વાદ ચાખવાનો છે. આમાં !! ને વિષયની લાલચ એ તો જાનવર જ કહી દો ને ! વિષયમાં ધૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય. નહીં તો વિષય શી રીતે બંધ થાય ?
પ્રશ્નકર્તા : લાલચ હોય ત્યારે.
દાદાશ્રી : હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહીં તરત ફસાય. પાંજરાની મહીં ઢેબરું દેખ્યું કે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે ‘ક્યારે પેલું ? ક્યારે પેલું ?” પછી મહીં પેસી જાય એટલે પેલું ઓટોમેટિક વસાઈ જાય. મનુષ્યોને આ ‘ઓટોમેટિક’ આવડે બધું. એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખનું મૂળ લાલચ છે.
વિષયની લાલચ, કેવી હીત દશા ! પ્રશ્નકર્તા: હવે આ વિષયમાં સુખ લીધું, એના પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ બધું થાય ને ?
દાદાશ્રી : બધું આ વિષયમાંથી જ ઊભું થયું છે અને સુખ કશું ય નહીં પાછું. સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોટું હોય. જાણે દિવેલ