________________
૧O
૧૦૧
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : આ ઘર્ષણનું આપે પેલું કારણ કહ્યુંને, એટલે વિષય ના હોય તો અથડામણ જ ના હોત !
દાદાશ્રી : વિષય ના હોય ને માર્ગ મળ્યો, તે મોક્ષ થઈ જાય. નહીંતર માર્ગ ના મળ્યો તો એ ય રખડી મરે. વિષય ના હોય તો સરળ મોક્ષ પાછો. કશું અડચણ વગરનો !
પ્રશ્નકર્તા : એટલે સંસાર જ્યાંથી શરૂ થયો હોય, ત્યાંથી બંધ કરવો પડે તો બંધ થઈ જાય. વિષયમાંથી ઊભો થયો છે ને ?
દાદાશ્રી : સૂક્ષ્મ કારણ તો બીજાં છે, સ્થૂળ કારણ આ છે. પ્રશ્નકર્તા : આ ચૂળ કારણમાં જાય ? દાદાશ્રી : આ બંધ કરે તો દીવા જેવું થઈ જાય, ફર્સ્ટ કલાસ.
આવું કોઈએ હિન્દુસ્તાનમાં કહ્યું નથી હજુ, શીલ ઉપર તો બધાએ ઢાંકી દીધું છે. લોકોને આનો જ સ્વાદ છે. ટેસ્ટ જ આનો છે. જ્યાં અનેક જાતના ઝઘડા, વિગ્રહ ને સંઘર્ષ ઊભું થાય છે, ત્યાં જ આ જીવો ફસાય છે. ફસામણ છૂટે નહીં અને અનંત અવતારો થાય છે, કારણ કે વેર વાળ્યા જ કરે પછી, સ્ત્રી વેર વાળ્યા જ કરે. પુરુષ તો ભોળો બિચારો, ભગવાનનો આદમી ! આમનામાં ભલીવાર શું ?! પંજામાંથી છોડે નહીં ને પછી, એક ફેરો, કાબૂમાં આવી ગયો ખલાસ, એમાં સ્ત્રીઓને ય પણ નુકસાન તો થાયને કે ના થાય ?
વસુલે ભાઈસા'બ કરાવીને એક બહેને તો મને કહ્યું હતું ‘પૈણી ત્યારે એ બહુ લોંટ (જબરા) હતા.’ કહ્યું, ‘હવે ?” ત્યારે કહે, ‘દાદા, તમે બધું સ્ત્રી-ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો ?” મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહ્યું, ભઈસા'બ કહો.” એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલાં એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
તેથી હું લોકોને પૂછું, ઘેર આવી ભાંજગડ નથીને ? ના દાદા, એવું નથી. હોય તો, એ મને કહેજે, હં, પાંસરી કરી નાખીએ. એક મહિનામાં તો પાંસરી કરી નાખું.
પ્રશ્નકર્તા : તો એવી લાલચોનું કારણ શું ? કઈ રીતે આ લાલચો આવે છે ?
દાદાશ્રી : જેમાં ને તેમાંથી સુખ પ્રાપ્ત કરવું, ને જેનું ને તેનું પડાવી લેવું. એટલે પછી ‘લૉ’-કાયદો કે કશું નહીં અને તે લોકનિંદ્ય હોય તો ય કશી પડેલી ના હોય. અને તે લોકનિંદ્ય જ હોય આ બધું. એટલે પછી લાલચ આવાં કામ કરાવે, માણસને માણસ જાતમાં ના રાખે.
લાલચ તો ધ્યેય ચૂકાવે ! કૂતરાને એક પૂરી દેખાડી ને, એમાં તો એની બધી ‘ફેમીલી’ને પણ ભૂલી જાય. છોકરાં, કુરકુરિયાં, બધાયને ભૂલી જાય અને આખું પોતાનું સ્થાન છે, જે લત્તામાં રહેતો હોય તે ય ભૂથ્વી જાય અને ક્યાંય જઈને ઊભો રહે છે. લાલચની હારુ પૂંછડી પટપટાવતો હોય, એક પૂરીને માટે ! લાલચ, જેનો હું ‘સ્ટ્રોંગ’ વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય, આવી લાલચ બધી ?! ‘ઓપન પોઈઝન’ છે ! મળી આવે એ ખાવું. પણ લાલચ ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : લાલચ વગર રહેવાથી મળી પણ રહે છે.
દાદાશ્રી : એટલે આ લાલચુને જ આ ભાંજગડ છે. નહીં તો બધું મળી રહે, ઘેર બેઠાં મળે. આ અમે કશી ઈચ્છા પણ નથી કરતાં તો ય બધી ચીજ મળે છે ને ! લાલચ તો નથી, પણ ઈચ્છા ય નથી કરતા !
પ્રશ્નકર્તા : લાલચ અને ઈચ્છા, એ બેમાં શો ફેર ?
દાદાશ્રી : ઈચ્છા રાખવાની છૂટ છે બધાને. બધી ય જાતની, ઈચ્છાનો વાંધો નથી. લાલચુ તો, આ કૂતરાને એક પૂરી ધરી, તે ક્યાંનો ક્યાં જાય, એને લાલચ પેઠી ને !