________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સુધી સ્ત્રી ક્યારે ય પણ કાબૂમાં નહીં આવે. ચાર-છ મહિના સુધી તું વિષય બંધ કરી જો. એ કાલાવાલા કરશે. પછી સ્ત્રી કાબૂમાં આવશે. આપણે તો એનું હઉ કલ્યાણ થાય એવું જોવું જોઈએ. એ બિચારીનું અવળું ચાલે તો તે ક્યાં જાય ?! એ આપણું ખરાબ કરવા માંગે તો ય આપણે એનું સારું કરવું જોઈએ. એની તો અણસમજણ છે, પણ આપણે તો સમજણવાળા ખરા કે નહીં ? છ મહિના તારાથી કંટ્રોલ રહેશે કે નહીં ? છ મહિનામાં તો એ નરમ ઘેંસ થઈ જશે. છ મહિનામાં તને ચમત્કાર લાગશે. એક જણને તો ત્રણ મહિનામાં જ વહુ નમતી આવી ગઈ અને ધણીને કહેવા લાગી કે તમે કહેશો તેમ કરીશ.
એનો વિકારી સ્વભાવ છે કે મોળો છે ?
પ્રશ્નકર્તા : જરા ખરો.
દાદાશ્રી : તો એ તરત કાબૂમાં આવી જશે. આપણે એનું એવું રાગે પાડી દઈએ કે એનું ય સારું થાય અને આપણું ય સારું થાય. વહુ જો બહુ ઉપાધિ કરાવતી હોય તો તેને કહીએ કે મારો બ્રહ્મચર્ય લેવાનો વિચાર છે. બહુ કાલાવાલા કરે તો તેને કહીએ કે હજુ બે મહિના પછી, તું બદલાઈ ગયા પછી, એમ કરીને આપણે તેને ગમે તેમ કરીને વશ કરવી. એ વિકારમાં આવતી હોય ત્યારે તને ખુશ કરવા પ્રયત્ન કરે કે ના કરે ? તે વખતે એ તરફ ધ્યાન નહીં રાખવાનું. હવે એમ છેતરાઈશ નહીં. આપણને શુદ્ધાત્માનું જ્ઞાન છે એટલે સંયમ રાખી શકીએ. સંયમ ના હોય તો દબાઈ જ જાય. આપણું મન બગાડવા ના દેવું. આપણે એની જોડે કામ સાથે કામ રાખવું. બધું બગડે નહીં, એ જોવાનું. એ અજ્ઞાની માણસ એટલે ઊંધું કરે. જ્ઞાની ઊંધું ના કરે. અને છેવટે તો વિજય સત્યના પક્ષમાં જ હોય છે ને ? આ વશ કરવાનો ઉપાય છે. બીજો ઉપાય નથી.
૯૮
છૂટેલા હોય, તે છોડાવડાવે. બંધાયેલા શું છોડાવે ? ઘેર ઘેર આનું આ જ રમખાણ હોય. આ કંઈ એક જ ઘેર હોય ? તારા જેવું તો બહુ ઘણાં માણસોને ત્યાં બનેલું. કેટલાંક માણસોને તો વિષય છૂટી ગયા. કેટલાંક હજુ નીકળી જશે. કેટલાંકને જિતાય એવું નથી, ત્યારે મેં એને છોડી દેવાનું કહ્યું ને બીજા રસ્તા દેખાડયા ! જ્યારે ત્યારે તો વિષયને જીતવો
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
જ પડશેને ?
બ્રહ્મચર્યનું બળ નથી, તેથી માણસોને સ્ત્રીઓ જોડે ભાંજગડ પડે છે. બ્રહ્મચર્યનું બળ હોય તો સ્ત્રીઓ નામ ના દે ! બાર મહિના નહીં તો છ મહિના, પણ છ મહિના તારું સીધું ચાલશે ને ? પછી ફરી છ મહિના લઈ લેવાનું ને પછી તો એ પોતે ય કબૂલ કરશે કે ના, તમે એક-બે વર્ષ ખમી જાવ, બે વર્ષ પછી આપણે બેઉ સાથે બ્રહ્મચર્ય વ્રત લઈએ. ખરેખરું એવું થઈ જાય તો બહુ સારું પડે. બન્નેનું આમ રાગે પડે, પછી અમે વિધિ કરી આપીએ એ બહુ સારું કહેવાય. પુરુષ માયાવી ના કહેવાય, સ્ત્રી જાતિ માયાવી કહેવાય. જ્યારે પ્રતાપ નામનો ગુણ પ્રગટે છે, ત્યારે જ સ્ત્રી જાતિ તે ગુણ ઉપર આફરીન થાય છે અને ત્યારે જ સ્ત્રીની કપટની બારી બંધ થઈ જાય. એ સિવાય સ્ત્રીઓની કપટની બારી બંધ થવાનો, બીજો કોઈ આરો જ નથી.
ce
આ તમારી જગત કલ્યાણની ભાવના છે, તે જ તમને વિષય જિતાડશે. સંયમ એવી ચીજ છે કે આખું જગત પગે લાગે, સાચો સંયમધારી હોય તો.
કપટથી સિંહને બતાવે ઉંદરડી !
આપણે આમ કહીએ ત્યારે એ વળી આમ કહે. વાદ ઉપર વિવાદ સર્જે ચીકણી ફાઈલ.
પ્રશ્નકર્તા : એ ફાઈલ નંબર ટુ.
દાદાશ્રી : હા. ધણીનું માને નહીં. આમ ઉંદરડો રાત્રે પ્યાલો ખખડાવે તો ભડકે અને ધણીથી ના ભડકે, મોટો સિંહ જેવો હોય તો ય.
પ્રશ્નકર્તા : એની પાછળ કારણ શું હોય છે ? વિષયની લાલચ ?
દાદાશ્રી : પી ગઈ હોય છે. એ મૂંઓ પીવા દે છે ને. પેલો ય
પી જવા દે છે ને ! એવી સ્ત્રીઓ હોય કે ના હોય ? પી જાય એવી ? શી રીતે પી જાય ? છત જોઈ લે પછી પી જાય. મહીં છત નથી ને વગર કામનો કૂદાકૂદ કરે. પછી પી જાય.