________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : હા, પણ ત્યારથી શરૂ થાય. એ લડાઈ ને આપણા અનુભવીઓએ નામ આપ્યું છે, પોપટ મસ્તી. એ સાચી લડાઈ નથી. આ સાચી લડાઈમાં તો બીજે દહાડે જુદો થાય. આ પોપટ મસ્તી છે. આપણે જાણીએ કે પોપટ હમણાં એને મારી નાખશે, મારી નાખશે, પણ ના મારે. બચકાં ભરે, ચાંચો મારે, બધું કરે. એટલે આ પોપટ મસ્તી કહી. બીજે દહાડે કશું ય ના હોય. દૂધ ફાટી ના ગયું હોય, ચા થાય.
પ્રશ્નકર્તા : ચા આપે પણ પછાડીને આપે, તેનું શું ?
દાદાશ્રી : હા, કપ પછાડીને આપે પણ ફાટી ના જાય. એ કપ પછાડીને આપે તો આપણે ના પછાડીએ તો એ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ લઈ બંધ ના થાય.
દાદાશ્રી : લડાઈ તો આ વિષય જાય તો જ બંધ થાય. કંઈ પણ લે મેલ કરી કે લડાઈ. જ્ઞાન સિવાય બીજી વસ્તુનું લેવાદેવા કર્યું એ લડાઈ અને બધા સુખ લીધેલાં, એ લીધેલાં છે તે એને શું કરવું પડશે ? રીપે(repay) કરવા (ચૂકવવા) પડશે. દાંતથી લીધેલાં સુખ દાંતના ૨ીપે કરવા પડશે. દરેકના સુખ લીધેલા રીપે કરવા પડે. સ્ત્રીથી સુખ લીધેલાં રીપે કરવાં પડે. એ અત્યારે રોજ રીપે કર્યા કરે છે. સુખ હોય નહીં ને, પુદ્ગલમાં સુખ હોય નહીં. સુખ આત્મામાં જ હોય, કે જે રીપે કરવું ના પડે.
વિષય બંધ તો ક્લેશ બંધ !
૯૬
જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી, એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. ‘ક્લેશ નથી જ કરવો' એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે અને જ્યાં ક્લેશ છે, ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને !
અને આ સંસારમાં જો વિષય ના હોત તો, ક્લેશ જ ના હોત. વિષય છે તેથી ક્લેશ છે, નહીં તો ક્લેશ જ હોત નહીં ! વિષયને એકઝેક્ટ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ન્યાય બુદ્ધિથી જુએને તો ફરી વિષય કરવાનું માણસને મન જ ના થાય. પ્રશ્નકર્તા : પણ વિષય ચીજ જ એવી છે કે તે ન્યાય બુદ્ધિ જોવા
ન દે.
૯૭
દાદાશ્રી : આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો અંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયોંધ.
પ્રશ્નકર્તા : લોભાંધને વધારે કહેવાય ?
દાદાશ્રી : અરે, લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છે ને ! લોભાંધ અને દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષે જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો ક્લેશ થાય ને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો ક્લેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય, લક્ષ્મી કંઈ બગડતી નથીને એ જ જોયા કરે અને એમાં જ એ ખુશ. છોકરાંને ઘેર છોકરાં હોય, તો ય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે.
છ મહિતા કરો અખતરો !
બહુ આડા સ્વભાવની બૈરી મળી હોય તો શું થાય ? અધોગતિએ લઈ જાય ! એટલે એમાંથી છૂટવા તો શું કરવું પડે ? એની જોડે વિષય બિલકુલ બંધ કરી દેવો પડે, નહીં તો એકદમ ઓછો કરી નાંખવો પડે તો ગાડું પાંસરું થાય ને રાગે પડે ! આ દુનિયામાં ક્ષયનાં જંતુની દવા હોય છે, પણ મનુષ્યરૂપી જીવાતો એ તો ક્ષયનાં જંતુઓ કરતાં પણ ભયંકર છે. એની તો દવા જ ના મળેને !
પ્રશ્નકર્તા : દાદા, મારી બ્રહ્મચર્ય પાળવાની ઘણી ઇચ્છા છે પણ મારી બૈરી ના પાડે છે. એના કારણે એ મને સત્સંગમાં ન આવવા માટે ખૂબ ધમપછાડા કરે છે. તો મારે ત્યાં શું કરવું ?
દાદાશ્રી : આ પુરુષો જરા ઢીલા હોય છે, તેથી તેનો લાભ સ્ત્રીઓ ઉઠાવે છે. જ્યાં સુધી પુરુષોને સ્ત્રી પાસેથી વિષયની યાચના હશે, ત્યાં