________________
૧૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દિકરાને કહે છે, ‘જા, ડબલબેડ લઈ આવ, ભલે ત્રણસો ડોલર લેતાં હોય.” એટલે પેલો જાણતો જ નથી કે બાપા ય ડબલબેડમાં હતા, એમના દાદા ય ડબલ બેડમાં હશે. એટલે મુઆ, દાદાને હતો જ નહીં આવો ડબલ બેડ ! આવું ના બોલવું જોઈએ છતાં જો બોલું છું ને ! આવું ના બોલવું જોઈએ ને ?
પ્રશ્નકર્તા : શા માટે નહીં ?
દાદાશ્રી : કોઈને દુઃખ થાય ને ! આવી રીતે બોલીએ પણ અમે તો જ્ઞાની પુરુષ એટલે કોઈને દુઃખ ના થાય. હું ગમે તેવુ બોલું તો ય અમને જ્ઞાની પુરુષને અંદર વીતરાગતા હોય અને રાગ-દ્વેષ ના હોય. અમને કોઈની પર ચીડ ના હોય. એટલે અમે બોલી શકીએ. પણ આ તમે સમજ્યા ને ? આ બ્રહ્મચર્યનું પૂછયું ત્યારે મારે આ ઉઘાડું કહેવું પડ્યું નહીં તો હું કહું નહીં આવું.
પ્રશ્નકર્તા છૂટવાનું જ્ઞાન છે ને ! પછી એ શક્તિનો ઉપયોગ થાય ને બીજામાં.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અને સૂઈ જવું પડતું હોય. ત્યારે હિસાબ ચૂકતે થયા. પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું.
પ્રશ્નકર્તા : પોતાને ગમે, પણ મહીંથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે.
દાદાશ્રી : મનને તો ભલે ગમે, પણ આપણને ગમે ?
તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને ? ભૂલ ભાંગવી ના પડે ?
અલ્યા, ‘બેડરૂમ ના કરાય. એ તો એક રૂમ હોય, તે બધાં ભેગાં સૂઈ રહેવાનું ને પેલી તો સંસારી જંજાળ ! આ તો ‘બેડરૂમ કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય. આત્માની વાત તો ક્યાંથી યાદ આવે ? ‘બેડરૂમમાં આત્માની વાત યાદ આવતી હશે ?!
મનુષ્યપણું ખોઈ નાખે છે. આખા બ્રહ્માંડને ધ્રુજાવે એવાં લોક, જુઓને, આ દશા તો જુઓ ! આ હીન દશા જુઓ. તમે સમજ્યા મારી વાત ?
આ વિષયભોગતાં ઓહોહો ! પરિણામ તે કેવાં ?'
આત્મામાં કેટલી શક્તિ હશે ? અનંત શક્તિઓ છે આત્મામાં. પણ બધી શક્તિઓ આવરેલી પડેલી છે. જયારે 'જ્ઞાની પુરુષ' પાસે જાવ ત્યારે એ આવરણ કાઢી આપે ને આપણી શક્તિઓ ખીલી ઊઠે. મહીં સુખે ય પાર વગરનું પડયું છે. છતાં વિષયોમાં સુખ ખોળે છે. અરે, વિષયમાં સુખ હોતું હશે ? આ કૂતરાને ય ખાવા-પીવાનું આપ્યું હોય ને તો તે ય બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારાં બહાર ફર્યા કરે છે. આ મનુષ્યો આખો દહાડો ખાઈને ફર્યા કરે છે. એટલે મનુષ્યોને ભૂખનું દુ:ખ મટયું છે, ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે. પણ મનુષ્ય પરમાત્મા થવાનો હોય તો એને વિષય ના હોય. વિષય એ તો જાનવરોની કોડ લેંગ્વજ છે, પાશવતા છે, ‘ફૂલ્લી પાશવતા છે. એટલે એ તો હોવી જ ના જોઈએ.
દાદાશ્રી : હા માટે. માટે કંઈ નિયમ રાખજો. આ બધાંને ? શું કહું !
ત યાદ આવે આત્મા બેડરૂમમાં !
પ્રશ્નકર્તા : હું તો મારી વાત કરું છું કે જ્ઞાન લીધાં પછી, સતત કેવળ આ ભાવ કરું છું છતાં નથી છૂટતું.
દાદાશ્રી : ના, પણ એ તો પહેલાંનો હિસાબ છે ને ! એટલે છૂટકો જ ના થાય.
પ્રશ્નકર્તા : વિષય નથી, પણ હૂંફને માટે. એમ થાય કે ના, સાથે સૂવું જ છું.
દાદાશ્રી : ના, એમ નહીં પણ એ તો એ જે આ હિસાબ છે ને, તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ ચૂકતે હિસાબ થયો ક્યારે કહેવાય, સાથે સૂઈ જતાં હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય