________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : ધણીપણું એટલે શું કે દબડાવીને ભોગવવું. પણ પછી આવતા ભવનો હિસાબ આવી જાય ને ?!
પ્રશ્નકર્તા : એ શું થાય ? દાદાશ્રી : વેર બંધાય ! કોઈ આત્મા દબાયેલો રહેતો હશે ઘડીવાર ?
બહુ અથડામણ થાય ને, પછી કહેશે, “મોટું તોબરા જેવું લઈને શું ફરો છો ?” તો તોબરો પછી વધારે ચઢે. પછી એ રીસ રાખે. પેલી કહે, મારા ઘાટમાં આવે ત્યારે હું એનું તેલ કાઢીશ.' તે રીસ રાખ્યા વગર રહે નહીં ને ! આ જીવમાત્ર રીસ રાખે, તમે છંછેડો એટલી વાર ! કોઈ કોઈનો દબાયેલો નથી. કોઈ કોઈને લેવાદેવા નથી. આ તો બધું ભ્રાંતિથી મારું દેખાય છે, મારું-તારું !
આ તો નાછૂટકે સમાજની આબરૂને લીધે આમ ધણીના દબાયેલા રહે. પણ પછી આવતે ભવ તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કેડે હઉ !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે. ને પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં “રીએક્શન’ તો આવે ને ? પેલો ય વેર રાખે પછી કે “તારા લાગમાં આવ્યો, ત્યારે તે મારો વેષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે કે તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી.
લાલચુ ને તો કોઈ બઈ વિષય ના આપે ને, તો એને “બા” કહે, એવાં બેભાન માણસો છે ! મારું શું કહેવાનું કે આત્મસુખ ચાખ્યા પછી પેલા સુખની જરૂર જ ક્યાં રહી ?!
આપણું ‘જ્ઞાન’ શું કહે છે? જગતમાં ભોગવવા જેવું છે શું? તું અમથો આની મહીં ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે !
પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય, તો તે શી રીતે છૂટે ?
દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ! પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહેશે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે !
લાલચથી ભયંકર આવરણ ! જેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે, યાદ આવે તો પ્રતિક્રમણ કરે, તો એ છૂટે. બાકી શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી, બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવે ને, ત્યારે લોભ ગુણ જતો રહે, હડહડાટ !
પ્રશ્નકર્તા : ફરી ‘જ્ઞાનમાં બેસે તો લાલચ નીકળે ?
દાદાશ્રી : ના નીકળે. ‘જ્ઞાનમાં બેસવાથી કંઈ ઓછું નીકળે છે ? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે ને નિરંતર આજ્ઞામાં રહેવું જ છે, એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે.
તે લાલચમાંથી લાચારીમાં !
એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત અડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા હારું આ ચાર વખત સાષ્ટાંગ ?!
પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ? દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે. પ્રશ્નકર્તા : પણ એને પછી શું ફળ મળે ?
દાદાશ્રી : કશો ફાયદો નહીં. પણ આમ અહંકાર કે “જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !” અને પેલો બિચારો લાલચથી કરે ય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ?
પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાનો બચાવ કરે છે પોતે ? દાદાશ્રી : ના. સ્ત્રીપણાનો બચાવ નહીં. એ અહંકાર જ, રોફ માટે