________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
તો સ્વમાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ ? સસરાને ત્યાં મિલ હોય કાપડની અને આપણને જોબ છૂટી ગઈ હોય, ત્યારે શું સસરાને ત્યાં જઈને આમ આમ કરીને બેસી રહેવું ? એ કશું બોલે નહીં ને તમે
માંગણી કરો ખરા કે મને જોબ આપો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : જાણે છે તો ય બોલતો નથી સસરો. મેલ પૂળો ત્યારે, હું તો મારે ઘેર જઉં છું. કંઈક તો સ્વમાન હોય કે ના હોય, બળ્યું ! ક્યાં સુધી આમ જાનવરનું જીવન જીવવું !!
८८
એક ફેરો તમને ઘસી નાખે એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. ઘસી નાખે તો ત્યાં સુધી નહીં જવું. એ શેનાથી ઘસી નાખે છે ? વિષયોની લાલચને લઈને. ત્યારે એ તો બહુ યોગી જેવું રહેવું જોઈએ.
વિષય એટલે શું ? કે થાળી એ પણ વિષય. જમણ આવ્યું, હવે એ મૂક્યું આપણે અને આ ગઈ કાલે આખો દહાડો ઉપવાસ કર્યો'તો, ને અત્યારે જમવાનું અગિયાર વાગે મૂક્યું અને સરસ કેરી ને બધું ય હોય પછી તરત લઈ લે. હવે જમ્યા ય નહીં ને ત્યાર પહેલાં તો ઉઠાવી લે. તો તે ઘડીએ મહીં પરિણામ ના બદલાય ત્યારે જાણવું કે આપણને આ વિષયનો વાંધો નથી. વિષય યાચકપણું ના થવું જોઈએ. લાચારી ના હોવી
જોઈએ. એ શબ્દ સમજાય એવો છે ?
આ બાઉન્ડ્રી તમને બતાવું. કોઈ પણ વસ્તુમાં યાચકપણું ના જોઈએ. નહીં મળે તો કહેશે, જલેબી લાવો ને થોડીક, જલેબી લાવો. મેલને મૂઆ, અનંત અવતાર જલેબીઓ ખાધી તો ય હજુ યાચકપણું રાખો છો ? જેને લાલસા હોયને તેને યાચકપણું થાય. યાચકપણું એ લાચારી છે, એક જાતની !
આ તો વિષયની ભીખ માંગે છે એટલે એ બધા જાનવર કરતાં ય ભૂંડા જ કહેવાય ને ! ખાવાની ભીખ મંગાય. પણ ખાવાની ભીખ માંગતા નથી, ત્રણ દહાડા થાય તો ય. એવાં ખાનદાન માણસ વિષયની ભીખ માંગે છે. મેં કહ્યું, જાણે અમેરિકામાં નહીં માંગતા હોય ? તો કહે છે, એ વાત જ જવા દો, અહીં બધું બહુ છે, વધારે પ્રમાણ છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : પુરુષોને વિષયની ભીખ હોય એમ સ્ત્રીઓને પણ વિષયની ભીખ હોય છે ને ?
te
દાદાશ્રી : હા, એટલું પુરુષને જો આવડી જાય ને, તો પુરુષ જીતી જાય જગત. જીતે નહીં તો પુરુષ યુઝલેસ થઈ જાય. પુરુષ, પુરુષ ક્યાં સુધી કહેવાય ? સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે ત્યાં સુધી ! વધુ વિષયી સ્ત્રી છે. છતાં પુરુષ મૂર્ખા બની જાય છે એ ય અજાયબી છે ને !
આવું સાંભળ્યું ય નથી. આમાં ભૂલ થઈ છે, તે ય જાણતા નથી. ભીખ માંગે છે, તે ભૂલ થઈ છે, તે ય ખબર નથી.
પ્રશ્નકર્તા : એવી ભૂલ તો કદિ ખબર પડતી જ નથી માણસને. નહીં તો ભૂલની તો ખબર પડે તો ફરીથી એ કરે નહીં.
હા,
દાદાશ્રી : પડતી જ નથી. બિસ્ટ, વાઈલ્ટ બિસ્ટ કહું છું હું તો ! ક્ષત્રિયપુત્ર કોણ ? કે આવી ભીખ માંગવાનો અવસર આવે, તે પહેલાં તો બિલકુલ બંધ જ કરી દે, કરે જ નહીં કાયમને માટે, પરમેનન્ટ બંધ. સ્ટોપ ફોર એવર. કારણ કે આ દાનત છે માટે એ સ્ત્રી, સ્ત્રી જ ના ગણાય. એને સ્ત્રી કહેવાય જ કેમ કરીને ? એ તો માર્કેટ મટિરિયલ કહેવાય. હિન્દુસ્તાનની સ્ત્રીઓ, સ્ત્રી રૂપે હોવી જોઈએ ! શું જાનવરપણું આવ્યું છે ? જુઓને, મારે ઠપકાં આપવા પડે છે !
એતાથી જ અથડામણ !
પ્રશ્નકર્તા : વિષયની લાલચમાં પોતે સફળ ન થાય ત્યારે શંકા ને એ બધું પછી કરે છે ને ?
દાદાશ્રી : સફળ ના થાય એટલે બધું ય કરે. શંકાઓ કરે, કુશંકાઓ કરે બધી, બધી જાતના વેશ કરે એ પછી. યા અલ્લાહ, પરવરદિગાર થાય પછી ! એટલે લાચાર હઉ થાય પછી પણ એ જ એને પાછું ફજેત કરે તે જુદું. એના કબજામાં ગયા એટલે ફજેત કર્યા વગર રહે નહીં ને !
પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને !