________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : પણ સંયમ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : આપણે કો'કને ઘેર ગયા હોય અને બહુ ભૂખ્યા હોય, તમે કહો કે, ભાઈ સાહેબ, આપો જમવાનું ! પણ એ કહેશે, અહીં તમને જમવાનું નહીં મળે. તો તમે શું કરો ? એ જે થવાનું હશે, એ થશે પણ અત્યારે ચાલ્યા જાવ ને ? વટવાળા હોય ને ! સાવ કંઈ વટ વગરના કૂતરા જેવા છો કંઈ ?! પછી જમવા માટે ઊભો હોય પછી ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે કે પાંચ વખત ફાઈલ ન. બેને પગે લાગ્યો ત્યારે મારો સંતોષ થયેલો. મૂઆ, એના કરતાં. આ કઈ જાતનો માણસ, જાનવર છું કે શું મૂઆ ! શું જોઈને મને કહેવા આવ્યો તું ! વિષયની ભીખ મંગાતી હશે ? તમને કેમ લાગે છે ? અલ્યા મૂઆ, પાંચ વખત ! હવે મને સીધું ડિરેક્ટ કહેવા આવ્યો તો મારે વઢવું પડ્યું. પછી મને કહે છે, હવે રસ્તો દેખાડો. ત્યારે મેં કહ્યું, હવે આ છૂટી જાય તે પછી રસ્તો દેખાડાય ! ધીમે ધીમે એ સીધું થઈ ગયું. ઊંધું ચાલે ત્યાર પછી શું થાય ?
વિષયતા ભિખારી, જુઓ સંયમી વીર તે !
મને એવું કહી ગયો કે મારે વિષયની ભીખ માંગવી પડે છે. અલ્યા, મૂઆ વિષયોની ભીખ માગો છો ! કંઈ જાતના છો ? જાનવર કરતાં ય ભૂંડા છો ! વિષયની ભીખ મંગાતી હશે ?! ખાવાની ભીખ ના મંગાય, ભુખ્યા થયા હો તો કઈ ભીખ મંગાતી હશે ! કઈ શુરવીરપણું જોઈએ કે ના જોઈએ ?! હવે આટલું બધું અસંયમપણે કેમ પોષાય તે ?! તમે ના સમજ્યા મેં વાત કરી તે ?
પ્રશ્નકતા : ના.
દાદાશ્રી : હૈ, તે એવું આ બધું કઈ વટ તો હોય કે ના હોય બળ્યો ! સ્વમાન ફ્રેકચર થવા દેવું કે વિષય ફ્રેકચર થવા દેવું? કયું ફ્રેકચર થવા દેવુ જોઈએ ? ગમે તેવો વિષય હોય તે પણ સ્વમાનને ફ્રેકચર કરે, તે કામનો શું છે ? બધે એવું થઈ ગયું છે, તમારા ઉપર નહીં, બધે આનું આજ થઈ ગયું છે. ઊંઘ આવે માણસને સારી રીતે, પોતે પોતાનું સ્વતંત્ર જીવન હોય, જીવન પોતાના કંટ્રોલમાં હોય. જે સંયમી પુરુષો છે ને, સ્લીપીંગ રૂમ જુદી હોય. હં.. જુદી, પહેલેથી જુદી રાખતા, નહીં તો પછી મનોબળ લપટું પડી જાય. પછી પેલાને અપમાન-સ્વમાનનું ઠેકાણું રહે નહીં.
શાસ્ત્રકારોએ તો એટલે સુધી કહ્યું છે કે જો તમારે સંયમ સાચવવો હોય તો આ પુરુષ બેઠો હોય તે જગ્યાએ સ્ત્રીએ બેસવું પણ નહીં. અને
સ્ત્રી બેઠી હોય ત્યારે પુરુષે બેસવું નહીં. કંઈક નિયમ તો ખોળી કાઢવો પડશે ને ! જીવન જીવવાની કળા તો જોઈએ કે ના જોઈએ !
પ્રશ્નકર્તા : હા સમજી ગયો.
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : આમ જે જે હલ કરે માંગતી વખતે. બળ્યું, તારી માંગ ! પાછો ધણી કહે છે હું ધણી થઉં ! અલ્યા મુઆ, આવો ધણી હોતો હશે ? અયુક્ત લાગતું નથી તમને ? આ યુક્ત વસ્તુ છે ? શોભે માણસને ? એટલે થોડું ઘણું સંયમ હોવો જોઈએ, બધું હોવું જોઈએ.
માણસે સંયમી રહેવું જ જોઈએ. સંયમથી તો માણસની શોભા છે. સંયમના માટે શાસ્ત્રકારોએ નાનામાં નાનો સંયમ એ કહ્યો, કે મહિનામાં દસ દહાડા સુધી એને લેટ ગો કરે. અને મોટો સંયમ એ કહ્યો કે મહિનામાં ચાર જ વખત જાય. એનો કંઈક નિયમ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ ? આ મહિનામાં કેટલા દહાડા રજા મળે છે ?
પ્રશ્નકર્તા : આઠ દિવસ. દાદાશ્રી : હાં, તે એવું કંઈક નિયમ હોય કે નહીં ?!
દાદાશ્રી : કેટલી સરસ નોકરી કરો છો, કેટલું સરસ ભણ્યા છો, શું બાકી રહી જાય છે ? નથી ચોરી કરતા, નથી લુચ્ચાઈ કરતા, નથી કાળા બજાર કરતા તો ય પણ મહીં શાંતિ નહીં ને, જીવન જીવન નહીં ને !
પ્રશ્નકર્તા : શાંતિ નથી, રાઈટ !
દાદાશ્રી : એ જીવન જીવવા માટે નથી. એ તમને અહીં બધું બતાડી દઈશું. આ વખતે તમારું કમ્પ્લીટ પૂરેપૂરું સો ટકા પૂરું કરવું છે ને !