________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૮૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને એ કરારી છે, એટલે દાવો માંડે !
પ્રશ્નકર્તા : એ કરાર ફાડી નાખવો ? દાદાશ્રી : એ કરાર ફાડી નાખો, તો પછી કશું દુ:ખ રહેતું જ નથી !
પત્ની તો, ક્યારે વશ થાય ? વાઈફ ધણીની ભક્તિ કરે તો મનુષ્યપણું મળે વાઈફને અને પુરુષ જો વાઈફની ભક્તિ કરે તો પાશવતા મળે. ચાર પગ ને પૂછડું વધારાનું. કૂદાકૂદ કર ને તારી મેળે, કોઈ પૂછનાર જ નથી પછી.
આ તો બધું ધૂળધાણી થઈ ગયું, તેથી આ કાળના લગભગ પંચ્યાસી ટકા મનુષ્યો તો જાનવરમાં જ જવાના છે બિચારાં ! હું ખુલ્લે ખુલ્લું કહું છું ! એટલે આ વિષયનું મૂળિયું કાપી નાખ્યું કે પછી ઝાડ-છાડ બધું એની મેળે સૂકાઈ જાય. બાકી આવો ઢેડફજેતો કોણ કરે તે ? એટલે અમારી પાસે બેઉ જણે બ્રહ્મચર્યવ્રત લેવાનું. તો ભાંજગડ જ મટી જાયને ! તમારે વ્રત લેવાની ગરજ છે કે નથી ? એમને પણ ગરજ છે ? તો તમારે ? એટલે બન્નેએ જ બ્રહ્મચર્યવ્રત લઈ લેવાનું, એટલે કાયમની ભાંજગડ જ મટી ગઈ. પછી એ શું ડખો કરે ? એક અક્ષરે ય ડખો જ ના કરેને ?!
સ્ત્રીઓ ધણીને દબડાવે છે, એનું શું કારણ ? પુરુષ બહુ વિષયી હોય, એટલે દબડાવે. આ સ્ત્રીઓ જમવાનું જમાડે છે તેથી દબડાવતી નથી, વિષયથી દબડાવે છે ! જો પુરુષ વિષયી ના હોય તો કોઈ સ્ત્રી દબડાવે જ નહીં ! નબળાઈનો જ લાભ લે, પણ જો નબળાઈ ના હોય તો સ્ત્રી કશું નામ જ ના દે. સ્ત્રી જાતિ બહુ કપટવાળી છે અને આપણે ભોળા ! એટલે આપણે બે-બે, ચાર-ચાર મહિનાનો કંટ્રોલ રાખવો પડે, તો પછી એ એની મેળે થાકી જાય. તે એને પછી કંટ્રોલ રહે નહીં.
- સ્ત્રી જાતિ વશ ક્યારે થાય ? આપણે વિષયમાં બહુ સેન્સિટિવ હોઈએ તો, એ આપણને વશ કરી નાખે ! પણ આપણે વિષયી હોઈએ પણ એમાં સેન્સિટિવ ના થઈએ તો એ વશ થાય ! જો એ ‘જમવા’ બોલાવે
તો તમે કહો કે હમણાં નહીં, બે-ત્રણ દિવસ પછી, તો એ તમારા વશ રહે ! નહીં તો તમે વશ થાઓ ! આ વાત હું પંદર વર્ષે સમજી ગયો હતો. કેટલાંક તો વિષયની ભીખ માગે કે “આજનો દિવસ ' અલ્યા, વિષયની ભીખ મંગાય ? પછી તારી શી દશા થાય ? સ્ત્રી શું કરે ? ચઢી બેસે ! સિનેમા જોવા જાઓ તો કહેશે, ‘છોકરું ઊંચકી લો.’ આપણાં મહાત્માઓને વિષય હોય, પણ વિષયની ભીખ ના હોય !! વિષય અને વિષયની ભીખ, એ બે વસ્તુ જુદી છે ! જયાં માન, કીર્તિ, વિષયોની ભીખ ના હોય, ત્યાં ભગવાન હોય !
વિષયમાં બહુ સેન્ટિમેન્ટલ ના હોય તો છૂટી જવાય. વિષયની ભીખ ના માંગવી. કેટલાંક તો વિષયની ભીખ માંગે. અરે, પગે હલ લાગે ! કેટલાંક તો મને એવું હઉ કહી ગયેલા કે, ‘મારી સ્ત્રી તો વિષયને માટે ના પાડે, તો હવે હું શું કરું ?” મેં કહ્યું કે, ‘બા કહેજે, એટલે હા પાડશે.” મરચક્કર, તને શરમ નથી આવતી ?! ના આપે તો શું તેને બા કહેવી ? તો મેલ પૂળો, મારે જોઈતું ય નથી, કહીએ. આ તો પોતે માગણીઓ કર્યા કરે પછી સ્ત્રી દબડાવ્યા જ કરે ને ? અને એ ના પાડે છે, તે તો સારું ઊલટું ! ‘ભલું થયું ભાંગી જંજાળ', એક વખત એણે ના પાડી એટલે આપણે ફાવ્યા. પછી એ માગણી કરે, તો એનો ‘દાવો’ જ ના સાંભળીએ. ફરી કહીએ, ‘તેં ના પાડી એટલે મેં બંધ કરી દીધું, તાળું જ વાસી દીધું. ને તાળાને ચાવી મારી દીધી.’ પણ મૂઓ ઢીલો હોય છે એટલે શું થાય ?
અત્યારે તો મને કેટલાંય કહી જાય છે આપણા મહાત્માઓ, કે ‘મને કાલાંવાલાં કરાવડાવે.’ ત્યારે મેં કહ્યું, ‘મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજ ને હજુ, હજુ યોગી થઈ જા ને !” હવે આને ક્યાં પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?!
એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !
એક માણસ તો મને ફરિયાદ કરવા આવ્યો મુંબઈમાં, અને કહે