________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : બધાની વચ્ચે આવો ઢેડફજેતો થાય, તો ઘરની બહાર આપણાથી કેવી રીતે, શું મોં લઈને નીકળાય ?
દાદાશ્રી : ત્યારે શું કરે ? ઘરમાં બેસી રહે ? પાછાં એમની બુદ્ધિ તરત શું શીખવાડે કે ઘેર ઘેર બધે એવું જ છે !
કકળાટ શેને લીધે થાય છે ? અબ્રહ્મચર્યથી. વિષયનો કંટ્રોલ નહીં હોવાથી કકળાટ છે આ બધો. નહીં તો સ્ત્રી-પુરુષોને કકળાટ કેવી રીતે થાય ?! વિષયના કાબૂવાળાને કકળાટ હોય નહીં દુનિયામાં, તમને લાગે છે એવું વિચારતા ?
વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે ! એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને !
વધારેમાં વધારે વિષયી સ્ત્રી હોય. તેનાથી નપુંસક બહુ જ વિષયી હોય અને પુરુષ તો સ્ત્રીથી પણ ઓછો વિષયી હોય. વિષય ઉત્પન્ન થયા પછી વહેલો કંટ્રોલમાં કરી શકે એ ઓછો વિષયી કહેવાય. પુરુષ વહેલો કંટ્રોલ કરી શકે છે. સ્ત્રી કંટ્રોલ કરી શકતી નથી ! જેટલો વિષથી વધારે એટલી સ્થિરતા વધારે, જેટલો વિષયી ઓછો એટલી સ્થિરતા ઓછી. આ બધા કુદરતના નિયમ છે. શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે નપુંસક લિંગ હોય તે દસ કલાક એક જગ્યાએ સૂઈ રહે તો ય પોતાના વિષયના ભાવ વ્યક્ત ન કરે, સ્ત્રી પણ વિષયના ભાવ વ્યક્ત ના કરે અને પુરુષ તો કલાકમાં જ ભાવ વ્યક્ત કરી દે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૮૩ છતાં ન આવે વૈરાગ્ય !! આ તો વૈરાગ્ય જ નથી આવતો ! અલ્યા, આ વિષય પ્રિય છે કે તને આ ગાળો પ્રિય છે ? મને તો એક ગાળ કોઈએ દીધી હોય તો ફરી સંબંધ જ એની જોડે કટ કરી દઉં, પછી બહારનો સંબંધ રાખું પણ આંતરિક સંબંધ કટ ! કંઈ ગાળો ખાવા માટે આ અવતાર છે ?
તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય, તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે. માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય, તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? તો ય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે, ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડ ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એમને મારે તો ય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છુટાં થઈ ને હે...ય... મસ્તીમાં ફરતા હતા ! એક બેબીને મૂકીને ઠંડ્યા !
એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જ નથી. આ દુનિયામાં કોઈને આ સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને ! બાર રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને, તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે “મારે નથી જોઈતું.’ ત્યારે એ કહેશે કે, “ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, “મારે સિનેમા જોવા જવું છે... ત્યારે તમે ન જાવ તો કકળાટ !!