________________
[૬]
વિષય બંધ, ત્યાં ડખાડખી બંધ !
મુખમાં જ્ઞાત તે વર્તતમાં ક્લેષ !
પ્રશ્નકર્તા : મેં ઘણાં સારા મહાત્માઓ જોયા છે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે પણ એમનો સ્થૂળ ક્લેશ નથી જતો. સૂક્ષ્મ ક્લેશ તો વખતે હોય, એ ના જાય, પણ સ્થૂળ ક્લેશ આપણાંથી કેમ ના જાય ?
દાદાશ્રી : એવું. આ બધાનું મૂળ છે વિષય. અને આ મોટામાં મોટી ફસામણ દુનિયામાં હોય તો વિષય અને એમાં કશું ય સુખ નથી, બળ્યું! સુખમાં કશું ય નથી અને એના ઝઘડા પાર વગરના ઊભા થાય છે ! ડખાડખ શાથી ઘરમાં થાય છે ? બેઉ વિષયી હોય, જાનવર જેવા વિષયી હોય, પછી આખો દહાડો અથડામણ થયા કરે.
પ્રશ્નકર્તા : પણ મને એ સમજણ પડતી નથી કે ક્લેશ અને વિષયને મેળ કેમનો ખાતો હશે ? ઝઘડો અને વિષય, એ બેને મેળ કેમનો ખાય ? એ મારા મગજમાં નથી ઊતરતું. મારઝૂડ સુધીનો ક્લેશ અને વિષય, એ બેને મેળ ખાય ? શું માણસ ત્યારે આંધળો બની જતો હશે ?
દાદાશ્રી : અરે, સામસામી માટે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : હા, પણ વિષયના પરમાણુ ઊભા થાય ત્યારે આંધળો બની જતો હશે ? એને મહીં યાદ નહીં આવતું હોય કે આપણે મારામારી કરતા હતા ?
૮૧
દાદાશ્રી : આ મારામારી કરે ને, ત્યારે તો વિષયની મઝા આવે એમને ! પાછું સ્વમાન જેવું કશું નહીં. પેલી આને ધોલ મારે, ત્યારે આ પેલીને ધોલ મારે. પાછો ધણી અમને આવીને કહી જાય કે મને મારી બૈરી મારે છે ! ત્યારે હું કહું ય ખરો કે હૈં, તારે તો આવી મળી ? તો તો તારું કલ્યાણ થઈ જાય. (!)
પ્રશ્નકર્તા : આ બધો ઢેડફજેતો સાંભળતાં જ આમ ત્રાસ થઈ જાય કે આ લોકો કેવી રીતે જીવતાં હશે ?
દાદાશ્રી : છતાં ય જીવે છે ને ! દુનિયા તેં જોઈ ને !! અને ના જીવે તો શું કરે ? ત્યારે કંઈ મરી જવાય છે ?
પ્રશ્નકર્તા : પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. પાછું એમ થાય કે રોજ ને રોજ આવા જ ઝઘડા ચાલ્યા કરે, છતાં ધણી-બૈરીને આનો ઉકેલ લાવવાનું મન ના થાય, એ અજાયબી છે ને ?
દાદાશ્રી : એ તો કેટલાંય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાં ય ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે ! તેથી તો અમે કહ્યું કે તમે બન્ને બ્રહ્મચર્ય વ્રત લઈ લો, તો ઉત્તમ લાઈફ થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે ?! પેલો ય જાણે કે એ ક્યાં જવાની છે ? આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.
રાગ-દ્વેષતા મૂળમાં રહ્યો છે વિષય !
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે રાગ-દ્વેષનું મૂળ સ્થાન જ આ છે ?
દાદાશ્રી : હા, જગતનું બધાનું મૂળ અહીંથી જ ઊભું થયું છે ! ને પૈણ્યા પછી પેલો મારે અને એનાં મારતાં પહેલાં પેલી ય મારે ! એટલે બેઉ જોરદાર ને મજબૂત બને !!