________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૭૯ તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે.
એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઈફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું !
પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું ! દાદાશ્રી : તો પછી શું કરવું ?
પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે તે ‘વ્યવસ્થિત'.
દાદાશ્રી : હા, બરોબર છે. તમારી વાઈફ’ ઉપરને, ઘરમાં કોઈની ઉપરે ય તમને શંકા હવે બિલકુલ થાય નહીં ને ?! કારણ કે આ બધી ‘ફાઈલો’ છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે અને આપણે તો મોક્ષે જવું છે !!