________________
૭૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપણે એમ જ સમજી લેવાનું કે એને હું પૈણેલો છું અને એ મારી ભાડૂતી છે ! બસ, આટલું મનમાં સમજી રાખવાનું. પછી તો બીજાં ગમે તેની જોડે ફરતી હોય તો ય આપણે શંકા ના કરવી. આપણે કામ સાથે કામ છે ને ? આપણને સંડાસની જરૂર હોય તો સંડાસ જઈ આવવું ! ગયા વગર ચાલે નહીં, એનું નામ સંડાસ. તેથી તો જ્ઞાનીઓ ચોખ્ખું કહે છે ને, કે સંસાર એ દગો છે.
પ્રશ્નકર્તા : દગો નથી લાગતો, એ શા કારણે ?
દાદાશ્રી : મોહને લઈને ! અને કોઈ કહેનાર પણ મળ્યો નથી ને ! પણ લાલ વાવટો ધરે તો ગાડી ઊભી રહે, નહીં તો ગાડી જઈને નીચે પડે.
શંકાતી પરાકાષ્ઠાએ સમાધાત !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષે ય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે. પાછું સામે પુરુષને એવું નથી કે મારી સ્ત્રી શું કરતી હશે ? એ તો એમ જ જાણે કે મારી સ્ત્રી તો સારી છે. પણ એની સ્ત્રી તો એને પાઠો ભણાવતી હોય ! પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે !! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને ! તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય !!
એટલે જયાં સુધી ‘સિન્સીયારિટી–મોરાલિટી’ છે, ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની ‘વાઈફ'ની વાત કહી દઉં, તો કોઈ પોતાની ‘વાઈફ' પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશું ય કહું-કરું નહીં. જો કે પુરુષે ય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન, બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.
આ સંડાસ હોય છે, તેમાં સહુ કોઈ લોકો જાય ને ? કે એક જ માણસ જાય ?
પ્રશ્નકર્તા : બધાં જ જાય.
દાદાશ્રી : તો બધાં જેમાં જાય, એ સંડાસ કહેવાય છે. એટલે જ્યાં આગળ બહુ લોક જાય ને, એનું નામ સંડાસ ! જ્યાં સુધી એક પત્નીવ્રત અને એક પતિવ્રત હોય, ત્યાં સુધી એ ઊંચામાં ઊંચી વસ્તુ કહેવાય. ત્યાં સુધી ચારિત્ર કહેવાય, નહીં તો પછી સંડાસ કહેવાય. તમારે ત્યાં સંડાસમાં કેટલો માણસ જતાં હશે ?
પ્રશ્નકર્તા : ઘરનાં બધાં જ જાય.
દાદાશ્રી : એક જ જણ ના જાય ને ? એટલે પછી બે જાય કે બધાં જ જાય, પણ એ સંડાસ કહેવાય.
આ તો હોટલ આવી ત્યાં જમે. અરે, ખાય-પીવે હઉં ! માટે શંકા કાઢી નાખજો. શંકાથી તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે. એટલે
એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સૂકવવાનું છે. તેને જ શંકા કરીને પાણી છાંટે છે, ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી.
હવે તમને બીજી કોઈ સંસારની શંકા પડે છે ? તમારી ‘વાઈફ' બીજા કોઈની જોડે બાંકડે બેઠી હોય અને તે છેટેથી તમને જોવામાં આવે, તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા ઃ હવે કશું ના થાય. થોડી આમ ‘ઇફેક્ટ’ થાય, પછી કશું ના થાય. પછી તો ‘વ્યવસ્થિત’ છે અને એ ઋણાનુબંધ છે, એમ ખ્યાલ આવી જાય.
દાદાશ્રી : કેવા પાકાં છે ! ગુણાકાર કેટલો બધો છે ! અને શંકા તો ના થાય ને ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : અને આ લોક તો ‘વાઈફ’ સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા