________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૭૫ જ શું? તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે ‘ચાર્જ થઈ ગયેલું, તેનું જ ‘ડિસ્ચાર્જ' છે ! જગત ચોખ્ખું ‘ડિસ્ચાર્જ'મય છે. ‘ડિસ્ચાર્જની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, ‘ડિસ્ચાર્જ'મય છે એટલે કોઈ ગુનેગાર નથી.
પ્રશ્નકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?
દાદાશ્રી : હા. કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.
મોક્ષે જનારાઓને ! દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ ! એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી ‘વાઈફ’ને આપણી રૂબરૂ ઉઠાવી જાય તો ય મહીં રાગવૈષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડાયો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઉઠાવી જવા દે છે ને ! પેલો જબરો હોય તો ‘વાઈફને ઉઠાવી જવા દે છે ને ?!
એટલે આ કશું પોતાનું છે જ નહીં. આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવું હોય તો મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી, ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ, કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ?!
જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું ‘વ્યવસ્થિત’ છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે ‘વ્યવસ્થિત” છે ના જોવામાં આવે ત્યારે કહેશે, ‘મારી વહુ’ અને જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં.
પ્રશ્નકર્તા : પણ ‘દાદા'એ બહુ ઢીલું મૂકી દીધું. દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય રાખીએ, એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ ‘ડાયવોર્સ'નો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે, ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીતે આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવાં બનાવ બને !
ચાચિ સંબંધી “સેફસાઈડ' ! માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય, તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી જેનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, “મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.” એટલે એ તમને ‘સિન્સીયર’ રહે, બહુ ‘સિન્સીયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ ‘સેફસાઈડ’ રહે.
વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ યે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘેડિયા તો એવું કહેતા કે “ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.' આવું શાના માટે કહેતાં કે જો વહુ બહુ રૂપાળી હશે તો કો'ક નજર બગાડશે. એનાં કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ વૈડિયા બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તો ય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા દૈડિયાં તો બહુ પાકા હતાં. પણ હું જે કહેવા માગું છું, તે એવું નથી. એ જુદું છે. એ કદરૂપી હોય ને, તે આપણા મનને બહુ હેરાન ના કરે, ભૂત થઈને વળગે નહીં.
કેવી દગાખોરી આ !! આ લોક તો કેવાં છે ? કે જ્યાં ‘હોટલ' દેખે, ત્યાં “જમે.’ માટે