________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ફક્ત ઝઘડા ક્યાં સુધી હોય ? એક વિષય છે ત્યાં સુધી ! પછી ‘મારીતારી’ કરવા માંડે, ‘આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?” એ ઝઘડા વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મુકે તો ય વાંધો નથી. એ ઝઘડા ના થાયને, પછી ? પછી કોઈ ઝઘડો નહીં ને ? કેટલાં વર્ષથી બ્રહ્મચર્ય વ્રત લીધું?
પ્રશ્નકર્તા : આમ નવ વર્ષ થયાં.
દાદાશ્રી : એટલે ત્યાર પછી ઝઘડી-બઘડા નહીં ! કશી ભાંજગડ જ નહીં ! અને સંસાર ચાલ્યા કરે !
પ્રશ્નકર્તા : ચાલે જ છે ને, દાદા. દાદાશ્રી : છોડીઓ પૈણી, છોકરા પૈણાવ્યા બધું પૈણે..... પ્રશ્નકર્તા : ઘરમાં ય નથી થતું હવે કશું ય.....
દાદાશ્રી : એમ ? સંસારમાં સરસ રહે એવું આ વિજ્ઞાન ! હા, છોડીઓ-છોકરા પૈણાવે. મહીં અડે નહીં, નિર્લેપ રહે. અને દુઃખ તો જોયું જ નથી. ચિંતા–બિંતા જોયેલી નહીં, નહીં ? બિલકુલ નહીં. નવ વર્ષથી ચિંતા નહીં જોયેલી ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દેવલોક નહીં જોઈએ, આ સંસાર નહીં જોઈએ, સુખ વર્તાયું પછી બીજી ક્યાં ભાંજગડમાં પડે !
દાદાશ્રી : હા, અને ગાડી ત્યાં જ જઈ રહી છે. ભલે સુરત સ્ટેશને થોડીવાર ઊભી રહે વખતે, પણ બોમ્બે સેન્ટ્રલ જ જઈ રહી છે !
ચાલો બહુ સારું ! આવું હું પૂછું અને પછી એ એમનાં તરફનું કહે મને તો મને જરાં લાગે કે ના, આપણી મહેનત ફળી ! મહેનત ફળી, એની તો આશા રાખે ને ?
વિષય છૂટ્યા બાદ, સંબોધ્યાં “બા” !!
જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું ‘હીરાબા' કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત-અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને, એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધી. અને આ કહેશે, ‘એણે મને ભોગવી લીધો.’ અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ, પણ તે ય અમારે નહોતી, એવો મતભેદ નહોતો, કોઈ જાતનો.
વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.
કોઈ પણ જાતનો સાહજીક એમાં વાંધો નથી. સાહજીક એટલે સહમતપૂર્વક. આપણને દાઢી કરવાનો ભાવ થયો અને પેલો ભાઈ આવીને ઊભો રહ્યો, તો કહે, ‘આવો ! ચાલો બેસો બા !' એવાં સંજોગ બાઝતા હોવા જોઈએ. ભીખ માગવાની હદ હોય કે ના હોય ? કેટલી હદ હોય ? એક ફેરો કહે કે આ તૈયારી કરો. ત્યારે કહે, એ ય નહીં. તો કહીએ,
પ્રશ્નકર્તા: આમ ઉપાધિ આવે તો ઘણી, પણ અડે નહીં.
દાદાશ્રી : આવે ખરી, એ તો બરોબર, સંસારમાં છે એટલે આવે તો ખરું. અડે નહીં, એટલું જ પાછું નડે ય નહીં કંઈ પણ. સેફસાઈડ, કાયમ સેફસાઈડ. અહીં બેઠા જ મોક્ષ થઈ ગયો, પછી હવે રહ્યું શું ?
પ્રશ્નકર્તા : હું તો કહું છું કે અહીં જ મોક્ષનાં સુખ વર્તાવા જોઈએ. તો જ એની મઝા !
દાદાશ્રી : તો જ સાચો મોક્ષ અહીં વર્તાવો જોઈએ. પ્રશ્નકર્તા અને અહીંયા વર્તાય છે એટલે જ કહે છે ને ! હવે