________________
૬૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે
સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો !! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૬૩ જગતમાં કોઈ આ જોખમ કહે નહીં. લોકો તો ‘તમે બહુ સરસ છો, બહુ સરસ છો.’ એમ કહેશે. આ લોક તો સારું. સારું જ કહેને ! કોના બાપાની દિવાળી ?! ચંદુભાઈ પાસેથી પાંચસો રૂપિયા જોઈતા હોય તો, ‘ચંદુભાઈ સંત પુરુષ થઈ ગયા,’ કહે. એટલે પાંચસો રૂપિયાનો ચેક લખી આપે.
પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય ! એટલી બધી ઠંડી છે. પણ ત્યાં અત્યારે તો એ છેલ્લી ત્રણ નર્કો બંધ થઈ ગઈ છે. ઠંડીવાળું જોખમ બંધ થઈ ગયું છે. આ ગરમીવાળું જોખમ હજુ ચાલુ છે. અત્યારે એવા પાપ કરનાર કોઈ છે જ નહીં. આ જીવડાં શું પાપ કરી શકે બિચારાં ! રેશન અને ભેળસેળવાળો માલ લાવીને ખાય, તે કેટલાં પાપ કરી શકે ?! એટલે છેલ્લી ત્રણ નર્કમાં જવાય એવાં પાપ કરનારા જન્મતાં જ નથી. બાકી આ નાના પ્રકારના પાપ કરનારા એ બધા પહેલી ચાર નર્ક જાય. એમાં એ અહીં બહુ મોટો શૂરવીર (!) હોય, ત્યારે એના માટે એ નર્ક ઊઘડે. પાપ કરતાં આવડે નહીં, તેને શું થાય ? આ તો બધા મહીં અંદર ને અંદર મારમાર કરે, બહાર મારતો નથી.
પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિ વિષયી નથી, એ કેવી રીતે ?
દાદાશ્રી : પ્રકૃતિ વિષયી નથી, એ તો એક પરસ્ત્રી સિવાય. આ લોક તો અવળું ઝાલી પાડે. મારા શબ્દોને તારી ભાષામાં અવળું લઈ જવું હોય, તો તને વાર લાગે ખરી ? પછી જો તમે પરસ્ત્રી ને બીજું બધું જોખમ અવળું લઈ પડો, તો તો પછી દુનિયામાં તમને ફાવે તેમ ચાલવાનું થઈ ગયું ! પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે ! એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને માં નીચી
બેઉ સહમત તો ય જોખમ ! પ્રશ્નકર્તા બન્ને પાર્ટીને સંમત હોય તો જોખમ ખરું ?
દાદાશ્રી : સંમતિ હોય તો ય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે. તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે દરેક શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે ? પછી ‘સેફસાઈડ' જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને ?!
બ્રહ્મચર્યતા ઈચ્છાવાતને ઉગારે જ્ઞાત ! તારી ઇચ્છા તૂટી ગઈ છે કે ? પ્રશ્નકર્તા : હા, દાદા.