________________
૬૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : તો હું તારો કચરો કાઢી નાખીશ. જેની ઇચ્છા ના તૂટી હોય, તેનો કચરો શી રીતે કઢાય ?!
પ્રશ્નકર્તા : મરતાં સુધી ઇચ્છા ના જાય તો શું થાય ? દાદાશ્રી : શેની ઇચ્છા છે ? પ્રશ્નકર્તા: કોઈ પણ ઇચ્છા હોય.
દાદાશ્રી : બીજી બધી ઇચ્છા થશે તેનો વાંધો નથી, પણ વિષય સંબંધી ના હોવી જોઈએ. એકની જોડે ડાયવોર્સ લઈને બીજી જોડે લગ્ન કરવાની ઇચ્છા હશે તેનો વાંધો નથી, પણ લગ્ન હોવું જોઈએ. એટલે એની બાઉન્ડ્રી હોવી જોઈએ, ‘વિધાઉટ એની બાઉન્ડ્રી” એટલે હરયા ઢોર કહેવાય. પછી એમાં અને મનુષ્યમાં ફેર નથી.
પ્રશ્નકર્તા : ૨ખાત રાખી હોય તો ?
દાદાશ્રી : રખાત રાખી હોય, પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ. પછી બીજી ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરાં થાય.
દાદાશ્રી : મિલકત તો આપવી પડે, જો આપણને સ્વાદ જોઈતો હોય તો ! પાંસરા રહોને એક અવતાર, આમ શું કરવાને કરો છો ? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું ! એક અવતાર પાંસરા રહોને ! પાંસરું થયા વગર છૂટકો નથી. સાપે ય દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે ?
પ્રશ્નકર્તા સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે, એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે ? એવું જ રહેતું હતું.
દાદાશ્રી : તમને કોઈ અવતારમાં કોઈએ ‘આ ખોટું છે' એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે ? પાછી નર્કની જવાબદારી આવે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : અને નર્કમાં જવાનું થાય, એ તો ખરાબ જ ને ?
દાદાશ્રી : આ વાત જ એવી છે, આ હરૈયું કામ છે ને, એ બધું નર્કે જ લઈ જાય.
આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટિલી પસ્તાવો કરે તો ય બધાં પાપો બળી જાય. બીજા લોકોનાં પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી, એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે, તો પછી પાર નીકળી જાય !
આ એકલો જ રોગ એવો છે કે નર્કમાં લઈ જનારો છે અને નર્કમાં ગયો કે પછી ફરી જ્ઞાની પુરુષ ભેગા ના થાય, આ સત્સંગ ભેગો ના થાય ! મોક્ષમાર્ગ હાથમાંથી જતો રહે ! એટલે પરસ્ત્રીગમન, પરસ્ત્રીવિચાર એ નર્કમાં લઈ જનારા છે ! આ ચાદર કાઢી નાખે તો ? કોઈ હાથ ના અડાડે ! એટલે એમાં શું જોવા જેવું છે ? એનો તો વિચાર સરખો ય ના આવવો જોઈએ ! તેથી જ અમે બૂમો પાડીએ છીએ ને ! અત્યારે દહીંવડાં બધું જ ખાવા દઈએ છીએ ને ! પણ મોટામાં મોટું જોખમ આ છે ! નર્કમાં જતાં ય ઠેકાણું નહીં પડે !
સંસારી લોક તો ઠગાઈ ગયેલા, બિચારાને ખબર નથી ! અને અહીં તો આની જો ખબર હોય અને પછી જો કદી માર ખાય તો બહુ ખોટું કહેવાય ને ?!
અત્યાર સુધી રઝળી મર્યા છે, તેનું કારણ જ આ વિષય છે ને ! તે ના હોવું જોઈએ અને હોય તો તેને એકદમ છોડી ના દેવાય, પણ એનાં તો તરત પ્રતિક્રમણ કરવાં પડે. વિષય, તે કંઈ આમ ને આમ છોડ્યું છૂટી જાય એવું છે ? આ તો અનંત અવતારથી વળગેલું છે, તે જલદી છૂટે નહીં ! રાત-દિવસ એક વિષયના જ નિરંતર પ્રતિક્રમણ કર્યા કરવા પડે, અને તે ય દ્રષ્ટિ બગડ્યા પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં પડે.
અણહક્કતા વિષયથી સ્ત્રીપણું તો છૂટે ! પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે,