________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું. આ લોકોએ કેવા ભયંકર ગુના કર્યા છે. ‘બેન, બેન’ કરીને પૈણેલા. પણ આ લોકોને સાતમી નર્ક ના હોય. બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્કમાં જાય.
ભયંકર જોખમી, અણહક્કતા વિષયો ! આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. લક્ષ્મી કે બીજી કોઈ ચીજ બંધન કરતી નથી. ફક્ત પરસ્ત્રી એકલી જ બંધન કરે છે. જ્યાં પરસ્ત્રીની લૂંટ ચાલે છે, ત્યાં બંધન છે. બીજે કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે, બીજે બધેથી છોડાવડાવે, પણ પરસ્ત્રીમાં જે ફસાયો, તે નરકનો અધિકારી થઈ જાય. માટે તેનાથી છૂટવા માટે અહીં ‘વિધિ’ કરી લેવી પડે. માણસ છે એ ભૂલચૂક તો કરે જ ને હવે !
એટલે અહીં જોખમ આટલું જ છે. કોઈની ય એમાં ભૂલચૂક થતી હોય તો મારી પાસે માફી માંગી છોડાવી જવું. તેની હું વિધિ કરી આપીશ. આ જ્ઞાન મળ્યા પછી જાતજાતનાં કર્મો લઈને આવ્યા હોય, એમાં કોણ કેવો બંધાયેલો હોય, તે શી ખબર પડે ? તું લક્ષ્મીથી બંધાયેલો હોય તેનો વાંધો નહીં, એ દંડ તને માફ કરાવી દઈશ. પણ આ પરસ્ત્રીનો એકલો જ મોટો દંડ છે. તે પણ મારી પાસે માફ કરાવવાના કાયદા છે. મારી પાસે બધું ય સાધન છે.
દાદા છોડાવે તર્કગતિથી ! માનવતાનો અધિકાર કેટલો ? કે જે પોતાની પરણત હોય, અધિકારનું હોય એટલું જ પોતાનું અને બીજું પારકું લેવાય નહીં. મારું એ મારું અને તારું એ તારું. તારું મારે જોઈએ નહીં, મારું તને આપું નહીં, એનું નામ માનવતા !
જેને પરસ્ત્રીનો ત્યાગ થયો, તે ભગવાન થવા માંડે. પરસ્ત્રી એ રોગ મોટો હશે કે નહીં ? બહુ મોટો કહેવાય ! એથી જ જગત ઊભું રહ્યું છે. એ ગાયો-ભેંસોને ચાલે, ત્યાં તો ચોરી ય નથી ને બ્રાહ્મણે ય નથી. ગાયોભેંસોમાં ચોરી હોય ? ત્યાં બ્રાહ્મણને બેસાડે નહીં ને ? આ તો મનુષ્યમાં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો વિવેક કરવામાં આવે છે અને કુદરતનું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો તે બંધન જ હોય, મહામુશ્કેલી !
તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને ! પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.
દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, “અમારું શું થશે ?” મેં કહ્યું, ‘અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.” જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મુકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.
એતાં જોખમો તો ખ્યાલમાં રાખો ! એટલે ખરું જોખમ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ ? જોખમ યાદ રહેશે કે તને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે ભૂલાય નહીં ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આખી જિંદગી ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : છોકરાઓને બિચારાને તો મુશ્કેલી ને ? હજુ પૈણ્યાં ના હોય. આવું જોખમ સંબંધી કોઈ ઉપદેશ આપતું ના હોય ! કોઈ આપે છે ? ના. કારણ કે લોક વિષયી છે. પોતે વિષયી માણસ, એ વિષયો સંબંધી ઉપદેશ કેમ આપી શકે ? પોતે ચોરી કરતો હોય, તે ‘ચોરી ના કરવી” એવો ઉપદેશ કેવી રીતે આપી શકે ? જોખમ તો સમજવું ના પડે ?