________________
૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ૯ પ્રશ્નકર્તા : છતાં એમાં પાપ તો ખરું ને ?
દાદાશ્રી : ખરું. તેથી આ લોકોએ નિષ્પાપી રહેવા માટે શોધખોળ કરેલી ને ? કે નિષ્ઠાપી રહેવા માટે શો ઉપાય ? બ્રહ્મચર્યમાં આવવું જોઈએ. અહીં જો સ્ત્રી-પુરુષનું બ્રહ્મચર્ય પળાય, તો તો દેવલોકો જેવું સુખ આવે. પછી તો સંસાર દેવલોક જેવો લાગે. દ્રષ્ટિ ના માંડે એ જીત્યો. દ્રષ્ટિ માંડી કે ખલાસ થઈ ગયું. દ્રષ્ટિ તો માંડવી જ ના જોઈએ.
પ્રશ્નકર્તા : આપે જે પરપુરુષ ને પરસ્ત્રીગમનનું ભય સિગ્નલ બતાવ્યું, એનું ‘કેજ્યુઅલ કનેક્શન’ શું છે ?
દાદાશ્રી : આપણા અહીં જ્ઞાન લીધા પછી આવા દોષવાળો તો સીધો નર્કમાં જાય. કારણ કે જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાનીને દગો કહેવાય અને સત્સંગને દગો કહેવાય. ભયંકર દગો કહેવાય, એટલે નર્કનો અધિકારી થઈ જાય. એટલા માટે અમે ચેતવ ચેતવ કરીએ. અત્યારના લોકોને જે વિષયો છે, એ તો જાનવરોને ય ના હોય. આ તો કળિયુગની નિશાની છે. બિચારા બળતરામાં ને બળતરામાં આખો દહાડો મહેનત કરે અને પછી ભાન ના રહે ને ?!
અને આ માલ કંઈ ફરી મનુષ્યમાં આવે એવો માલ નથી. આ તો રખડી મરવાનો બધો માલ છે. પહેલાનો જૂનો માલ હતો, એ તો એક પત્નીવ્રતવાળો. કારણ કે જૂનો માલ તો ચારિત્રને સમજતો હતો કે મારી છોડી એવી ના થાય, એવું બધું એ જાણે કે હું કો'કને ત્યાં નુકસાન કરું તો કો'ક મારે ત્યાં નુકસાન કરે અને પછી પોતાની છોકરી એવી જ થાય.
શિયળ લૂંટતારા, તર્નાધિકારી ! પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?
દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્ક નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય શિયળ લૂટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી. આ જગતમાં શીલવાન જેવી ઉત્તમ વસ્તુ કોઈ જ નથી.
પ્રશ્નકર્તા : આ કાળમાં શિયળનું કોઈને મહત્ત્વ જ નથી, તો પછી શિયળ લૂંટાયા જેવું કોઈને લાગે જ નહીં ?
દાદાશ્રી : આ કાળમાં લોકોને પહેલાંના કાળ જેવું શિયળે ય લૂંટતા નથી આવડતું ને ! તેથી બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્ક જાય. અત્યારે આ કાળમાં ચાર નર્ક ખુલ્લી છે, તે ત્યાં સુધી જાય. એથી આગળની બંધ થઈ ગયેલી છે. આગળની તો આ કાળના લોકો માટે હોય નહીંને ! આ ચોળિયાં જેવાં જીવો. આગળની નર્કમાં જનારા તો પ્રખર પુરુષ અને આ તો ચોળિયાં બિચારાં તે, “બેન, બેન’ કહીને શિયળ લૂટે એવાં લોક, આ લોક તો ‘બેન' કહીને દગોફટકા રાખે. પેલાં લોક આવાં દગોફટકા ના કરે.
પ્રશ્નકર્તા : દગોફટકો દુનિયા જોડે કે વ્યક્તિ જોડે ?
દાદાશ્રી : દુનિયા ને વ્યક્તિ બધા ય જોડે. આ કાળના લોકો જે છે ને, તે તો પોતાની જાતને હઉ દગો દે.
આપણે અહીં આ સત્સંગમાં એવો દગોફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું બાળી મેલીશ, ભયંકર બાળી મેલીશ. આ જગ્યાએ કિંચિત્માત્ર એવું ના ચાલે, આ સંઘ એવો ના હોય, અહીં એવી ભૂલ કરાય નહીં.
અમે તો ઘણાં એવા માણસો જોયા છે કે બનેવી હોય છતાં સગી બેનને “પૈણેલો’ હોય છે. પછી છે તે બનેવીને ત્યાં રોજ જાય. અરે, બનેવીને ત્યાં જ મુકામ. એવાં તો ઘણાં કેસ જોયેલા. હું એને કહું પણ ખરો કે “અલ્યા, શું ધંધો માંડયો છે ? કયા અવતારે છટીશ તું ? મારી પાસે આવ, જો ફરી આવું ના કરવાનો હોય તો હું તને ચોખ્ખો કરી આપીશ.’ આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને