________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ૭ થાય કે ‘આપણાં કરતાં પેલી સારી છે” એવું થાય ખરું, પણ જે છે એમાં કશો ફેરફાર થાય નહીં.
પ્રશ્નકર્તા: આ દેવગતિમાં પુત્રનો સવાલ નથી, છતાં ય ત્યાં વિષય તો ભોગવે જ છે ને ?
દાદાશ્રી : ત્યાં આવો વિષય ના હોય. આ તો ગંદવાડો નર્યો. દેવ તો અહીં ઊભા ય ના રહે. ત્યાં એમનો વિષય કેવો હોય છે ? ખાલી દેવી આવે કે એને જુએ, એટલે એમનો વિષય પૂરો થઈ ગયો, બસ ! કેટલાંક દેવલોકને તો એવું હોય છે કે બેઉ આમ હાથ અડાડે કે સામસામી બેઉ જણા હાથ દબાવી રાખે તો એ વિષય પૂરો થઈ જાય. દેવલોકો ય જેમ જેમ ઊંચે ચઢે, તેમ તેમ વિષય ઓછો થતો જાય. કેટલાંક તો વાતચીત કરે કે વિષય પૂરો થઈ ગયો. જેને સ્ત્રીનો સહવાસ ગમે છે એવાં ય દેવલોકો છે અને જેને ખાલી સ્ત્રી અમથી એક કલાક ભેગી થાય એટલે બહુ આનંદ થાય એવાં ય દેવલોકો છે અને કેટલાંક એવાં દેવલોકો ય છે કે જેમને સ્ત્રીની જરૂર જ નથી હોતી. એટલે બધી જાતના દેવલોકો છે.
એવાં ય કેટલાંક મનુષ્યો છે, જેમને સંડાસમાં બેસવાનું ગમતું નથી. એને આ ગંધ જ ના ગમતી હોય. તો એમને માટે દેવલોકોની ભૂમિકા છે.
અણહક્કના વિષયભોગો, તર્કનું કારણ !
પરપુરુષ-પરસ્ત્રી તર્કતું કારણ ! આ વિષયને ઝેર જાણ્યું જ નથી, આનું જોખમ જાણ્યું જ નથી ને નર્ક જવાય એવું થઈ ગયું છે. માટે કંઈક પાછાં ફરે તો નર્કગતિ બચે. - પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્ક જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ? બાકી પોતાની સ્ત્રીનો તો કોઈ વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ એ બન્ને પતિ-પત્ની હોય તો ?
દાદાશ્રી : પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.