________________
૫૫
પ૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : ના, ત્યાં જ ચોકડી મારી છે ને ! અને આ રાજીપાથી જ બધું બગડ્યું છે ને !!! આ રાજીપાથી આગળ ગયા એટલે બધું ભયંકર અધોગતિમાં જવાની નિશાનીઓ થઈ ! પછી એ અધોગતિમાં જ જાય. બાકી પોતાને ઘેર નોર્માલિટી રાખે તો એ દેવ કહેવાય, મનુષ્યમાં પણ દેવ કહેવાય. અને પોતાને ઘેર એબોવ નોર્મલ થયો, એ બધું જાનવરપણું કહેવાય. પણ એ પોતાનું ખૂએ, બીજું કશું નહીં, પોતાની દુકાન બધી ખાલી થઈ જાય, પણ પેલા અણહક્કના જેવું જોખમ ના કહેવાય. આ હક્કવાળાને તો ફરી મનુષ્યપણું ય મળે ને એ મોક્ષની નજીક ય જાય. એક પત્નીવ્રત એ છેલ્લી લિમિટ છે, પેલાં બધાં કરતાં ઉત્તમ. આવી ચર્ચા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ થતી નથી.
તારી તાકાત પ્રમાણે પૈણ ! પ્રશ્નકર્તા : આપણા ધર્મમાં એક જ પત્નીનો ફાયદો છે, પણ આપણે ત્યાં કેટલાંક રાજાને ત્રણ પત્નીઓ કેમ હતી ?
દાદાશ્રી : એવું છે ને, કેટલાંક તો ત્રણ પત્ની રાખતા. અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા, એમને તેરસો રાણીઓ હતી. એટલે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે કે લગ્ન કરજો. પણ દ્રષ્ટિ ના બગાડશો. અને એક લગ્નથી તમને સંતોષ ન રહેતો હોય અને બીજી કોઈ સ્ત્રી પર દ્રષ્ટિ જતી હોય તો બીજી પૈણજો. ત્રીજી પર દ્રષ્ટિ જતી હોય તો ત્રીજી પૈણજો. પણ દ્રષ્ટિ ના બગડેલી રાખજો. આ દ્રષ્ટિ બગડવાથી ભયંકર રોગો ઊભા થાય છે.
પ્રશ્નકર્તા : આપણામાં તો એક જ કહ્યું છે અને પહેલાં તો ત્રણત્રણ એવું કેમ છે ?
દાદાશ્રી : તમને ય કહું છું કે, તમારી શક્તિ જોઈએ. એકની જોડે તો વઢવઢા કરો છો એટલે પછી એક જણ તો હતો, તે પછી બીજી પૈણી લાવ્યો. તે મેં એને પૂછયું કે, ‘ભાઈ, હવે શું કરો છો તમે ? બે વાઈફ અને તું શું કરું છું ? આ તો ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું હું. આજની નહીં. ત્યારે એ કહે, ‘નવી કરે રોટલા અને જૂની કરે દાળ, બંદા
બેઠા કઢી હલાવે, ત્રણેવ હારહાર ” શક્તિ હોય તો કરોને, નિવેડવાની શક્તિ જોઈએ. એકને ન પહોંચી વળે ને આમ બૂમો પાડે પછી !
- એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે ‘પાળીશ.’ તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો, ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું.
અને આપણાં ઋષિમુનિઓ તો એક સ્ત્રી રાખતા હતા, ને તે ય વરસમાં એકાદ વખત ઠીક છે, એકાદ વખતે પુત્રદાન આપવા પૂરતા પૈણતા હતા.
પ્રશ્નકર્તા : મારું પૂછવાનું કે મન-વચન-કાયાથી બ્રહ્મચારી જગતમાં પાકેલાં કોઈ ?
દાદાશ્રી : અત્યારે હોય નહીં. પ્રશ્નકર્તા : પહેલાં ખરાં ?
દાદાશ્રી : પહેલાં તો ખરો જ ને ! આપણે ત્યાં મહાસતીઓ થતી એ એક પતિવ્રતા. આ ઋષિમુનિઓ બધા એક પત્નીવ્રતવાળા.
પ્રશ્નકર્તા : મહાસતીને પતિ તો ખરો જ ને ?
દાદાશ્રી : હા, પણ પતિવ્રતવાળી, પતિવ્રતનો નિયમ બિલકુલ ભંગ નહીં થવા દેવાનાં અને પેલા ઋષિમુનિઓ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતવાળા.
પ્રશ્નકર્તા : પણ એ તો એવું સહેજે લઈને આવેલા હોય ને ?
દાદાશ્રી : એ તો એવો માલ ભરેલો અને અત્યારે આ લોકોએ આવો માલ ભર્યો, તે એવો નીકળે છે. પણ હવે નવેસરથી કેવો ભરવો, તે પોતાના આધિન ખરું ને ?
પ્રશ્નકર્તા : દેવોમાં એક પત્નીવ્રત હશે?
દાદાશ્રી : એક પત્નીવ્રત એટલે કેવું કે આખી જિંદગી એક જ દેવી જોડે પસાર કરવાની. પણ જ્યારે બીજાની દેવી દેખે કે મનમાં એવાં ભાવ