________________
૫૩
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એનાથી ચોખ્ખું કરી નાખવાનું.
ખપે સૂક્ષ્મથી પણ એક પત્નીવ્રત ! આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.
પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું ધૂળ ? મન તો જાય એવું છે ને ?
- દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષ જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.
હવે આખી જિંદગી બીજે મન ના બગડ્યું, તો તારું ગાડું સારું જશે. નહીં તો પછી....
પ્રશ્નકર્તા: બરાબર, આપે કહ્યું એ પ્રમાણે એક પત્નીવ્રત જ, એની સિવાય બીજું કાંઈ નહીં.
દાદાશ્રી : બીજે તો દ્રષ્ટિ પણ ના બગડવી જોઈએ અને બગડે તો તરત પ્રતિક્રમણ કરજે. અનંત અવતાર છૂટી જઈને મોક્ષે જવાનું એ કંઈ સહેલી વસ્તુ નથી અને પેલું બ્રહ્મચર્ય હોય તો તો વાત જ જુદી છે ને !
પ્રશ્નકર્તા : હમણાં તો લગ્ન કરું છું, પણ અમુક વર્ષો પછી તો બ્રહ્મચર્ય લઈ શકાય ને ?
દાદાશ્રી : હા, બેઉ જણ લેવા તૈયાર હોય તો લેવાય. બન્ને ય તૈયાર હોય તો પાંચ વર્ષ પછી પણ લેવાય.
પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચારીઓ જેવું તો રીઝલ્ટ આવે નહીં ને ? દાદાશ્રી : એ તો ભૂતને જોડે ફેરવવું જ પડે ને ! અને પેલી બઈ
પ૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જાણે કે આ ભૂતને મારે ફેરવવો પડે છે. એટલે આ ઉપાધિ તો ખરી જ ને ! એક ફેરો સહીસિક્કા થઈ ગયેલા એટલે કરાર તુટે નહીં ને ! જ્યારે બ્રહ્મચારીને તો કોઈ નામ દઈ શકે નહીં ને ? કોઈ દાવો જ ના માંડે ને ? એટલે એના જેવું તો એકે ય નહીં.
પ્રશ્નકર્તા : તો સિન્સીયરલી એક પત્નીવ્રત પાળીએ તો વાંધો ના આવે ને ?
દાદાશ્રી : પછી આપણી આ પાંચ આજ્ઞા પળાય તો મોક્ષ થાય. આ પાંચ આજ્ઞા પાળવી જોઈએ ફક્ત અને એક પત્નીવ્રત પાળે એટલે બહુ સારું કહેવાય, બ્રહ્મચર્ય જેવું જ ફળ આપે.
પ્રશ્નકર્તા : પણ આટલો વખત બ્રહ્મચર્યની જે ભાવના કરી છે. બ્રહ્મચર્યનાં જે બીજ નાખ્યાં છે, તો આવતા ભવમાં તો દીક્ષા મળશે ને ?
દાદાશ્રી : એની ચિંતા કરીને આપણે શું કામ છે ? અત્યારે તો આપણે અત્યારની ભાંજગડ કરવી. આવતાં ભવની ભાંજગડ અત્યારે કરીએ તો શું થાય ? અત્યારે તો આપણી શી સ્થિતિ છે ? અત્યારે આપણા દોષ દેખાય છે ને ? લોકોના દોષ ના દેખાવા જોઈએ. પોતાના દોષ દેખાવા જોઈએ. કોઈના દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરવું પડે. એવું બધું જોવું. બીજું, આવતા ભવની ભાંજગડ તો એની મેળે થઈ રહેશે. એ તો પરીક્ષા જેવી આપીએ, વાંચ્યું હશે એવું થશે. આવતો અવતાર તો માર્ક છે.
હતું પણ નોર્માલિટીમાં ! પ્રશ્નકર્તા : એક પત્નીવ્રતને હક્કનો વિષય કહેવાય, તે પણ નોર્માલિટીમાં હોય ત્યાં સુધી હક્ક ગણાય. ને એબોવ નોર્મલ થાય તો ?
દાદાશ્રી : તો ય હક્કનો જ કહેવાય પણ અણહક્ક જેવું, એને ખરાબ કહેવાય નહીં ને ?
પ્રશ્નકર્તા: હવે બીજી સ્ત્રી છે, તે એનાં રાજીપાથી આપણને ખેંચતી હોય અને બેઉના રાજીપાનો સોદો હોય, તો એ હક્કનો વિષય થયો કે નહીં ?