________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૫૧ ને ? કોણ ના પાડે છે ? છો લોકો બૂમો પાડે ! પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ બાઈને તો નેચરલી દુઃખ હોય જ.
દાદાશ્રી : તો પણ કોઈને દુઃખ થાય એવું વર્તન ન હોવું જોઈએ. અને તે પોતાની સ્ત્રીને દુઃખ ના થાય, એ પહેલું જ જોવું જોઈએ. કારણ કે આપણે એને વિશ્વાસ આપીને લાવ્યા છીએ. આપણે લગ્નથી બંધાયા છીએ. પ્રોમીસ આપેલું છે. પ્રોમીસ આપ્યા પછી જ દગો દઈએ તો પછી આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા તો ના કહેવાઈએ, પણ અનાડી તો કહેવાઈએ ને !!
પ્રશ્નકર્તા : તો ચાર પત્ની કેમ કરે છે ?
દાદાશ્રી : મુસલમાનોને એમના કુરાનમાં લખ્યું, કુરાનનો કાયદો છે કે મુસલમાન દારૂ પીવે નહીં. દારૂનો છાંટો પડ્યો હોય તો એટલી જગ્યા કાપી નાખે, ખરો મુસલમાન આવી હોય. ખરો મુસલમાન કેવો હોય, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડે નહીં અને જરૂર હોય તો બીજી પૈણે, ત્રીજી પૈણે, ચાર કરે પણ દ્રષ્ટિ ના બગાડે. કેટલું સુંદર બંધારણ છે એનું. પણ શું થાય હવે, આ લોકો તો થઈ ગયા એવાં ! એટલે જ્યાં ને ત્યાં દ્રષ્ટિ બગાડે છે.
પ્રશ્નકર્તા : ચાર પત્ની કરવાથી દ્રષ્ટિ સુધરશે એવું કંઈ ખાતરી ખરી ?
દાદાશ્રી : ના, એ શું કહેવા માંગે છે. તે દ્રષ્ટિ બગાડીશ નહીં. તું ચાર પત્ની કર એટલે પછી પોતે નક્કી કરેલું હોય કે મારે આટલામાં જ રહેવાનું છે. અને આ તો એને નક્કી થઈ ગયું, એક જ છે ને મારે ! એટલે બીજે બહાર દ્રષ્ટિ બગાડવાની છુટ થઈ ગઈ એને. આ બહાર દ્રષ્ટિ બગાડવાથી શું થાય છે, કે એ કંઈ કાર્ય થતું નથી, પણ દ્રષ્ટિ બગડવાથી બીજ પડે છે અને એ બીજમાંથી વૃક્ષ થાય છે. માટે અમે આ બધાને કહી દીધેલું કે તમારી દ્રષ્ટિ બગડે તો તમે પ્રતિક્રમણ કરજો એટલે તમને બીજ નહીં પડે. દ્રષ્ટિ બગડતાંની સાથે પ્રતિક્રમણ કરો.
પર
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : એમનો ધર્મ એમ કહે છે કે ચાર સ્ત્રી પરણો પણ દ્રષ્ટિ ન બગાડો. પણ દ્રષ્ટિ બગાડવી-ન બગાડવી એ એના હાથમાં છે ને !
દાદાશ્રી : આ ભવમાં અત્યારમાં સાંભળ્યું હોય એ જ્ઞાન, તો આવતા ભવમાં ફીટ થઈને જ આવ્યો હોય. પછી બહાર દ્રષ્ટિ ના બગડે.
પ્રશ્નકર્તા : ખાલી સાંભળ્યું હોય એ ?
દાદાશ્રી : હા, જ્ઞાન જો એણે સાંભળ્યું હોય આ, કે આવું જ કરવાનું છે તો આ ભવમાં બગડે વખતે, ગયા અવતારમાં સાંભળ્યું નથી એટલે. પણ આ તો આવતા ભવમાં ફીટ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ છતાં આ ભવમાં જે કર્મ બંધન કર્યા, એ તો ભોગવવા જ પડે ને પછી ?
દાદાશ્રી : એ તો ભોગવવા પડે, પણ બીજું.... બીજું નહીં ભોગવવું પડે. એનો અંત આવી જાય. પણ આ હિસાબ તો ય આવી જાય. પણ એ લોકોને ચોખ્ખું કહ્યું છે. ચાર સુધી ભોગવજો, પણ તમે બહાર દ્રષ્ટિ ના બગાડશો અને તે ય છે તે, એનું આરોગ્ય નિદાન છે. દ્રષ્ટિ બગાડવી એ આરોગ્ય ઉપર બાધક છે. એ કાયદો મુસલમાનોનો બહુ ગમે છે અમને. મુસલમાનોનો કાયદો, બહુ સારો કાયદો !
મુસલમાનોનાં શાસ્ત્રોમાં ય એવાં સરસ કાયદા છે કે ભાઈ, તારે પૈણવું હોય તો ચાર પૈણજે, પણ દ્રષ્ટિ ના બગાડીશ કોઈની ઉપર. આ એમનો કાયદો સરસ છે ને ? તને કેવો લાગે છે ? વધારે ગુનો તો દ્રષ્ટિ બગાડવાનો છે, સ્ત્રીઓ રાખ્યાનો નથી. દ્રષ્ટિ બગાડ્યાનો ગુનો બહુ છે. બીજી બધી સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરે તો, તે સારું કહેવાય ? માટે પોતાનું જે છે, એ ભોગવવાનું છે. ભગવાને શું કહ્યું છે ? તું ભોગવ, પણ તારું હક્કનું જે છે તે ભોગવ. અણહક્કનું ના ભોગવીશ. અમથા અણહક્કના ભોગવવાના ચાળા કરીએ, તેનાં તો ભવોભવ બધા બગડી જાય. હવે તારી દ્રષ્ટિ બીજી જગ્યાએ નહીં જાયને ? કોઈ દહાડો ય નહીં જાયને ? આ કાળમાં આની કિંમત વધારે અંકાઈ છે. કસોટીનો કાળ છે એટલે દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ. અને બદલાઈ હોય તો પ્રતિક્રમણ આપેલું છે,