________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૯ એક પત્નીવ્રત' આ કાળતું બ્રહ્મચર્ય જ ! જેણે લગ્ન કરેલું છે, તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. અને વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી
સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી, દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી, વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે, એને આ કાળમાં એક સ્ત્રી છે છતાં ય બ્રહ્મચર્ય કહેવાય.
આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !
આ કાળમાં જેને પરસ્ત્રીનો વિચાર પણ ના આવે અને એક જ સ્ત્રી સાથે રહે તો ય તેને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. એને સ્વરૂપનું જ્ઞાન ના હોય તો ય તે દેવગતિમાં જાય. બોલો, ત્યારે આ દેવગતિવાળાઓએ કેટલી બધી સગવડો કરી ! બીજું, આઈસ્ક્રીમ ખાવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, સિનેમા જોવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, પણ આ
સ્ત્રી-પુરુષના વિષય સંબંધનો મોટો ગુનો છે. તેમાં ય લગ્ન કરેલું હોય તેટલાં પૂરતાનો વાંધો નહીં આવે. કારણ કે ‘બાઉન્ડ્રી’ છે, ‘બાઉન્ડ્રી’ ચૂકયાનો વાંધો છે. કારણ કે તમે સંસારી છો, એટલે ‘બાઉન્ડ્રી’ હોવી જોઈએ. ‘બાઉન્ડ્રી'માં મન પણ ના ચૂકવું જોઈએ, વાણી પણ ના ચૂકવી જોઈએ, વિચાર પણ ના ચૂકવો જોઈએ. એક પત્નીવ્રતના ‘સર્કલમાંથી વિચાર બહાર ના જવો જોઈએ, ને જાય તો વિચાર પાછો બોલાવી લેવાનો. આ કાળ વિચિત્ર છે, માટે ‘બાઉન્ડ્રી'ની બહાર ના જવું જોઈએ.
જે કોઈ આ કાળમાં એક પત્નીવ્રતવાળો હોય તો ય બહુ ઉત્તમ. તેને હું કહું કે, ‘ભાઈ, તારે જ્ઞાને ય લેવાની જરૂર નથી. બીજી સ્ત્રી સંબંધી તને વિચારે ય નથી આવતો, દ્રષ્ટિ ય નથી માંડતો અને તારા સ્વપ્નામાં પણ બીજી સ્ત્રી નથી આવતી, તો જા તારે જ્ઞાન લેવાની જરૂર નથી.” અમે એક જ વાર આશીર્વાદ આપીએ કે જેથી ત્રીજે અવતારે મોક્ષે જતો રહે !
૫૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વગર જ્ઞાને !!! એક પત્નીવ્રત એ કંઈ જેવી તેવી વસ્તુ છે ?! એક પત્નીવ્રત હોય, તેને આ કાળમાં બ્રહ્મચારી જ કહેવાય છે. આ કાળમાં માણસ એક પત્નીવ્રત રહી શકે જ નહીં. હિન્દુસ્તાનમાં પચ્ચીસ-પચાસ માણસ એવાં નીકળે પણ તે ય પાછાં જડભાવવાળા હોય, બુદ્ધિપૂર્વકના નહીં, અબુદ્ધિપૂર્વકના અને તે હું તેમની પુણ્યના આધારે હોય.
પરણો ચાર, પણ તેમને જ સિન્સીયર ! આ તો નાછૂટકે પૈણવાનું કહ્યું છે અને પૈણું તો એક પત્નીવ્રત પાળજે, કહે છે. એક પત્નીવ્રત પાળતો હોય અને આ દુષમકાળ હોય અને જો બીજી જગ્યાએ દ્રષ્ટિ ના બગડતી હોય, તો એને બ્રહ્મચર્ય કહ્યું.
પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?
દાદાશ્રી : કરોને બે વાઈફ. કરવામાં વાંધો નથી. પાંચ વાઈફ કરો તો ય વાંધો નથી. પણ બીજી ઉપર દ્રષ્ટિ બગાડે, બીજી સ્ત્રી જતી હોય, તેની પર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવાં જોઈએ ને ?
પ્રશ્નકર્તા: મારી પાસે કોઈ પ્રિન્સિપલ્સ નથી.
દાદાશ્રી : તો જાનવરની પેઠ રાખવાની જરૂર છે? જાનવરની પેઠ રાખીએ તો છૂટું જ હોય. તમારે જ્યાં આગળ અનુકૂળ આવે તેમ કરો. આ મનુષ્યોએ પોતાનો માનવધર્મ સચવાય એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે. નહીં તો જાનવરમાં જ ગયો ને પછી તો ! પછી એ જાનવરમાં જ ખપી જાય ને ? કારણ કે કો'કની બેન-દીકરી હોય એવી આપણી બેનદીકરી હોય, તો આપણે એટલાં માટે સેફસાઈડ જોવી જોઈએ ને ? આપણી બેન-દીકરી એવી કો'કની બેન-દીકરી.
ફરી પૈણવા માટે વાંધો નથી. મુસલમાનોમાં એક કાયદો કાઢ્યો કે બહાર દ્રષ્ટિ ના બગાડવી જોઈએ. બહાર કોઈને છંછેડવું ના જોઈએ. પણ તમને એક સ્ત્રીથી ના પોષાતું હોય તો બે કરો. એ લોકોએ કાયદો રાખ્યો કે ચાર સુધી તમને છૂટ છે ! અને આપણને પોષાતી હોય તો ચાર કરો