________________
૪૬
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૪૫ છે. ફક્ત એક વિષય એકલો જ, પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ સિવાય અન્ય વિષય ન હોવો જોઈએ અને વિષય, જે અણહક્કના વિષય છે, એનાથી તો અધોગતિ નોતરવાનું થાય. અને વિષયમાં તો કયું સુખ છે ? આ જાનવરોને ય એમાં સુખ નથી દેખાતું. જાનવરો ય સીઝન પૂરતાં ફક્ત વિષયમાં પડે છે, તે ય સીઝનનો ઉશ્કેરાટ છે. જાનવરોને ય આ ગમે નહીં. તેથી તો આ બધા બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠા છે. આ વિષયમાં ક્યાંય સુખ ના દેખાયું. જેનાં મોઢાં ગંધાય, જે શરીરમાંથી રાત-દહાડો નર્યો ગંદવાડો જ નીકળતો હોય, તેની ઉપર વિષય કેમ ઉત્પન્ન થાય ?
આ તો આજ્ઞા પાળવાની ગોઠવણી કરી દે, તો રાગે પડી જાય. પોતાની સ્ત્રી સિવાય બીજે અન્ય અણહક્કના વિષયો ભોગવવા જતાં તો નર્કગતિની નિશાની સામે આવે !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યું અને આવું અણહક્કનું થાય એટલે જોખમદારી વધી જાય ને ?
દાદાશ્રી : ભયંકર. પછી જ જોખમદારી વધે ને ! નહીં તો ય પહેલાં જોખમદાર હતો જ, જવાનો જ હતો જાનવરમાં. એને કશી પડેલી જ નહોતી ને ! હવે સારા માર્ગે આવ્યા પછી જો કદી આવી ભૂલ થયા કરે તો શું થાય ? આજ્ઞા બને એટલી પાળવી, આજ્ઞા ઉપર આવી જવું. બ્રહ્મચર્ય આવ્યું અને આ જ્ઞાન છે, એટલે પછી સુખ ખૂટે જ નહીં.
અબ્રહ્મચર્ય તો એવું કે આ અવતારમાં સ્ત્રી થયેલી હોય, અગર તો બીજી રખાત હોય તો આવતાં અવતારમાં પોતાની છોકરી થઈને ઊભી રહે એવી આ સંસારની વિચિત્રતા છે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !
હક્કતા જ હદમાં, તેની ગેરેન્ટી ! પ્રશ્નકર્તા : નાનપણથી જ છોકરીઓમાં બહુ જ રસ છે. દાદાશ્રી : છોકરીઓને જોવાનો કે છોકરીઓમાં ? પ્રશ્નકર્તા : બધું ય છે. પહેલાં જોવામાં હતો પછી..
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એ જ રોગ છે. એ જ પોલ છે. હું એ જ પૂછું છું ક્યાં આગળ ? અહીં મૂઆ નથી, ત્યાં તો મૂઆ છો ને ! એમાં કેટલું ધારેલું સફળ થયું છોકરીઓમાં ?
પ્રશ્નકર્તા : આ બાબતમાં અત્યાર સુધી મને કોઈએ કંઈ જાણકારી આપી જ નથી.
દાદાશ્રી : પારકી સ્ત્રી કે પારકી છોકરી સાથે કંઈ પણ દ્રષ્ટિ બગડે તો ભયંકર પાપ છે. તારી પોતાની સ્ત્રી હોય તો વાંધો નથી. પણ પારકી અને પછી અહીં તો હરેયો રહ્યો પણ ત્યાં ય પૂછડાં સાથે હરેયો કૂદે, કૂદાકૂદ, કૂદાકૂદ. આ મનખો જતો રહેશે. મહાપરાણે મળેલું આ માણસપણું જતું રહેશે. માટે ચેત જરા.
એટલે તો તુલસીદાસને આખું શાસ્ત્ર લખવાનો વખત ના આવ્યો પણ બે જ અક્ષર બોલ્યા,
‘પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન.
ઈતને સે હરિ ના મિલે, તો તુલસી જમાન.” કહે છે.
કૃપાળુદેવ તો જમાન થયા છે અને આ બીજા જમાન. હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય.
પ્રશ્નકર્તા ઃ અમે અણહક્કનું તો ખાધું છે.
દાદાશ્રી : ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરો ને, હજુ ભગવાન બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાત્તાપ કરો. હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાતાપ કરો.
પ્રશ્નકર્તા : ખાલી પશ્ચાત્તાપ કરવાથી શું થાય ?
દાદાશ્રી : એ તમને સમજણ હોય તો કરો. જ્ઞાની પુરુષનું માનવું હોય તો માનો. ના માનવું હોય તો તમારી મરજીની વાત છે. એ તમારે ના માનવું હોય તો એનો કોઈ ઉપાય છે નહીં. હજુ પશ્ચાત્તાપ કરશો તો ગાંઠો ઢીલી થઈ જશે અને ઉપરથી રાજીખુશી થઈ તે કરેલું છે. તે