________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૩
લોકો નિંદા કરે નહીં એવું હોય અને તે પણ પોતાની સ્ત્રી જોડેનું જ હોવું જોઈએ, લોકમાન્ય હોવું જોઈએ. તે પોતાને પણ ખૂંચે નહીં, ભય ના લાગે. નહીં તો અણહક્કનું ભય લાગે, કાંકરો ખૂંચે એમ ખૂંચ્યા કરે.
હરૈયા ઢોરતી શું ગતિ ?
આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અલ્યા, મૂઆ તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગ્યાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઢોર ને જે આવ્યું તે ખાઈ જાય એટલે લોક પછી પોતાની છોડીઓને ખાઈ જાય. એની લોકને કંઈ પડેલી નથી. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ?
બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !!
પહેલાંના કાળમાં મનુષ્યો કેવાં હશે ? પારકી બહેન-દીકરી હોય તે ય પોતાની ગણે અને પોતાની ય પોતાની. કેવું સુંદર વાતાવરણ ! આ તો બધું ‘ફ્રેક્ચર’ થઈ ગયું. પછી સુખ કેવી રીતે આવે ? સાંસારિક સુખ તો આમાં હોય જ નહીં.
થી વિઝનની જાગૃતિ જવલ્લે જ !
અણહક્કનું હોય તો બધા મારવા ફરી વળે, શાથી ? અણહક્કની ધાડ પાડી તેથી ! અણહક્કની ધાડ જાણી-જોઈને પાડે છે ? ના, એ તો
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દ્રષ્ટિ એવી થઈ ગઈ છે. લોકોની દ્રષ્ટિ તો જાત જાતની હોય. તે તમારી દ્રષ્ટિ આમ સીધી હોય તો ય પેલી તારી દ્રષ્ટિ ખેંચી લે. એટલે ત્યાં પછી
૪૪
સામું જોઈએ ત્યારે ભાંજગડ થાય ને ! જ્ઞાની પુરુષને તો ગમે તેની સામે જોવાનો વાંધો નહીં. કારણ કે એમની પાસે તો બધી જ જાતના ‘લોક એન્ડ કી’ હોય, કોઈનું એમની પાસે ચાલે નહીં. પણ બધી જાતના ‘લોક એન્ડ કી' ક્યારે થાય કે વિષય બંધ થાય પછી. એટલે જ્ઞાની પુરુષને વિષય જ ના હોય, ત્યારે એમને એવો વ્યવહાર જ ના આવે ને ! વિષય ક્યારે જાય ? એ વિષય તો જાગૃતિથી જાય. વિષય એમ ને એમ જાય એવો નથી. છેલ્લો વિષય, એક હક્કનો વિષય પણ તૂટે ક્યારે ? જાગૃતિ હોય તો. જાગૃતિ કોનું નામ કહેવાય કે આમ સ્ત્રી-પુરુષ કપડાં પહેરેલાં છતાં નાગા દેખાય, પછી ‘સેકન્ડ વિઝને’ ચામડી ખસી ગયેલાં દેખાય અને ‘થર્ડ વિઝને’ અંદર બધું ચૂંથાઈ ગયેલો બધો માલ હોય એવું દેખાય. આ ત્રણ
વિઝન ‘એટ એ ટાઈમ' એક મિનિટની અંદર જ થઈ જાય. હવે એટલી જાગૃતિ હોય ત્યારે છેલ્લા સ્ટેશનમાં પહોંચાય. આખી દુનિયામાં જાગૃતિવાળા કેટલાં ? સો-બસો માણસ હશે ને ? કોઈ કાળે એક જાગૃતિવાળો હોતો નથી. આ કાળમાં જ આ હું એકલો છું. આવાં જાગૃતિવાળા તો હોતાં હશે ? પોતે દેહધારી થઈ અને આવી જાગૃતિ તો હોતી હશે ? મોટો સાયન્ટિસ્ટ હોય કે માનસશાસ્ત્રી હોય, પણ આવી જાગૃતિ જ ના હોય ને !!
પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી, આ જાણ્યા પછી થોડાંક મહાત્માઓને એવી જાગૃતિ થઈ ગઈ હોય ને ?
દાદાશ્રી : એવું થોડા થોડા પ્રમાણમાં થયેલું હોય, પણ વધારે ના થાય ને ! ‘જ્યાં સુધી એ પ્રયોગ છે, ત્યાં સુધી એ જાગૃત છે.’ એવું ના કહેવાય. અને જો જાગૃત છે તો એ કાદવમાં હાથ જ ઘાલે નહીં. ને આ એંઠવાડામાં હાથ ઘાલે છે તો એ જાગૃત જ નથી, બેભાન છે.
અણહક્કતું લઈ જાય તર્કો....
નિરંતર આજ્ઞામાં રહેવાય, નિરંતર સમાધિમાં રહેવાય, સરળ અને સમભાવી પાછો એવો આપણો માર્ગ છે. કેરીઓ બધું ખાવાની છૂટ આપી