________________
કર
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૧ કોઈની છોકરી જતી હોય અને એના ઉપર દ્રષ્ટિ બગડે, તો તે ઘડીએ તરત જ આપણને વિચાર ના આવવો જોઈએ ? કે ભઈ. મારી છોકરીની ઉપર દ્રષ્ટિ કોઈ બગાડે તો કેટલું મને ખરાબ લાગે ?! એવો વિચાર ના આવવો જોઈએ ?
પ્રશ્નકર્તા : આવે જ છે !
દાદાશ્રી : એવો વિચાર આવે તો જ એ મનુષ્ય છે અને બીજાની પર દ્રષ્ટિ બગાડે, એને મનુષ્ય જ કેમ કહેવાય ? તે બધું અણહક્કનું જે હોય વસ્તુ, તેની પર દ્રષ્ટિ ના બગાડાય ને ? પોતાની હક્કની સ્ત્રી હોય, તેનાં માટે કોઈ જાતનો વાંધો નહીં. સંસારના લોકો ય કહે કે ના ભઈ, આ તો સારું છે, પોતાની સ્ત્રી છે. ખભે હાથ નાખીને જતો હોય તો ય લોકો પાછળ અમથા ટીકા કરે. પણ પછી કહેશે, ‘ભઈ, એની સ્ત્રી છે.” તો એનો વાંધો નથી, પણ અણહક્કનું તો લોકો ટીકા ય કરે, નીંદા ય કરે. કરે કે ના કરે ? અને જગત નીંદા કરે ને, ત્યાં આપણો બધો, બધાં દોષ ફરી વળે. માટે અણહક્કનું બહુ નુકસાનકારક ને ?
કાગળ લખ્યો અને જ્યાં સુધી નાખ્યો નથી મહીં પોસ્ટમાં, ત્યાં સુધી નીચે લાઈન લખાય કે આગળ અમે તમને ગાળો ભાંડી છે કાગળમાં પણ એની અમે માફી માંગીએ છીએ, એમ નીચે વાક્ય લખાય.
પ્રશ્નકર્તા : તે ઉપરનું બધું ભૂંસાઈ જાય.
દાદાશ્રી : ભૂંસાઈ જાય. એનો અર્થ સવળો થઈ જાય. એટલે આજ કલાક પ્રતિક્રમણ કરો બરોબર.
પ્રશ્નકર્તા : ચારિત્ર ભ્રષ્ટતા, એ આત્માના માર્ગે જતાં રોકે ? દાદાશ્રી : એ તો નર્ક જવાની નિશાની છે આ.
તમને હક્ક કેટલો છે કે જે સ્ત્રી પૈણ્યા, તે સ્ત્રીની જોડે તમે જતાં હોય તો કોઈ આંગળી ના કરે ને પર-સ્ત્રી જોડે જતાં હોય તો સંસારના લોકો ય આંગળીઓ કરે. તો જ્યાં કંઈ પણ આંગળી થાય તમારી પાછળ, ત્યાં નર્કગતિ છે. અને તમારી દ્રષ્ટિ બગડી તો અણહક્કનું, અને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અણહક્કનું તમે ભોગવવાની ઈચ્છા કરી, માટે ત્યાં આગળ જાનવર ગતિ.
પ્રશ્નકર્તા: આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્ક લઈ જાય. એ શાથી ?
દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહીં લોકોને. એટલે પછી બીતાં નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.
પ્રશ્નકર્તા સ્વર્ગ કે નર્ક, બે અહીં જ છે? એ અહીં જ ભોગવવાનું?
દાદાશ્રી : ના, અહીં નથી. અહીં તો નર્ક જેવી વસ્તુ જ નથી. નર્કનું તો હું વર્ણન કરું ને એ માણસ સાંભળે, તો સાંભળતાં જ મરી જાય એટલાં દુ:ખો છે ! ત્યાં તો જેણે ભયંકર ગુના કર્યા હોય, તેને પેસવા દે ! અહીં સ્વર્ગ-નર્ક જેવું કશું છે નહીં. અહીં તો ઓછું પુણ્યવાળાને ઓછું સુખ અને વધુ પુણ્યવાળાને વધારે સુખ. કોઈને પાપ હોય ત્યારે એને દુ:ખ હોય.
અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો, આ ઉઘાડી ચોરી કહેવાય. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે !
પોતાના હક્કના વિષય હોય તો ભોગવજો. અણહક્કનો વિચાર ના આવવો જોઈએ. હક્કના વિષય હોય તો હક્કનું, અમે બેઉને વિધિ મૂકી આપીએ. એને અબંધભાવની વિધિ મૂકી આપીએ. તે હક્કનું પણ પોતાની રાજીખુશીથી ના હોવું જોઈએ. જેમ પોલીસવાળો પકડીને માંસાહાર કરાવડાવે, તેના જેવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: એટલે પોતાના ઉદયકર્મ પ્રમાણે ?
દાદાશ્રી : ના. ઉદયકર્મમાં તો અણહક્કના ય હોય, પણ અણહક્કનું ના હોવું જોઈએ. હક્કનું એટલે જગતના લોકો એક્સેપ્ટ કરે,