________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અણહક્કનું તો ના જ લેવાય.
લોકોએ અણહક્કનું ખાધું ને પીધું, અણહક્કનું તો બધું જ કર્યું; કંઈ કરવામાં બાકી નથી રાખ્યું ને ! સંસાર એટલે ‘હક્કનું ભોગવો’ એમ કહે છે અને હક્કનું ભોગવવાનો વાંધો નથી. સ્ત્રી પણ પૈણે તો, એક તમને પોષાતી ના હોય તો બે પૈણજો. બાકી, આપણે ત્યાં તો તેરસો હઉ પૈણેલા ! તે ય છે તે સ્ત્રી-પુરુષ હક્કનું હોય, માલિકીનું હોય તો તેનો વાંધો નથી. હક્કનું કોને કહેવાય ? આખો સમાજ કબૂબ્સ કરે. પૈણાવે, તે ઘડીએ બધા જાનમાં હઉ આવે. પણ અણહક્કી હોય તો ભાંજગડ છે.
ઘેર હક્કની હોય તો પણ બહાર બીજે દ્રષ્ટિ બગાડે છે પાછી ! હક્કનું ભોગવને ! બીજે અણહક્ક પર દ્રષ્ટિ જ કેમ જાય ? પોતાને જે પરણેલી છે, તે સિવાય બીજે બધે આખી જિંદગી દ્રષ્ટિ બગડવી જ ના જોઈએ ! હક્કનું છોડીને બીજી જગ્યાએ ‘પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય, ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ‘ક્યાં અવતાર થશે ?” તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા, તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કના વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું, ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયોને ? અને એવું જ થાય છે ને !? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને !! આ બહુ નાલાયકી કહેવાય, ‘ટોપમોસ્ટ’ નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોડીઓ હોય તો પણ બીજાની છોડીઓ જુએ છે ? શરમ નથી આવતી ? ‘મારે ઘેર પણ છોડીઓ છે' એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ? આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી કર્યા વગર રહે જ નહીં ને ? જ્યાં અણહક્કના વિષય હોય, ત્યાં તે કોઈ રસ્તે સુખી ના થાય. પારકું આપણાથી લેવાય જ કેમ કરીને ?
લોકોએ વિષયોની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા.
૪૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કારણ કે ‘એક્સેશન કેસ’ બધામાં હોય જ. પણ ઘણો ખરો એવો માલ થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અને અણહક્કના વિષયો ભોગવે છે. હક્કના વિષયની તો ભગવાને ય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે. તે કેટલાંય અવતાર બગાડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થાય ને છૂટવા માટે અવસર મળે. - જેમ પોતાની સ્ત્રી હોય, એવી દરેકને પોતાની સ્ત્રી હોય. દરેક છોકરીઓ કો'કની સ્ત્રી થવા માટે જ જન્મેલી હોય છે, એ પારકો માલ કહેવાય. કોઈની સ્ત્રીને બીજી રીતે જોઈ શકાય નહીં, ભૂલથી જોવાઈ જાય પાછલા સંસ્કારને લીધે, તો પ્રતિક્રમણ કરવું જોઈએ. આટલું જ સાચવવાની જરૂર છે. બીજું કશું સાચવવાની જરૂર નથી.
અણહક્કમાં ભંગ પાંચેય મહાવ્રત ! એટલે પોતાના ઘરમાં બધા માણસો પર બિલકુલ કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી નાકકટ્ટો થશે ત્યારે બૂમાબૂમ કરશે. પોતે શીલવાન હોય તો છોકરીઓ શીલવાન થાય, નહીં તો પોતાનું જ ઠેકાણું ના હોય તો છોકરીઓ તો બગડી જ જાયને પછી. ફાધરનો વ્યવહાર એવો ના દેખાવો જોઈએ કે છોકરીઓનાં મનમાં ફાધરનો સહેજે ય દોષ દેખાય. છોકરીઓને ફાધરનો એક પણ દોષ ના દેખાય એવી રીતે ફાધરે જીવન જીવવું જોઈએ. આ તો કંઈ ફાધર છે ? આ તો અડધા જાનવર જ છે !! ફાધર તો કેવા હોય કે છોકરાંઓને એમની સહેજ પણ ખાનગી બાબત માલમ ના પડે.
પ્રશ્નકર્તા : પહેલાં તો સામાજીક ભયો પણ બહુ હતા ને ?
દાદાશ્રી : હા, એ સામાજીક ભયની જરૂર હતી. એ ભયથી જ લોકો સીધા રહેતા હતા. અમારા વખતમાં તો વિચારે ય નહોતા આવતા. એ છોડીઓ-છોકરાંઓ બધાં ફરે તો ય વિચારો જ નહીં. એ જાતના સંસ્કારો જ નહીં.