________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ મારું ને આ પારકું, એ તરત બધાં સમજી જાય. મારી પથારી કઈ, મારું ઓશીકું કર્યું, એ બધું નાનું છોકરું ય સમજી જાય. મારી જમવાની થાળી આવે તો, હું મારી મેળે મહીં જે મૂક્યું હોય તે બધું ખાઉં, તે હક્કનું કહેવાય. તો કોઈ બુમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે. આપણામાં લગ્ન કરાવે છે, તે લગ્ન કરાવે એટલે આ તમારા બેઉનું હક્કનું છે. એનો ભગવાનને વાંધો નથી, પણ અણહક્કનું હશે તો વાંધો છે. કારણ કે અણહક્કનું એટલે બીજાના હક્કનું એણે લૂંટી લીધું. ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય. પછી કહેશે, મારે મોક્ષે જવું છે.” અલ્યા, મોક્ષે જવાનો આ માર્ગ જ ન હોય. આ ઊંધો જ રસ્તો લીધેલો છે. અણહક્કનું ભોગવી લે છે કે નથી ભોગવતા ? ભોગવે છે અને પાછા ચોરીછૂપીથી નહીં, રોફથી ભોગવે છે.
પ્રશ્નકર્તા : જાણે છે છતાં ય અણહક્કનું ભોગવવાનો પ્રયત્ન કરે
[3] અણહક્કની ગુનેગારી !
અણહક્કથી તા ચેતાય તો.... જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહકના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.
ભગવાન મહાવીરે ય પોતાના હક્કનું ભોગવતા હતા. એ કંઈ થાળી ફેંકી નહોતા દેતા. જે હક્કનું ભોગવે, એને ચિંતા ના થાય.
પ્રશ્નકર્તા : પણ હક્કનું કોને કહેવું અને અણહક્કનું કોને કહેવું ? દાદાશ્રી : આપણા પોતાના હક્કની ચીજ તો દરેક માણસ સમજે.
દાદાશ્રી : તેથી જ આ દુ:ખ છે ને ! તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહીં. અણહક્કનું ભોગવે, એમાં ‘હું સુખી છું’ એમ મનથી માને એટલું જ છે. બાકી, એમાં ‘સેફસાઈડ' નથી અને હું જે વાત કરું છું, એ તો કાયમને માટેની ‘સેફસાઈડ' છે.
પ્રશ્નકર્તા : અણહક્કનું ભોગવવા કઈ વૃત્તિ ઢસડી જાય છે ? દાદાશ્રી : આપણી દાનત ચોર છે, તે વૃત્તિ.
પ્રશ્નકર્તા: ના, પણ તમે કહો છો કે તમે જો અણહક્કથી ભોગવવા ના ગયા હોય તો ય તમને જે મળવાનું છે, તે મળવાનું જ છે. પણ લેવા જવામાં નવાં પરિણામ ઊભાં થાય છે ને ?
દાદાશ્રી : આ શેઠનું ખેતર અમારી જોડે હતું ને એક કાકાનું જોડે ખેતર હતું. તેમાં જ્યાં ગલકું દેખાય, તે અમે તોડી લાવતા હતા. ત્યારે એ હક્કનું કહેવાય ? આપણે કહેવું જોઈએ કે હું તમારા ખેતરમાંથી ગલકું તોડી લાવીશ અગર તો તોડી લાવ્યા પછી પણ મારે કહેવું જોઈએ. પણ