________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૫ ને પાછા અત્તર ઘસીને ! હંમેશાં જ્યાં દુર્ગધ હોય, ત્યાં શું કરવું પડે ?
પ્રશ્નકર્તા: હા, અત્તર ઘસવું પડે. પણ પાછલાં કેટલા સમયથી કોઈએ એવો રસ્તો જ નથી બતાવ્યો કે આ વિષયોથી પણ બહાર કંઈક સુખ છે.
દાદાશ્રી : આ મહાવીર ભગવાને રસ્તો બતાડ્યો, પણ કોઈએ માન્યો નહીં ને ! આ બુદ્ધિશાળી લોકોએ જ લખ્યું છે કે જગતમાં વિષયસુખ બધાં સુખોમાં સર્વશ્રેષ્ઠ સમાન છે. વળી, બુદ્ધિશાળીઓએ તો એટલે સુધી લખ્યું કે કેળ હોય એવાં એનાં પગ છે. જાંઘો તો આવી છે, ફલાણી આવી છે, ને આમ બધું સ્ત્રીનું વર્ણન કરેલું છે. એટલે પછી લોક ગાંડા બન્યા. પણ કોઈએ એમ લખ્યું કે સ્ત્રી સંડાસ જાય છે ત્યારે કેવી દેખાય ?! જે સંડાસ જતો હોય, તેની જોડે વિષય જ કેમ કરાય ? એને અડાય જ કેમ ? આ કેરી જો સંડાસ જતી હોય, તો આપણાથી કેરી ખવાય જ નહીં ને ? પણ કેરી તો ચોખ્ખી હોય છે, તેથી કેરી ખવાય ને !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પણ આ સંસારના લોકો તો, પોતે એમાં સુખ માન્ય છે. એટલે બધાને પકડીને કહે છે, કે આમાં જ મજા છે, ચાલો !
દાદાશ્રી : આ લોકોએ તો વિષયની જાહેરાતો છાપી અને બધા લોકોને એ બાજુએ વાળ્યા અને છતાં ય જો બળતરા, જો બળતરા, તું મુંબઈમાં જા તો ખરો ! નાગા નાચગાન જુએ છે, તો ય બળતરા ! અત્યારે તો બધું એ જ તોફાન ચાલી રહ્યું છે ને ?! ને તેથી બળતરા પણ પાર વગરની ઊભી થઈ છે. એવી બળતરા ઊભી થઈ છે કે દારૂ પણ પીવો પડે. સ્ત્રી રાખવી પડે. બધું ય આપે તો ય એને શાંતિ થાય નહીં એટલે પછી એને મનમાં એમ થાય કે આપઘાત કરી નાંખીએ. પછી આખો દહાડો એ પી પી કર્યા કરે. પછી જો રાત-દહાડો બળતરા-બળતરા અને બળતરા !! એવું થાય પછી !
પ્રશ્નકર્તા: રસ્તો જ નહીં જડતો હોય તો શું કરે ?!
દાદાશ્રી : રસ્તો દેખાડનાર કોઈ છે જ નહીં. સૌ કોઈ વિષયનો માર્ગ દેખાડે. મા-બાપ પણ કહેશે કે પૈણ બા, અમે એકલાં તો ફસાયાં છીએ, તમને પણ ફસાવ્યા વગર અમે રહીએ જ નહીં ને !!
પ્રશ્નકર્તા એમાં જો કોઈ બ્રહ્મચર્ય તરફ જાય, તેના તો બધા વિરોધી થઈ જાય.
એકે ડંખ ખાધો, ખવડાવ્યો બધાંતે !
દાદાશ્રી : હા. લોકોને નામના કાઢવી છે, “મારા છોકરાના ય છોકરાએ નામ કાઢયું.” કહેશે ! પછી એની ફસામણ જે થવાની હોય તે થાય, પણ “મારું નામ તો નીકળે', કહેશે !
આ તો તમને સમજણ પાડવા માટે કહીએ કે જેથી તમને સંતોષ થાય કે આપણે માર્ગ લીધો છે એ સાચો છે. બાકી વિષયમાં સુખ નથી જ એવું તો કોઈ કહે જ નહીં ને ? બધા તો વિષયના સુખનું જ શીખવાડે.
એવું છે, કે એક માણસને આંગળીમાં કંઈક દરદ થયું હશે, ત્યારે કોઈએ કહ્યું કે ભમરીનો ગલ ચોપડે તો મટી જાય. એટલે એ ભમરીનો ગલ લેવા માટે બીજા એક જણે ગોખલામાં હાથ નાંખ્યો, પણ ત્યાં એક વીંછી બેસી રહેલો હશે. તેણે પેલાને ડંખ માર્યો એટલે પેલાથી ગલ લવાયો નહીં ને ઉપરથી એ શું કહે છે કે, મારાથી તૂટ્યું નહીં. એટલે બીજો કહે, ‘તારાથી ના તૂટયું, લાવ હું તોડી નાખું.” પછી બીજાએ મહીં હાથ નાંખ્યો. તો એને ય ડંખ માર્યો. એટલે પેલો સમજી ગયો કે આણે ડંખ કહ્યો નહીં, માટે આપણે ય કહેવું નથી. એણે એ ડંખ કહ્યો નહીં. પછી ત્રીજો ગયો. તેને ય ડંખ માર્યો. એવું વીંછી બધાને ડંખ મારમાર કરે છે, પણ કોઈ કહેતું નથી.