________________
૩૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા, બહેન અને તેમાં અંતર ના રાખવું, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની સ્મૃતિ રાખી, ‘આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?” એ ભૂલી જવું. મિત્રે, મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ એ વસ્તુ લેવા (વિ)નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી.”
પ્રશ્નકર્તા : યોગની સ્મૃતિ રાખવી એટલે શું ?
દાદાશ્રી : યોગ એટલે આત્મયોગની. પોતે ‘શુદ્ધાત્મા છે' એની સ્મૃતિ રાખવી અને “આ છે તો, હું કેવું સુખ અનુભવું છું” તે ભૂલી જવું. એનામાં શુદ્ધાત્મા જોઈને આ સુખ ભૂલી જવું. આત્મા જોઈએ તો કશો વાંધો નથી. સ્ત્રીની જોડે ભાઈબંધની જોડે રહીએ એ રીતે રહેવું.
સ્ત્રીના સંબંધમાં કોઈ પણ રાગ-દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું.’
પણ તે આ બધું એમ ને એમ થાય એવું નથી. બહુ બહુ વિચારે તો આ છૂટે. પણ એવું બહુ વિચાર્યું ય પણ થાકી જાય એવું છે. માટે કોઈ એવા માણસને જો મળી ગયા હોય કે આપણે એમની જોડે રહીએ તો એમના પ્રમાણે આપણે થઈ જઈએ, એમ ને એમ જ એવા થઈ જઈએ, એમનો પ્રભાવ પડ્યા કરે આપણી પર અને આપણે તે રૂપ થતાં જઈએ. એટલે વસ્તુસ્થિતિમાં બીજો કોઈ ઉપાય નથી. અમને બધી ગૂંચો આગળ દેખાયેલી ! ધૂળ ભાગ બધો વિચાર કરીને ને સૂક્ષ્મ ભાગ બધો દર્શનથી જોઈ નાખેલો ! તેથી તો જગતની બધી ગૂંચો ઉકેલી નાખીએ છીએને ?!
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એક-બે છોકરાં ઉત્પન્ન થાય એટલા પૂરતો જ વિષય હોય, બાકી બિલકુલ વિષય જ નહીં. વિષયમાં એ લોકો પડે જ નહીં. એ લોકોને લાખ રૂપિયા આપો તો ય વિષય કરવા તૈયાર ના હોય. એટલી એની જાગૃતિ હોય કે હું વિષય કરું તો ફોટો કેવો પડે ! જ્યારે આજે તો પાંચ હજાર આપીને વિષય કરે ને ?! કશું ભાન જ નથી આ લોકોને !! તને એવું લાગ્યું ને ? આપણે આ બધું ઊંધું બોલતા નથી ને ?
પ્રશ્નકર્તા : એક્કેક્ટ છે દાદા, હઝેડ પરસેન્ટ કરેક્ટ છે.
દાદાશ્રી : ત્યારે લોકોને કેમ આવું પહેલું ચાલતું હશે ? કશું ભાન જ નથી કે ક્યાં જઈ રહ્યા છે. જ્ઞાની પુરુષ'ની પાસે વિષયની વાતો સાંભળી નથી, નહીં તો વિષય રહે જ નહીં, ઊડી જ જાય !
પ્રશ્નકર્તા : વિષયની વિરુદ્ધ બોલીએ, તો ઊલટું આ જગતના લોકો ગાંડા કહે કે આ “ઓલ્ડ માઈન્ડેડ' છે.
દાદાશ્રી : એવું બોલાય નહીં ને એવો કાયદો ય નહીં ને ! અને આ વિષય છે તો લગનવાળા છે, આ વાંજાવાળા છે, આ માંડવાવાળા છે. એટલે આ છે તો બીજું બધું છે, એટલે કશું બોલાય નહીં. આ તો જેને મોક્ષે જવું હોય, તેને જાણવા જેવું. બીજાને કહ્યું આવું જાણવાની જરૂર જ નથી ને !
આ વિષયો બુદ્ધિથી દૂર થઈ જાય તેમ છે. મેં વિષયો બુદ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તો ય વિષયો બુદ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુદ્ધિવાળા છે, તેથી વિષય રહેલા છે.
પ્રશ્નકર્તા : આ બુદ્ધિશાળીઓ પણ વિષયોનું ‘વેરીફિકેશન’ કરતા નથી ?
બુદ્ધિથી પણ છૂટે વિષય ! પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં પણ સ્ત્રીના રૂપનું વર્ણન બહુ કર્યું છે.
દાદાશ્રી : શાસ્ત્રોમાં સ્ત્રીના રૂપનું જે વર્ણન છે, એ શાસ્ત્રો જુદી જાતનાં છે. મોક્ષમાર્ગમાં સ્ત્રીનું વર્ણન આવું ના હોય. સ્ત્રી તો દેવી છે. એ તો પહેલાં તો રિવાજ હતો કે પૈણતી વખતે શરત એટલી જ હોય કે
દાદાશ્રી : ના, બુદ્ધિશાળીઓએ વિષયનું ‘વેરીફિકેશન’ કર્યું જ નથી. ઊલટાં બુદ્ધિશાળીઓ જ વિષયોમાં વધારે ઊંડા ઊતર્યા છે. અરે, આ ‘મરીન ડ્રાઈવ” ને બધે ત્યાં આગળ જઈને જોઉં તો એમના વિષયને જોઈને તું એમ જ સમજું કે આ તો માણસ છે કે પશુઓ છે ?! ટબની અંદર નહાય