________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક કરવા તેનું સહજ સૂચવન કર્યું છે. સ્ત્રીમાં દોષ નથી, પણ (વ્યવહાર) આત્મામાં દોષ છે અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે.”
સ્ત્રીનો દોષ નથી, આપણી ભૂલનો દોષ છે, આપણી સમજણનો દોષ છે. સ્ત્રીનો શો દોષ ? જો સ્ત્રીમાં દોષ હોય તો તો પછી આ ભેંસો કે સ્ત્રી જ છે ને ? કેમ ત્યાં લોકો નથી ખેંચાતા ? આપણી અવળી સમજણ છે એટલે ખેંચાઈએ છીએ. એ અવળી સમજણ કાઢીએ એટલે બધું નીકળી જાય અને જ્યારે ત્યારે તો આ અવળી સમજણ કાઢ્યા વગર છૂટકો જ નથી. આ ગંદવાડો છે, એટલો બધો ગંદવાડો છે કે મને તો એ ચીઢ જ નથી જતી !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧ અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી.”
કપાળુદેવ શું કહે છે કે વમન કરવાને યોગ્ય પણ એ સ્થાન નથી. માટે બીજી સારી જગ્યાએ ઊલટી કરજો. વળી આગળ શું કહે છે કે,
જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે.”
જન્મભૂમિકા શાથી કહી કે આ જન્મભૂમિકા એવા ને એવાં બધા કચરાને જ જન્મ આપે છે !
પ્રશ્નકર્તા : જુગુપ્સા એટલે શું ?
દાદાશ્રી : જુગુપ્સા એટલે ચીઢ. જેની પર ચીઢ રહી છે, એ બધી જ ચીજો એમાં જ છે ને ! અલ્યા, રેશમી ચાદર બાંધી એટલે બધું સારું થઈ ગયું ? કૃપાળુદેવે તો બહુ બહુ લખ્યું છે, પણ લોકો શું સમજે બિચારા ?
“વળી, એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે આ શી ભુલવણી ? ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ.”
એટલે આ વિષયનું બહુ વિવરણ કરી કરીને તપાસ કરી જુઓ, એમ કૃપાળુદેવ કહેવા માગે છે. એની સુગંધી જોવી હોય તો, એ જગ્યા સોડી તો જો, તને કેવું લાગે છે ? વળી ઉઘાડી આંખે ધોળે દહાડે જુએ. તો એ જગ્યા રૂપાળી દેખાય ?! બધી જ રીતથી એની ચીઢ ચઢે !
એટલે માત્ર મોહદશાને લીધે, તેમ માન્યતા થઈ છે એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. પણ
પ્રશ્નકર્તા : પણ એના બદલે સ્ત્રીઓને શુદ્ધસ્વરૂપે, શક્તિરૂપે, આત્મારૂપે જોઈએ તો ?
દાદાશ્રી : શુદ્ધરૂપે જુઓ તો બહુ સુંદર કહેવાય ! અમે સ્ત્રીઓને શુદ્ધસ્વરૂપે જોઈએ છીએ, તે અમને બહુ આનંદ થાય. શુદ્ધસ્વરૂપે જોવા જઈએ તો સ્ત્રી એ તો ખોખું છે, પેકિંગ છે. એમાં એ બિચારીનો શો દોષ ? આપણી જ ભાંજગડ છે, આપણી દ્રષ્ટિ અવળી છે. આપણે દ્રષ્ટિ ફેરવીએ તો આપણને કશું અડતું નથી. આપણી દ્રષ્ટિ અવળી છે તે ભૂલ છે. તેમાં કોઈનો શો દોષ ?
“શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ, તો પછી તે સમયે-સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે, આ અનુભવગમ્ય પ્રવચન છે !”
હા, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જાય, પછી એ મોહ ખલાસ કરી નાખે !
“પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને વર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.”
સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી