________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : આવો આકર્ષણવાળો માલ શાના આધારે હોય ?
દાદાશ્રી : મોહ વધારે હોય એટલે પછી એ આકર્ષક માલ થાય. એને મૂર્શિત કહેવાય. મોહ ઓછો થયા પછી અંગ બધું ઘાટીલું હોય, પણ ચામડી આકર્ષક ના હોય. ઘાટીલા હોય એટલે એને રૂપાળા કહેવાય. ચામડી આકર્ષક હોય, એ રૂપ ના કહેવાય. એ તો એક જાતનો બજારૂ માલ કહેવાય. જેની લે-વેચ, લે-વેચ થયા જ કરે. આ બધાને કેરીઓ લેવા મોકલીએ તો, તે કેવી લાવે ? ઉપરથી રૂપાળી દેખાતી હોય એ લાવે. પછી મહીંથી એ ખાટી નીકળશે કે કેવી, એ તો પછી ભગવાન જાણે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
અત્યારે તો માણસોમાં એવાં રૂપ, એવો લાવણ્યભાવ ના હોય એટલે એ વાળ ના રાખે કે દાઢી રાખે તો તો માંદા માણસ જેવો દેખાય, દાઢી વધી હોય એટલે શરીર ભલેને જાડું હોય પણ લોકો તેને “કેમ તબિયત બગડી છે કે શું? શું થયું છે?” એમ પૂછશે. અત્યારે તો માણસોને રૂપ જ નથી હોતું. જે થોડુંઘણું રૂપ હોય છે, તે પછી અહંકારને લઈને કદરૂપો દેખાય ! એ રૂપ, એ લાવણ્યતાની તો વાત જુદી જ હોય ! અંગઉપાંગ બધાં સરખાં હોય. અંગ-ઉપાંગ લાંબા-ટૂંકાં હોય, એને રૂપ જ કેમ કહેવાય ? એ તો બધું સરખું, ‘રેગ્યુલર સ્ટેજ'માં હોવું જોઈએ. એવી લાવણ્યતા આ કાળમાં હોય નહીં ને ! રૂપ, લાવણ્યતાનો આધાર શા શા વિચારો ધરાવે છે, તેના પર છે.
રૂપાળાં, ભોગવાય વધુ ! પ્રશ્નકર્તા : મોહ કોને વધારે થાય ? રૂપાળી ચામડીવાળાને કે કાળી ચામડીવાળાને ?
દાદાશ્રી : રૂપાળી ચામડીવાળાને. જેની રૂપાળી ચામડી હોય તો જાણવું કે લોકોના હાથે એ વધારે ભોગવાઈ જશે.
પ્રશ્નકર્તા : જે રૂપાળી ચામડીવાળો હોય, તેના પુદ્ગલમાં શું મોહ વધારે ભરેલો હોય ?
દાદાશ્રી : હા, ત્યારે જ રૂપાળી ચામડી હોય ને ! એવું છે, રૂપાળી ચામડી એટલે ગોરી ચામડીને નથી ગણાતી. ઘઉંરંગી ચામડીને ‘બેસ્ટ ગણેલી છે, આપણા હિન્દુસ્તાનને માટે. મારો ને તમારો રંગ ઘઉંરંગ કહેવાય. એને ‘બેસ્ટ’ રંગ કહ્યો છે અને એ જ છેલ્લામાં છેલ્લો રંગ છે. રૂપાળી ચામડીવાળા તો ગોરાગબ જેવા હોય, તે મોહી વધારે હોય. તેથી એ વધારે ભોગવાઈ જાય. એવું આ બધા કુદરતના નિયમ છે. આપણને તો હવે આ ‘જ્ઞાન’ હાજર રહેવું જોઈએ.
જે જે આકર્ષણવાળો માલ હોય, આકર્ષક માલ હોય, તે બધો વેચાઈ જાય. છોકરા-છોકરીઓ બધું જ વેચાઈ જાય !
| ખૂલ્યું રૂપાળાનું રહસ્ય ! પ્રશ્નકર્તા : હમણાં જ આપણું છે એ નિકાલી છે, એ બરોબર છે. પણ આવતો ભવ જે થશે, એમાં બધું ઘાટીલું, સુંદર અને ભવ્ય હશે ને ?
દાદાશ્રી : એ તો એનાં અંગ-ઉપાંગ બધાં ઘાટીલાં હોય, પણ ચામડી એવી આકર્ષક ના હોય. ચામડી આકર્ષક તો હલકી નાતની હોય, જે મોહી જાત હોય, ભોગવાઈ જવાનાં હોય ત્યાં જ ચામડી આકર્ષક હોય. જ્યારે પેલાને તો ચામડી આકર્ષક ના હોય. ઘાટ બહુ સુંદર હોય, આંખ સુંદર હોય, નાક સુંદર હોય, કાન સુંદર હોય, કપાળ બધું સુંદર હોય, એ બધું ઘાટીલું હોય.
પ્રભાવશાળી હોય, તેને જોતાં જ પ્રભાવ થાય એટલે કે આપણો ભાવ ફરી જાય, જ્યારે પેલાને જોતાં એવાં ભાવ થાય કે અધોગતિમાં લઈ જાય. બોલો, ત્યારે જોતાં જ જે માલ અધોગતિએ લઈ જાય, તે માલ કેવો હશે ?! તેથી આપણા લોકો કહે છે કે ભઈ, પ્રભાવશાળીને મળજો. જેથી આપણા ભાવ આગળ વધે, પ્રભાવ કરે. અને પેલાને જોતાની સાથે જ જ્ઞાન હોય તે ય જતું રહે.
પ્રશ્નકર્તા : દાદા, આપણો આ જે ભરેલો માલ છે, તે આ જ ભવમાં બદલાઈ જશે ને ?
દાદાશ્રી : એ તો બધું બદલાઈ જાય. આપણે ફેરવવા ધાયું એટલે